________________
સત્સંગ-સંજીવની
લક્ષ્મીને શુદ્ધભાવથી અંતરમાં સ્થાપી તેની પૂજા કરી તેની વૃદ્ધિ કરીને બેસતા વર્ષના મંગળ સુપ્રભાતે જ્યારે જગતમાં આ પ્રાર્થના થાય છે કે વ્યવહારિક રીતે, અમારૂં આ વર્ષ મંગળકારી, સુખકારી નિવડો. આ ભાવથી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. પણ જેને સંસારીક બંધનથી છૂટવું છે તેને બેસતા વર્ષના મંગળ સુપ્રભાતે પ્રભુ પાસે પ્રાર્થના કરીને માંગવાનું છે કે હે પ્રભુ ! તારા વચન, તારા જ્ઞાન તેને સમજીને તેં જે જ્ઞાનરૂપી ધન મૂક્યું – આપ્યું છે તેને કેમ સાચવવું ? તે ભાઇ અમૃતભાઇ પાસેથી રીત જાણીને તે ધનને સંભાળી સાચવીને દિનપ્રતિદિન તેમાં વૃદ્ધિ કરીને અમારા આત્માને મંગળકારી, આનંદકારી, કલ્યાણકારી, સુખકારી બનાવીએ ને સમ્યકત્વરૂપી રત્નને મેળવીને અમારો આ ભવ સુમંગલ બને ને અનંતાભવનું સાટૂ વાળીએ, આ અમારી બેસતા વર્ષના મંગળ સુપ્રભાતે પ્રાર્થના છે. હે નાથ ! હે પ્રભુ ! એ શક્તિ મેળવવા અમને તારી કૃપા હો, કૃપા હો !
હે પ્રભુ ! જરૂર તારી કૃપા ઉતરે તેમાં સંશય નથી પણ અમે સ્વાર્થપરાયણ ન બનીએ તે તારી આજ્ઞા એ જ સર્વસ્વ છે એમ માની તારા ચરણમાં શીર ઝુકાવશું તો જરૂર તારી કૃપા ઉતરશે એ અમને ખાત્રી છે કે તું અમને સુમંગળ બનાવીશ. પ્રભુ, તમારા વચનોરૂપી ચાવીથી અમારૂં મિથ્યાત્વરૂપી અંધારૂં દૂર કરીને આ જ ભવમાં અમને સમ્યરૂપી દીવો પ્રકાશ કરવાની શક્તિ મળે ને અમો ભવ સમુદ્રથી બહાર નીકળીને આવેલો જન્મ સફળ કરીએ એ પ્રાર્થના છે.
લી. તમારી બેનના નમસ્કાર.
*
પત્ર-૩
રાજકોટ, તા. ૩૧-૬-૫૬
અનન્ય શરણના આપનાર શ્રી પરમ પ્રભુને નમસ્કાર હો ! નમસ્કાર. પરમ પૂજ્ય પરમ પ્રેમી પ્રભુ પૂજ્ય બાપુભાઈની સેવામાં :
વિશેષ લખવાનું કે આપનો પત્ર આગળ એક મળેલો. વાંચી પરમ આનંદ થાય છે. આપનો પરમ ઉપકાર છે. જો વિચાર કરૂં છું કે આપનાં પૂર્વના સંસ્કારે આપને પરમકૃપાળુ પ્રભુ મલ્યા ને આપને દૃઢ શ્રદ્ધા થઇ ને આપે સર્વે ભાવ અર્પણ કરીને અત્યારે આવા કાળમાં પ્રભુ-પ્રભુ રૂંવે રૂંવે વર્તે છે. ને તે લાભ પ્રભુના વચનનો બીજા જીવો લહે તેનાં પ્રયાસ કરી રહ્યાં છો ને ભાઈ ભોગીભાઈ આદિ ભાઈઓ આપની આજ્ઞા અનુસાર આપના ભાવોને સહાયતા આપે છે ને તેથી અત્યારે ઘણા જીવો ઉત્સાહપૂર્વક લાભ લીયે છે ને મારાં જેવાને પણ ઘણો જ લાભ મળે છે ને એમ પણ વિચાર થાય છે કે આપ ન મલ્યા હત તો મારા જેવાને પ્રભુ પ્રત્યે ભાવો ટકવા કઠણ હતાં. આ આપનો સાથ એ કાંઇક પ્રભુ કૃપા હશે !...વિશેષ ઉંડાણથી વિચારીએ કે પરમ કૃપાળુ પ્રભુએ ત્યાં આવી અમીના છાંટા નાંખ્યા તેથી ત્યાં દૃઢ શ્રદ્ધાળુ મુમુક્ષુઓ દૃઢ ભક્તિ રાખી સત્ય પંથે વિચરવા લાગ્યા.
હાલમાં આ શરીરે શિથિલતા રહે છે ને આંખે પણ મોતિયો આવે છે એટલે લાંબુ લખવાનું દિવસે દિવસે ઓછું બને. આ બધી નિશાની ચેતવણી આપે છે કે હવે અંધારામાં ક્યાં સુધી રહીશ ? ઘણી રાતો અંધારામાં વ્યતીત કરીને ભવભ્રમણ કરતાં કરતાં કોઇ મહાપુણ્યને યોગે સદ્ગુરૂરૂપી સૂર્યનો પ્રકાશ જોયો ને તે કિરણો ચારે કોર પ્રકાશ આપે છે ને તે સૂચવે છે કે હવે જાગ, જાગ. જો જાગીશ તો અવસર અત્યારે એવો છે કે તારૂં કામ થઇ જાય. જે અનંતા ભવે નથી થયું તે થઇ જાશે ને જો તે પ્રકાશનો લાભ ભૂલ્યો તો પાછું અંધારામાં લથડીયાં
૩૧૦