________________
@
ER SR S સત્સંગ-સંજીવની SSAS SSA) ()
પરમાધામીએ સેંકડો કડકા કરી તે આજ આવા જ પુદ્ગલના મોમાં ઘાલી હતી. તે વખતે પણ કીયો આત્મા હતો ? તે વિચાર કરતાં વૈરાગ્યનું કારણ થાય છે. આ લુગડાં, આ ઘરેણા, આ રાચ-રચીલાં, આ પેટી ઈત્યાદિકને માટે હાલ તને એમ થાય છે કે ફલાણા વિના નહિંજ ચાલે પણ તે પહેલાં તિર્યંચના ભવમાં હતો તે વેળા ફાટલું પગ લુંછવાનું લંગડું સરખું પણ તને નહીં મળતું અથવા તો ટાઢથી ધ્રુજતો કોઈના ઘરમાં પેસતો પણ તે તને હાડ હાડ કરીને કાઢી મૂકતાં તે વખતે પણ તું જ હતો. ત્યારે હવે વિચાર કર તને શી ચીજની ઈચ્છા છે ? જો ઘરેણાંની ઈચ્છા હોય તો તે પણ પૂર્વે એવા કોટિ ધ્વજાદિકના ઘરે અવતર્યો હતો તે લક્ષ્મીએ અને ઘરેણે કરીને તારું શરીર માત્ર પણ ન દેખાય પણ તે વેળા અનેક રોગ જ્વરાદિક, ખસ-ગડગુમડ ઈત્યાદિક મહા વિટંબનાના દુ:ખમાં પોકારી પોકારીને રડતો હતો તે વેળા પણ હે આત્મા ? તુંજ હતો. માટે આ વખતે તું આ ખોટી જંજાળમાં કેમ મોહી રહ્યો છે, વિચાર તો કર. પૂર્વે શેર અન્નપણ નહોતું મળતું અને ફાટેલ ગોદડીનું પણ ઠેકાણું નહોતું તે આજે હે આત્મા ! તને સારું સારું ખાવાનું અને રેશમી તળાઈ ઉપર આરૂઢ થતાં સુખ માને છે પણ જે વેળા નર્કની વેદનામાં જઈને પડીશ તે વેળા રડી રડીને પણ છૂટકો થવાનો નથી. માટે હે આત્મા ! તારી ભૂલ થઈ તે થઈ હવે વિચારીને ચાલે તો તને સુમતિ નામની સ્ત્રી મળશે.
અનંતકાળ કુમતિને વશ પડ્યાથી સુખની ઈચ્છા બહુ રાખીને સુખ મેળવવા મહેનત તો બહુ લીધી પણ તે કુભાર્યા સ્ત્રીના પગલાંથી તું દુ:ખીયો જ રહ્યો. માટે હવે સુમતિ સ્ત્રીની સાથે લગ્ન કરે જેથી તારૂં જે ઘર મોક્ષ ત્યાં પહોંચાડે અને તેમાં સદાકાળ નિમગ્ન રહે એવો વિચાર હૃદયમાં નક્કી ઠરાવીને તે પામવાનો ઘટતો માર્ગ લે. તે લેવાથી જ તે મળી જશે. અંતર દૃષ્ટિમાં પ્રવેશ કરી થએલા દુઃખોનો મનથી વિચાર કરવો કે અહો, આત્મા ! તું નિગોદમાં ગયો, ત્યાં કેવું દુઃખ હતું? - તે સ્મૃતિમાં ન હોય તો તેની સ્મૃતિ વધારે થવા નીચે લખું છું. આંખ ઉઘાડી મીંચીયે એટલામાં અસંખ્યાતા સમય થઈ જાય. યુગલીયાના સૂક્ષ્મવાળના ખંડોખંડ કરીયે, ચાર ગાઉનો ઊંડો, પહોળો અને લાંબો એવા કુવામાં સંપૂર્ણ ઠાંસીને યુગલીયાના સૂક્ષ્મવાળના ખંડો (કકડા) ભરીયા, જરાયે જગા (જગ્યા) રહે નહીં તેમ તેના ઉપર થઈ ચક્રવર્તીની સેના જાય તો પણ જરા ખાડો પડે નહીં, અગ્નિ પ્રવેશ કરી શકે નહિં, પાણીથી પલળે પણ નહિ એવો કુવો (ખાડો) હોય તેમાંથી એકવાળાઝ (વાળનો અગ્રભાગ) સો વર્ષે કાઢે, એમ કરતાં કરતાં ઘણાકાળે એ કુવો ખાલી થાય, ઘણા વરસ પણ થાય તેને એક પલ્યોપમ કહે છે. એવા દશ કોડાકોડી કુવા ખાલી થાય ત્યારે એક સાગરોપમ થાય. એવા તેત્રીસ સાગરોપમ આયુષ્યવાળો સાતમી નરકનો ભવ ઉત્કૃષ્ટ આયુષ્ય એક જીવ (આપણો જીવ) મહા વેદનીય ભોગવી આવે. એવા તેત્રીસ સાગરોપમના જેટલા સમય થાય તેટલા સાતમી નરકના ભવ કરે અને જેટલું દુ:ખ થાય તેટલું દુ:ખ એક સમયમાં નિગોદના જીવ ભોગવે છે એવું દુ:ખ અનેકવાર સહન કર્યું છે. છતાં પાછો પુદ્ગલની લાલચે વારંવાર ભૂલી જાય છે. એ હવે ન ભૂલવું એ વિવેકીનું કૃત્ય છે.
- હવે એ નિગોદના દુઃખનો અનુભવ કરવો અહીં. એટલે એવી જ કલ્પના કરવી. મનુષ્ય દેહની સ્મૃતિ તે વખતે વિસરી જવી. અંતરંગમાં એ અનુભવ કરવાથી થરથરાટ છૂટશે, શરીર કંપશે, અને અંતરંગદયા આવશે. એમજ નર્ક, તિર્યંચના દુઃખ છે. મનુષ્યમાં પણ બહુ દુ:ખી દેખાય છે. તત્વદૃષ્ટિથી જોઈએ તો આપણે પણ સુખી નથી. કારણ ક્રોધ, માન, માયા, લોભ ઈત્યાદિકથી દુ:ખ વેદીયે છીએ. હર્ષ અને શોક એ વિચિત્રદુ:ખ છે. અજ્ઞાનથી અને ભૂલથી તે સુખરૂપ ભાસ્યું છે. જ્ઞાનદૃષ્ટિથી તેમ નથી. શાનદૃષ્ટિથી તો જે સિદ્ધનું સુખ તેજ ખરૂં છે અને ત્રિકાળ તે જ સત્ય છે. અને તે જ અખંડ છે. બાકી આ તો ક્ષય થઈ જવાનું ત્યાં હર્ષ શોક, કરીને શું કરવું ? રાગરૂપી શત્રુ પરાભવ કરે છે. તે ન કરે તેને માટે નીચે પ્રમાણે વિચારવું.
૨૨૪