________________
O GEETS સત્સંગ-સંજીવની GRESER) (ર
બહુ ભૂલ્યો, મેં તમારો બોધ ગ્રહણ કર્યો નહીં. આપની આજ્ઞા મેં પાળી નહીં. હું અત્યંત પાપી છું, અજ્ઞાન છું, મૂઢ છું, અવિવેકી છું. અહો ! હું હવે એ પાપથી ક્યારે છૂટીશ ? હવે મને આપ વિના ઉપકાર કોણ કરશે ? આપનો સમાગમ થતાં હું કાંઇ પણ ચેત્યો નહીં. અહો મને હવે આપ વિના આ દુઃખમાંથી કોણ છોડાવશે ? અહો, હું અત્યંત કર્મનો બાંધનાર છું. એ આપ વિના કોણ એમાંથી મને મુક્ત કરશે ? દ: બાપુ. બાપુજી શેઠ)
પૂજ્ય શ્રી અંબાલાલભાઇની છેવટની દશાનું ચિત્ર પ્રથમ ચૈત્ર વદ ૭ ને શુક્રવાર રાતના આશરે નવ વાગ્યાના સુમારે હું (મોહનલાલ મગનલાલ) ત્યાં ગયો હતો. તે વખતે પરમ પૂજ્ય ભાઈશ્રી અંબાલાલ બેઠા હતા. શનિવારે દિવસના અગિયાર વાગતા સુધી તાવની હેજસાજ શરૂઆત હતી. તે પછી શનિવારે કેશવલાલ કે જે તેમને ત્યાં મુનીમ છે, તેમની સાથે કહેવરાવ્યું જે મને તાવ આવ્યો છે માટે આવી જજો. તે ઉપરથી હું શનિવારના દોઢ વાગ્યાના સુમારે જીરાળાપાડે ભાઈશ્રીના મકાને ગયો હતો. તાવમાં તેઓ પાટ ઉપર સૂતા હતા. તે દિવસે હું ચાર વાગ્યાની ટ્રેનમાં મુંબઈ જવાનો હતો, તે વિચાર બંધ રાખ્યો, ને ભાઈશ્રીએ પણ કહ્યું કે મુંબઈ જઇશ નહીં.
તે પછી પિતાશ્રીને બોલાવવા માણસ મોલ્યું. તે વખતે તેમની શ્રદ્ધા પરમકૃપાળુદેવના ગુણગ્રામમાં તથા વિચારભક્તિમાં હતી. ત્યાર પછી ચાર વાગ્યના સુમારે પિતાશ્રી મગનલાલભાઇ પધાર્યા અને પિતાશ્રીએ તથા મેં કહ્યું કે ‘‘સુતારવાડે તમે ચાલો'. તે વખતે પોતાના ઘર ઉપરનો મમત્વભાવ ત્યજી આવવાને માટે હા કહી, અને તે વખતે અખંડ આત્મામાં લીન, ભક્તિમાં સંપૂર્ણ રીતે મગ્ન હતા અને બીજા અમો વાતચીત કરતા હતા પણ તેઓશ્રી તે ઉપર બીલકુલ ધ્યાન આપતા નહીં.
તે પછી સુમારે પાંચ વાગ્યાના અરસામાં ભાઈ ત્રિભોવનભાઈ જેઓ કે તેઓના સત્સંગી ભાઈ હતા, તેઓ પધાર્યા. ભાઈશ્રીના પગે હાથ લગાડયા, જે ઉપરથી ભાઈશ્રીએ કહ્યું કે આ દેવું હું ક્યારે ચૂકવીશ ? એમ કહી પોતે ઊઠીને જે સેવા બજાવતા હતા તે બંધ કરાવી. ત્યાર પછી ત્રિભોવનભાઈએ “ભાઈ પરમભક્તિ વિષે છે” એમ અમોને કહ્યું.
ત્યાર પછી હું ઘોડાગાડી લાવવાની રજા લેવા આવ્યો ત્યારે ભાઇશ્રીએ કહ્યું કે જમીને જા, પછી હું જમીને ઘોડાગાડી લાવ્યો. ભાઈશ્રી તે વખતે હિંચકા પર બેઠા હતા. મેં કહ્યું કે જઇએ છીએ. પછી પોતાની મેળે ઊઠીને પાટ ઉપર બેઠા અને પરમકૃપાળુદેવનું સ્મરણ કરીને ઘરની બહાર નીકળ્યા અને ગાડી પાસે ગયા. પછી ભાઈશ્રીને કહ્યું કે ‘ગાડીમાં બેસો’ તો મને બેસવાનું કહ્યું પછી પોતે પોતાની મેળે બેઠા અને ગાડી ચલાવવા મેં ગાડીવાળાને કહ્યું, એટલે ગાડીવાળાએ ગાડી હાંકી, પણ તે વખતે દેરાસરમાં કામ કરનાર મજુર ઘણાં જ ઊભા હતા તેથી ભાઈશ્રી બોલ્યા કે ગાડી સાચવીને હાંકજો, ઘણાં માણસો ઊભા છે, તેમાં કોઇને ધક્કો વાગે નહીં. પછી ગાડી પોળ બહાર થઇને બજારમાં આવી. તે વખતે ભાઈશ્રી બોલ્યા કે આ સ્ટેજ તાવ હવે રહ્યો છે ને બીજું કાંઇ દુ:ખ નથી, એમ કહી મને ધીરજ આપી. જો ધીરજ નહીં આપું તો કાંઇ ક્લેશ સગાં કુટુંબ કરશે તે ધારી મને વધારે ધીરજ આપવા માંડી.
પછી સુતારવાડાની ખડકીમાં આવ્યા. મારા પિતાશ્રી અહીં ઊભા હતા. પિતાજીએ કહ્યું કે હાથ ઝાલું, ઉતરો. ત્યારે જવાબ આપ્યો કે ના, હું ઉતરીશ, એમ કહી પોતાને હાથે ગાડીમાંથી ઉતરી દુકાનમાં બેઠા. તે વખતે નાજરસાહેબ, બકોરદાસ તથા નગીનદાસ ને એક સરકારી મોદીખાનામાં દરોગા સાહેબ છે તે, ભાઈશ્રીને તાવ
૩૦૪