________________
REFERE) સત્સંગ-સંજીવની GPSC Rછે.)
પરમ પૂજ્ય શ્રી જવલબાની કૃપા પ્રસાદી
પત્ર-૧
વવાણિયા, તા. ૨૧-૧૨-૧૩ અનન્ય શરણના આપનાર પરમ પ્રભુને વંદન હો, વંદન હો !!! પરમ ઉપકારી પરમ પૂજ્ય બાપુભાઈની સેવામાં,
ડી આપનો પત્ર પરેમકૃપાળુદેવની અનન્ય શ્રદ્ધા ભરેલો મળેલો ને ત્યાર પછી એક પૂજ્ય બ્રહ્મચારીજીનો દેહ છૂટવા સંબંધનો મળેલો તે વાંચી ખૂબ વિચારી પોતાનું કાર્ય ત્વરાથી કરી લેવું એ જ શ્રેયસ્કર ભાસે છે. છતાં જીવ અનાદિકાળના અભ્યાસે પોતાનું શું કર્તવ્ય છે તે ભૂલીને સંસારમાં જાવા નાંખી પોતાનું ભૂંડું કર્યામાં બાકી રાખતો નથી. હજુ તો આપ જેવા તથા ભાઇ અમૃતભાઈ જેવાની ઘણી કરૂણા છે તો કાંઇ પણ તે પ્રભુનાં વા સમજાવી આ અનિત્ય સંસારનું સ્વરૂપ સમજાવી રહ્યા છો તે આ પામરને અનંતો ઉપકાર છે.
- પરમ પૂજ્ય બ્રહ્મચારીજીની શાંત મુદ્રા તથા સરળતા, તેમજ ક્ષમાશીલ સ્વભાવ, ગમે તેવા સંક્ટોમાં પણ પરમ પ્રભુની શ્રદ્ધા તે આપણને ઉપદેશ છે કે જો, આમ કરશો તો જરૂર સમાધિ મરણ થશે એ વિચારે મારા જેવા અજ્ઞાનીએ ખૂબ પ્રભુના વચનો ઉપર શ્રદ્ધા રાખીને આપના સિંચનથી પોતાનું કરી લેવા જેવું છે. નહીંતર. પરિભ્રમણ છે ને સગા સ્નેહી સૌની સાથે પૂર્વે સારા નરસા ભાવો બાંધ્યા છે તે પરિભ્રમણના હેતુ છે ને નવા બાંધીને સંસારમાં રઝળવાનું છે.
આપના પત્ર વાટે સત્સંગથી શાંતિ રાખી પ્રભુસ્મરણ કરી નવા ન બંધાય તે પ્રભુ શક્તિ આપે.
બીજું લખવાનું કે પૂજ્ય અંબાલાલભાઈનો ને કૃપાળુદેવનો જે ચિત્રપટ છે ત્રાંબાના પત્રામાં ફાનસ લઇને અંબાલાલભાઇ ઊભા છે કૃપાળુદેવ લખે છે તે ફોટો મારી પાસે હજુ નથી તો આપને વિનંતિ છે કે ભોગીભાઈને કહેશો કે તે ફોટામાંથી ફોટો લેવરાવીને મોકલે. મારે ખાસ જરૂર છે તો જરૂર મોકલવા વિનંતિ છે. બેન મણીબેનને સારૂં હશે.
લી. આપની બેનના વંદના
પત્ર-૨
માટુંગા, તા. ૧૧-૧-૫૫, ધન તેરસ અનન્ય શરણના આપનાર શ્રી પરમકૃપાળુ ભગવાનને નમસ્કાર હો ! નમસ્કાર હો !! - પૂજ્ય વડીલો, ભાઈઓ, બેનો તથા વ્હાલા બાળકો
આજે ધનતેરસ છે. ધનતેરસના દિવસે હંમેશા લક્ષ્મી પૂજન કરીએ છીએ તે લક્ષ્મી મળે માટે. ઓછી હોય તો વધારે થાય અને ન હોય તો મળે આ ભાવનાથી પૂજા કરીએ છીએ તેથી સંસારીક ભાવ વધે ને તે ભાવ વધવાથી આત્મચિંતવન ચૂકી જવાય છે. માટે આપણે તો સર્વેએ જો તે બંધનો સંસારના ટાળવા છે તો ધનતેરસે જ્ઞાનરૂપી
૩૦૯