________________
15
સત્સંગ-સંજીવની
અલ્પ આહા૨ ક૨વો, કારણ જેટલું બોલવું, કોઈ આકરા શબ્દો કહે તે જાણવા પણ માનવા નહીં કે તેં કેમ કીધું ? કોઈ કઠોર શબ્દ કહે ત્યાં એવો વિચાર કરવો કે એ અજાણ છે. અજ્ઞાનના આવેશથી એ એમ કહે છે તો આપણે શું એમાં ? શુભ-અશુભ પુદ્ગલોથી વૈરાગ્ય રાખવો. જેમ બને તેમ બંધનથી રહિત થઈ જવાની ઈચ્છા કરવી.
ટૂંકમાં આત્માનો ગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ નિશ્ચય ગુણ છે. જ્ઞાનગુણ એટલે જડચેતનનું જાણવું. જાણીને જડની મમતા મૂકવી. જાણવા રૂપે રહેવું. દર્શન ગુણ એટલે વીતરાગે કહેલા જે પદાર્થ યથાર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવે કરી સત્ય છે એમ વિચારી દૃઢતા કરવી, સંશય ન કરવો. ચારિત્રગુણ એ છે કે અનંતાનુંબંધી ક્રોધ, માન, માયા, લોભ ઈત્યાદીક સોળ કષાય, નવ નોકષાય હાસ્ય, રતિ-અરુતિ, ભય-શોક-દુગંચ્છા, સ્ત્રી-વેદ, પુરૂષવેદ, નપુંસકવેદ, એ પ્રકૃતિ ૨૫ નો ઉપશમ અથવા ક્ષય ને ચારિત્રગુણની મતલબ એ કે એને ત્યાગ કરી સ્થિરવૃત્તિ કરવી. પોતાના ગુણમાં રહેવું એ જ ચારિત્ર ગુણ. જે વખતે ક્રોધ કરવાની મરજી થાય તે વખતે વિચારવું કે અહો આત્મા તું શા માટે ક્રોધ કરે છે ? તું અનાદિકાળ સંસારમાં રખડયો તે ક્રોધથી જ. હવે ન ક૨, સમતા રાખ, એમ ને એમ વિચારપૂર્વક રહેવું એટલે સર્વે સારા વાના થશે. એટલે પરિણામે સિદ્ધિ થશે.
સર્વ જીવને એક જ સમભાવ દૃષ્ટિએ જોવા. પુદ્ગલ ગીતાના દોહરા વાંચતા જવું ને એકેક દોહરાના અર્થ મનન કરી જવાં આત્મા ને પુદ્ગલનું ભિન્ન ભિન્ન જાણપણું કરવું. એમ કરતાં કરતાં સમજણ વધશે ને સમતા વધશે. મનુષ્યનો ભવ બહુ દુર્લભ છે. જે ધર્મ કૃત્ય કર્યું તે ખરૂં. વધારે શું લખવું ? દેહ ને આત્મા જુદા છે. દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. દેહ વિનાશી છે, આત્મા અવિનાશી છે. દેહનો સ્વભાવ સડન-પડન-વિધ્વંસન છે, આત્મા તેથી રહિત છે. આવું પોતાનું મૂળ રૂપ છે. અને તે મૂળરૂપ અવર્ણનીય છે. વચનથી કહેવાય નહીં એવું છે. મહાસુખરૂપ છે. એમ પૂરણ ભિન્નતા કરી મોહથી રહિત થઈ જવું. આવું મૂળરૂપ છે. પણ તે સત્પુરૂષોની કિરપાથી જ અને પોતાની પાત્રતાથી મળી શકે. સરળભાવ આવવો જોઈએ, વિષમભાવ જવો જોઈએ, ત્યારે તે પદ મળે. સત્પુરૂષોની કૃપા દૃષ્ટિથી તમને અમને મળશે. જો પાત્રતા થશે ને તે સત્પુરૂષની ખાત્રી થશે તો કૃપા થશે. એ જ આ લખ્યું છે, તે મારૂં પ્રવર્તન નથી, વર્તવા ઈચ્છા છે, તે પૂર્ણ થાઓ. મારી સ્મૃતિ પ્રમાણે લખ્યું છે. તેમાં કાંઈ ભૂલ હોય તે સુધારી વાંચશો.
જગત મોહમાં ડૂબ્યું છે. ત્યાં શું કરવું ? કાંઈ જ નહીં. તેથી રહિત થઈ જવું. સમ્યક્દશા પામવી બહુ દુર્લભ છે. સત્પુરૂષ કૃપા કરશે, ત્યારે પામીશું. હું યથાર્થ જાણતો નથી. જેમ જાણ્યું છે. તેમ લખ્યું છે. યથાર્થ તો તે પુરૂષ જાણે છે. એમ મને પૂર્ણ ભરૂસો છે. તે સત્ય જ છે. તે પુરૂષ મહાયોગિંદ્ર છે તેનું સ્મરણ ધર્મ ભાવનાથી કરવું એ જ શ્રેય ક૨ના૨ છે. બાકી તમે અમે એક જ પદના ઈચ્છક છીએ. એજ ઈચ્છા પૂર્ણ થાય. એવી માગણી પ્રભુ પારસનાથ પાસે નમ્રતાપૂર્વક કરવી એ જ ધર્મ. એ જ ખરો છે.
હે જીવ ! પોતાના મનને વિચારી, વચનને, કાયાને, દેહને વિકારથી પાછું વાળીને વચન કાયાથી પ્રેમ છોડાવીને અરે જીવ ! નિર્વિકાર શાશ્વતી સંપદાનો ધણી આપણો આત્મા સુખરૂપ છે. બાહ્ય વ્યવહાર કર્મ છાંડવો. જ્યાં તારો અનંત ચતુષ્ટયનો અનુભવ સ્વાદ હોય ત્યાં વ્યવહાર ભલો કેમ લાગે ? તેને કારણે વ્યવહાર છાંડીને આત્મજ્ઞાન, અનંતગુણ મહિમા ભંડાર ત્યાં પ્રવેશ કર.
---|||---
૨૨૫