________________
SIEMERGE) સત્સંગ-સંજીવની
)
લેવાં પડશે ને પાછો સરૂરૂપી સૂર્યનો પ્રકાશ નહીં મળે. માટે ભૂલ્યો તો ભટક્યો. આ ચેતવણી પરમકૃપાળુની ON} કપાથી તથા પરમાર્થ પ્રેમી ભાઈઓનાં સત્સંગથી સમજાય છે, પણ તે અમલમાં મૂકાય ત્યારે ખરૂં, કેમકે શક્તિ
બહારની વાત છે. ઉપાધિમાં પણ શાંતિ રહેવી મારા જેવાને માટે કઠણ છે. જ્ઞાનીઓની દશા જુદી હોય એટલે K]} ગમે તેટલી ઉપાધિ હોય (બહારથી) પણ તે વેદતાં નથી ને મારા જેવા અજ્ઞાની સુખ દુઃખની કલ્પનાથી પોતાના
આત્માનું અહિત કરે છે. ને પાછો ઘાણીનો બળદ ત્યાં ને ત્યાં ફર્યા કરે છે. તે ફેરા ઓછા કરવા માટે આપ જેવા તથા પૂજ્ય ભાઈશ્રી અમૃતભાઇ જેવાનો સત્સંગનો સાથ મળે તો જ થાય છે. તો આ વખત ભાઈ અમૃતભાઈ તથા આપ સહુ ભાઇઓ-બેનોને લઇ વવાણિયે પધારવા વિનંતી છે. તો મારા જેવા અનેક જીવોને લાભ મળશે. હું દિવાળી પછી વવાણિયે જવા નીકળીશ..
લિ. તમારી ભગિનીના નમસ્કાર.
પત્ર-૪
તા. ૬-૯-૫૬ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરૂદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો ! પરમ પૂજ્ય વડીલો, ભાઈઓ, બેનો તથા બાળકો આદિ સર્વ મુમુક્ષુ મંડલ પ્રત્યે.
ઉત્સાહ સહિત લખવાનું કે આપણા મહાન મંગલ પર્વ પજુસણ શરૂ થયાં છે ને તેમાં આપણે સૌ ઘણાજ ઉલ્લાસ ને આનંદથી લ્હાવો લઈ રહ્યાં છીએ ને આ મંગળ દિવસોમાં આત્મ મંગળ કરવાની ઉચ્ચ ભાવનાએ સૌ પોતપોતાની શક્તિ અનુસાર જ્ઞાન ધ્યાનમાં વૃદ્ધિ કરવા ઉત્સાહી બની રહ્યાં છીએ ને તે જ આ મંગળ દિવસની ઉત્તમતા છે.
શ્રી પુરુષોએ આઠ દિવસ મહાન પર્વ તરીકે મૂકેલા છે, તે જીવોને ઘણી જ ઉચ્ચ ભાવના પ્રત્યે લઈ જાય છે. કોઈ કાંઇ ન કરતું હોય તેને પણ કાંઇ કરવાની ઉચ્ચ ભાવના રહે. જ્ઞાની પ્રભુને શરણે પરિભ્રમણ ઓછું થાય જે અનુભવ સહિત જ્ઞાની પુરુષે બોધ દીધેલો હોય ને પાત્ર જીવ તે બોધને ઝીલીને ગ્રહણ કરીને તેના વચન પર પૂર્ણ શ્રદ્ધા રાખીને શાશ્વત સુખને મેળવી શકે. આ બધું વિચારતાં આપણને તો આ અવસર પુણ્યને યોગે મળ્યો છે. અનાદિકાળથી પરિભ્રમણ કરતો જીવ આવ્યો છે ને મહા પુણ્ય સત્પષનો જોગ મળી ગયો છે ને તે સત્પરુષના વચનના મર્મના ભેદો પણ સમજાવનાર મળેલ છે તો આવેલો અવસર ન ભૂલીએ તો જ આપણી સફળતા છે.
પ્રભુએ ખંભાતવાસી જીવો ઉપર વિશેષ કરૂણા કરી છે એટલે વચનામૃતના કિરણો ત્યાં વધારે પડેલ છે તેથી તે કિરણના પ્રકાશે ખંભાતવાસી મુમુક્ષુ અતિ ઉજમાળ બની રહ્યા છે તેને ધન્ય છે..પ્રભુના વચનોનો રોમ રોમ પ્રભાવ રહે તો જ સફળતા છે. વિશેષમાં લખવાનું કે સંવત્સરી પ્રતિક્રમણ કરતાં પહેલાં આપ સૌ પાસે મન, વચન, કાયાએ કોઇ વાર પણ અવિનય, અપરાધ થયો હોય તો શુદ્ધ ભાવથી ક્ષમા માંગું છું, ફરી તે દોષ ન થાય તે પ્રભુ મને શક્તિ આપો.
લી. આપની બેનના નમસ્કાર.
શ્રી પરમકૃપાળુ દેવ સં. ૧૯૪૯ માં ‘શ્રી રાજછાયા'માં બાપુજી શેઠને ત્યાં પધારેલા ત્યારે બાપુજી શેઠની ઉંમર ૧૦ વર્ષની હતી.
૩૧૧
૩૧૧