________________
SMS SSS સત્સંગ-સંજીવની
)
છે. જેમના હૃદયમાં ભગવાનનું સ્થાપન કરી પછી તેમની વાણી બહાર નીકળી છે તે વાણી પરમ વીતરાગ પ્રભુની છે.
- હવે આ દેહે કરી કોઈ અંશે તે પરમ પ્રભુનું ઓળખાણ થાય તે એવું કે જેમ શ્રી જૂઠાભાઇ, શ્રી સોભાગભાઇ, ભાઇશ્રી પોપટલાલભાઇ આદિના હૃદયમાં પ્રભુ બિરાજતા હતા, અથવા તે પ્રભુના સ્મરણમાં રાત દિવસ ચિત્ત રહે તેવું ઓળખાણ થાય તો આ દેહ છોડી ગમે ત્યાં જઇશું તો તે પરમ પ્રભુ નહીં વિસરાય.
કલ્યાણનો મુખ્ય માર્ગ હોય તો તે એક જ છે. કોઇ રીતે પુરુષને ઓળખી તેમાં સર્વ ભાવ અર્પણ કરવો તે જ સંસારનું વિસ્મરણનું કારણ છે અને તેથી ભવમુક્તિનું કરાણ છે.
- સત્યરષ પ્રત્યે એક વૃત્તિ રહેવી પરમ દુર્લભ છે, તેમાં વર્તમાન કાળમાં તો પરમ દુર્લભ છે. જ્યાં જોઇએ ત્યાં પરમકૃપાળુ દેવના નામે જ, તેમનાં જ વચનોથી, તેમની ભક્તિથી, તેમની જ વાતોથી પોતાનું મહત્વ વેદે અને તે જીવને સમજવું બહુ દુર્લભ છે અને જ્યાં પોતામાં ગુરૂપણું વેદાય ત્યાં જ્ઞાનીનું એક પણ વચન પરિણમવું બહુ દુર્લભ છે.
કોઇ પરમકૃપાળુના યોગબળે ભાઇ અમૃતભાઇનો સંગ મળ્યો છે. જે રાત દિવસ તેના હૃદયમાં પરમકૃપાળુના જ્ઞાનનું અને તેમની વીતરાગતા તરફ વૃત્તિ રહી બીજાને પણ તે પરમ પ્રભુ તરફ પ્રેરે છે. અને તે પ્રભુનું મહત્વ – મહાત્ય કોઇ અંશે પ્રેરે છે. તેવો જોગ વર્તમાનમાં મળવો બહુ ઓછો દેખાય છે.
જે પુરુષને કોઇ અંશે પરમકૃપાળુદેવના જ્ઞાનનું મહત્વ સમજાય છે તેને પોતામાં લઘુત્વ ભાવ અને દોષ જોવા ભણી વૃત્તિ રહે છે. જેનાં બોધથી, વાણીથી, આપણને પરમ કૃપાળુદેવની વીતરાગતા ને તેમનું મહત્વ સમજાય તે તરફ આપણી વૃત્તિને પ્રેરે તે સત્સંગ ઇચ્છવા યોગ્ય છે.
પ્રભુ પાસે જ પ્રાર્થના કરવા જોગ છે કે તારું ચિંતવન, મનન, તારાં વચનામૃતનું મને સ્મરણ હો ! તે સિવાય આ જગતમાં બીજું કોઇ મને શરણરૂપ નથી. એના સિવાય આ સંસારમાંથી કોઇ રીતે બીજો બચવાનો ઉપાય નથી. પત્ર વાંચી વિસ્મરણ કરશો. તમારો પ્રભુ પ્રત્યે ભક્તિ ભાવ છે તેને લઇને સેજે લખાયું છે. - આજે તો પરમકૃપાળુદેવની વાત કોને કરવી એ બધું વિચારવા જેવું છે. પરમકૃપાળુદેવને જે કહેવું છે તે પોતાને સમજવું પણ અતિ અતિ દુર્લભ છે. કરોડોમાં કોઈક જીવ તે વચનને પાત્ર છે. બાકી સમજવું ઘણું વિક્ટ છે. ટૂંકાણમાં આખા વચનામૃતનો સાર - આ દેહે કરી કોઇ રીતે પરમકૃપાળુદેવને ઓળખો. જેટલે અંશે તે પ્રભુની વીતરાગતા ઓળખાશે તેટલી કર્મની નિર્જરાનું કારણ છે.
એજ. લિ. બાળ સેવક બાપુભાઈના નમસ્કાર.
અદ્ભુત ! અદ્ભુત ! અદ્ભુત ! પરમ અચિંત્ય એવું કે હરિ, તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું ? હું જે તારો અનંત બ્રહ્માંડમાંનો એક અંશ તે તને શું જાણે ? સર્વ સત્તાત્મકજ્ઞાન જેના મધ્યમાં છે એવા હે હરિ, તને ઈચ્છું છું, ઈચ્છું છું. તારી કૃપાને ઈચ્છું છું તને ફરી ફરી હે હરિ, ઈચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, તું અનુગ્રહ કર ! અનુગ્રહ !!
- શ્રીમદ્ રાજચંદ્ર
૩૧૩