________________
GSSSB સત્સંગ-સંજીવની હSSA SSA SA) ()
I
બધી મૂર્ખતા ! ધિક્કાર છે તુજને, નામનો બોળવાવાળો દુષ્ટ, પાપિષ્ટ, મૂઢ, સર્વ જગતને નિંદવા યોગ્ય એવો શત કોટિવાર તુને ધિક્કાર છે. આટલું આટલું થતાં તુને શાન ન આવી માટે હવે જાગૃત થયો ત્યારથી પ્રભાત એમ ગણી પવિત્ર પુરૂષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક ગ્રહીને નિયમ પ્રમાણે પ્રવર્તન કર. એમ વારંવાર વિચાર કરવાથી અંદર એવો સવાલ ઉઠશે કે આ બધું શું છે ? ત્યાગું છું, મૂકું છું. આ મારે ન જોઈએ એમ અનેક સવાલ ઊઠશે તે ધ્યાનમાં રાખવા. આ ઉપર લખેલા ટુંક વિચાર છે પણ પોતાની બુદ્ધિ વડે તેનો વિશેષ વિચાર કરવો. અને તે વેળા ચળવિચળ દેહ ન થવા દેવો જોઈએ. અને મનનો નિગ્રહ કરવો જોઈએ. એટલું થશે તો એમાં જ સર્વ છે, પામી શકશો. પાત્ર જોઈને કામ કરવું ધ્યાનમાં રાખજો. વારંવાર ઉપર પ્રમાણે સંસારનું અસારપણું ઉદાસીન ભાવે ચિંતવજો. જુઓ, જગતને સારું દેખાડવા અનંતકાળ પર્યટન કર્યું પણ તેમાં આત્માનું કાંઈ હિત થયું જણાયું નહી. માટે હવે તો સહુરૂષને દેખાડવા યત્ન લેઈશું તો ખચિત આપણું સ્વસ્થાનક મોક્ષપુરી તે પ્રત્યે પામીશું એ નિઃસંદેહ છે. પણ તે પામવા અગાઉ તેના લેણદાર હરકત કરશે જ, ને તે માગનારાને પૂરેપૂરો હિસાબ ચૂકતે આપીશું એટલે અબંધ પરિણામે ભોગવીશું તો ફરી તેઓ લેવા આવશે નહીં. ને તે લેવા આવનારને માટે કાંઈ પણ ન કહેતાં સમભાવે ભોગવી લેશું. તે ભોગવતાં વિચાર કરવો કે જો, આત્મા ! તેં પૂર્વે એવાં કર્મ કર્યા હશે તો તે ભોગવવાં જ પડશે. તે ભોગવ્યા વિના છૂટકો થવાનો નથી માટે વિચાર. જેવા આ ભોગવવા પડે છે તેવા હવે જો ન બાંધીશ તો નહીં ભોગવવાં પડે. માટે આવે તેને ભોગવી લે. અને તે ભોગવતાં જો ખેદ થતો હોય અથવા દુ:ખ લાગતું હોય તો તેનાં કારણ તું જાણી લે. જીવને દુઃખ થતાં હર્ષ કે શોક કરવો નહીં એજ ઉત્તમ આત્માનું લક્ષણ કહેવાય. તો તે પ્રમાણે વર્ત અને ઉલટો આત્માને નિંદો કે હે પાપિષ્ટ ? પૂર્વે જેવાં તે કર્યો એવા ઉદય આવ્યાં છે તો તું નહિ ભોગવે તો કોણ ભોગવશે ! માટે હવે નવાં ન બંધાય એ વિષે સાવધાન રહે એમ વારંવાર વિચાર કરજે.
જેનાથી એક પળ પણ જીવવાની આશા નહોતી તે તેના વિના જીવાયું જેના માટે કોઈપણ દિવસ તારૂં મોટું ન જોઉં તને ન બોલાવું તેને જ ઘરે આજે પુત્ર, પુત્રી, દાસ-દાસીપણે ઉત્પન્ન થયો છે. આશ્ચર્યની વાત છે. વિચારતાં વૈરાગ્યને આપે છે. જેને હાલ આપણે મિત્રપણે સગપણપણે માનીયે છીએ તેજ મિત્રે પૂર્વે અનંતવાર આપણા માથા કાપ્યા, આપણા શરીર છેદ્યાં તેનો જ પાછો સ્નેહ એ કેવી આશ્ચર્યકારક વાત છે. જે જીવે આપણી ચરર કરતી ચામડી ઉતારી ધુંસલ મુસથી કડકા કર્યા તેનાજ ઘરે પુત્રપણે અથવા હરકોઈ સગપણપણે ઉપજવું થયું એ પણ મહાવૈરાગ્યને આપે છે. જે સ્ત્રીને મા રૂપે કરી તેની સાથે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ જે આપણો અનંતી વાર પતિ થયો તેને આજે પિતારૂપે, પુત્રરૂપે મોહિની લાવીયે છીએ આ બધો વિચાર હૃદયમાં ચિતરાઈ રહેતાં મહાવૈરાગ્યરૂપ થઈ પડે છે. આ ઉપરથી એમ તો સિદ્ધ છે કે સંસારમાં કોઈ કોઈનું સગું નથી, વહાલું નથી. કોઈનો સંબંધ નથી. કોની મા, કોનો તાત, કોના ભાઈ, કોની બહેન, કોની સ્ત્રી, આમ સઘળું બારીક નજરથી જોતાં કોઈ કોઈનું લાગતું નથી. એમ નક્કી માલુમ પડે છે. છતાં તેને જ મોહિનીરૂપે માની લે છે અને તેનાથી કેટલું દુઃખ સહન કરે છે. કેવી હાય વરાળ કરે છે ને દિલગીરી બતાવે છે, તે તેને જ પૂછો. અતિ સ્વાદિષ્ટ ભોજન જમવાથી રસાદિક પકવાન ખાવાથી, અને તેમાંજ લુબ્ધ થવાથી આ આત્માએ નર્ક(નરક)-તિર્યંચના કેવાં કેવાં દુ:ખ સહન કર્યા છે. તેનો વિચાર આત્માને કહીને કરો તો ખરા-તુરત બતલાવશે. વારૂં તે સ્વાદિષ્ટ ભોજને આજે મળે છે પણ પૂર્વે અનંતિફેરા ભિક્ષુના ભવે (ભિખારીના ભવે) રોગીના ભવે, લુખી જારના સાંસા હતા, ચોપડી રોટલી પણ મળવી મુશ્કેલ હતી. તેની સાથે વાટકો છાશ તો આપેજ કોણ ? તે વેળાની સ્થિતિ કેવી દુ:ખદ આ આત્માને હતી. ત્યારે તેવા ભોજન ભોગવવાવાળો કોણ ? તે પણ આત્માને પૂછી જોવું ને વધારે સ્વાદિષ્ટ ઉપર ઈચ્છા રહેતી હોય તો તેનું કારણ પણ તેને (જીવને) જણાવી દેવું આવી કાયા તે નરક ગતિમાં સુધાની ઈચ્છાએ
૨૨૩