________________
CREATE) સત્સંગ-સંજીવની GREEK Gર
ધર્મમાર્ગ પ્રવર્તવું હોય તો એમ કહે કે મારે પૂર્વકર્મ બહુ બળવાન છે તેથી કાંઈ થતું નથી. તે જો કે ઠીક છે. પણ જીવ આમ વિચારે કે આજે અધર્મ એવું છું. તેને પૂર્વ કર્મનો દોષ ગણું તે કરતાં ધર્મને ભજું તો કેવું શ્રેય થાય.
ગમડા વિષે લખ્યું તે જાણ્યું, પણ તે કર્મ વિશેષ કાળ ભોગવવાનું જણાય છે. કારણ કે તેને મટાડવા પ્રયત્ન કર્યું ત્યારે તેમાંથી વિશેષ વ્યાધિ - ઉલટી - ઉધરસ વિગેરે થયું. હાલ ઠીક છે. તે કાંઈ ચિંતા કરવી યોગ્ય નથી. પણ એમ છે છતાં આ લેખકથી તેવી ચિંતા ટળતી નથી એ એની વિષમતા છે. શ્રીહરિ પ્રતાપે કોઈક કોઈક વિચાર ઉદ્ભવે છે અને તે વિચાર નિશ્ચળ રહો, અને વૃદ્ધિ પામી દેહથી વિરક્ત ભાવના થઈ જાય તો શ્રેય થાય.
શ્રીહરિ શરણ છે. શ્રીહરિના ચરણમાં કોઈ જીવ આવ્યો તો માયાદેવી જાણે છે કે, જો આ કૃપાળુને સેવશે તો જરૂર આ સંસારમાંથી ચાલ્યો જશે. માટે તેને છેતરવા બહુ બહુ પ્રકારના વિકટ કષ્ટમાં નાંખવા વિવિધ વિધ્રો આડા આવે છે. તે વિધ્રોથી નહીં ડરતા, અને તેમાં મહાત્રાસ જાણી તેવા પ્રસંગમાં ઉદાસ ભાવ ભજી એક નિષ્ઠાએ હરિને આરાધે છે, જેથી માયાદેવી પણ થાકી જાય છે. તેનું રક્ષણ શ્રી હરિ કરે છે. અને શ્રી હરિના પ્રતાપે તે શૂરવીરપણું પણ થાય છે. જે કોઈ શુભ ગુણ થાય તે શ્રીહરિના પ્રતાપે છે. બાકી જીવ શું કરી શકે ? કર્યું હોત તો આવી દશા હોત ? માટે શ્રીહરિ શરણ છે. હે ભાઈ ! હવે શું કરવું ? આ મૂઢ આત્માને શીખામણ આપતા રહેશો. પ્રભુની કોઈ એવી મરજી થાય ને સર્વ જીવ પર મિત્રતા આવે. ભાઈ, અહંકારે હું વર્તે છે. એક શરણ શ્રીહરિ છે. ધન શરણ નથી, પુત્ર શરણ નથી, સ્ત્રી શરણ નથી, માતા શરણ નથી.
એક શરણ શ્રીહરિ છે. અશરણના શરણ શ્રી પરમાત્મા તે જ પ્રેમ ભક્તિએ ઉપાસવા યોગ્ય છે. જેથી નહીં મળેલ શાંતિ મળે છે. તમારા પત્રના ઉત્તરમાં કેટલાક વિચાર લખવા ઈચ્છા હતી. પણ તે હવે પછી. શું થાય છે તે જોઉં છું. પવિત્રાત્મા સુંદરદાસજી કહે છે કે : (દુહો).
જૂઠો ધન જૂઠો ધામ, જૂઠો સુખ, જૂઠો કામ, જૂઠો દેહ, જૂઠો નામ, ધરીકે ભૂલાયો હૈ, જૂઠો તાત, જૂઠો માત, જૂઠો સૂત, દારાબ્રાત, જૂઠો હિત મતિ માની, જૂઠો માન લાયો હૈ, જૂઠો લેણ જૂઠો દેણ, જૂઠો મુખ બોલે જૈન, જૂઠે જૂઠે કરે ફેન, જૂઠા હી કે ધાયો હૈ, જૂઠ હી મેં એ તો ભયો, જૂઠ હી મેં પચી ગયો,
સુંદર કહત શ્યામ, કબહૂ ન આયો હૈ. સુંદરદાસજીએ શા માટે કહ્યું છે? તે વાત સાચી છે કે કેમ ? અને તે વાત સાચી હોય તો ગ્રહણ કરવા યોગ્ય છે કે કેમ ? તે ગ્રાહ્ય ન થવા દેવામાં કોણ કોણ આવરણરૂપ છે. અને તે ટળે એવા છે કે કેમ ? શ્રી સુંદરદાસજીના આ પરમાર્થી બોધનો અર્થ કૃપા કરી લખશો અને બીજો પત્ર આવતા સુધીમાં એટલે તમારો જવાબ આવ્યા પછી બીજા પત્ર આવતા સુધીમાં મહત્ આરંભ પરિગ્રહરૂપ ઉપાધિમાં પડતાં અટકવું અને અસંગપણું બહારથી રહી શ્રીકૃપાળુના પત્રો વાંચવા જેથી તરત જાગ્રત થવાય. એવા સક્શાસ્ત્રનું વાંચન મનન થાય તો સારું છે. એ જ અંરજ. |લિ. બાલ ત્રિભોવનના નમસ્કાર, સર્વ ભાઈને નમસ્કાર. તા. અહંકારરૂપી મહાશત્રુનો નાશ કરનાર એક શ્રી હરિ શરણ છે, શરણ છે.
- ૨૭૪