Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 377
________________ SિSSSS) સત્સંગ-સંજીવની 4) SCHO અનંતવાર થઈ ચૂક્યું છે. કોના ઉપર માતૃભાવ, સ્ત્રીભાવ કે ભાઈભાવ કરું ? એવું વિશેષ વિશેષ દૃઢત્વ કરીને સમયે સમયે વૃત્તિ એ જ ઉપયોગમાં રાખી પ્રભુ સહજાત્મસ્વરૂપ પ્રભુનું ધ્યાન અહોરાત્ર ધ્યાવન કરો તો તમારું આત્મહિત થશે, મને એમ સમજાય છે અને સર્વજ્ઞાની પુરુષોને એમ ભાસ્યું છે અને આ અપાર સંસારથી રહીત થયા છે, થાય છે અને થશે. જ્યારે આત્માને આવું વિચારવું ઉચિત લાગતું ન હોય તો ચારે ગતિનું ફરવાનું એનાથી નિવર્તન થઈ શકવાનો સંભવ થતો નથી. જુઓ, પવિત્ર જ્ઞાની પુરુષનું દર્શન થયું હોય, તેમનો બોધ થયો હોય તે જીવોએ તો આવા પ્રકારથી ન જ વર્તવું જોઈએ. અને કદાપિ વર્તવાનું સહજ, પરની ઈચ્છાએ રહેતું હોય તો નિરાશભાવે તે સર્વેના મનનું એક જ વખતે સમાધાન કરી, હવે થોડા વખતને માટે આત્મસાધન કરવું યોગ્ય છે. જો જીવથી બીજો પુરૂષાર્થ ન થઈ શકતો હોય તો ફક્ત એક જ ચિત્તથી સમયે સમયે, પ્રસંગે પ્રસંગે, ફરી ફરીને એક પવિત્ર “શ્રી સહજાત્મસ્વરૂપ” પ્રભુનું ધ્યાન કરવું અવશ્યનું છે કે જેથી સર્વ સાધન સુલભ થઈ અપૂર્વ એવું આત્મહિત પ્રાપ્ત થાય છે. અને સર્વ દુઃખનું અર્થાત્ અનંત સંસારના પર્યટનનું નિવર્તન સેજે થઈ શકે છે. છે એ સુલભ અને સર્વોત્તમ જે સ્મરણ કરવાનો ભક્તિમાર્ગ એ જ આરાધનાનું વારંવાર તમોને જણાવવાની ભલામણ કરીને આ પત્ર અત્યારે પૂરો કરૂં છું. પ્રારા ભાઈ, આપનો કોઈ પણ પ્રકારે મારાથી અવિધિ, આકરું કહેવાયું હોય કે લખાયું હોય, એમ જ * કોઈ પણ વખતે તમારો અવિનય કે અશાતના કે કોઈ પ્રકારે દોષ મારા મન, વચન, કાયાથી થયા હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. ક્ષમાપના ઈચ્છું છું. ખંભાતના મુમુક્ષુ ભાઈનો પત્ર અહંકારરૂપી મહાશત્રુને દેખાડનાર સ્વરૂપનું ભાન કરાવનાર એવા શ્રીમદ્ પ્રભુશ્રી રાજ્યચંદ્રજીને ને નમસ્કાર ! સર્વમુમુક્ષભાઈઓને નમસ્કાર કરી, પૂર્વે આ મુઢ આત્માએ જ્ઞાનને આવરણ કરનાર, દર્શન, ચારિત્રને આવરણ કરનાર ક્રિયા ઉપાસી છે તે શ્રી હરી પ્રતાપે અને મુમુક્ષુ પ્રતાપે, કોઈક વેદનીય કર્મને યોગે, નિવૃત્તિને યોગે વિચારતાં તે ભૂલ જણાઈ જે વિગતથી જણાવી તેની ક્ષમાપના સર્વભાઈ પ્રત્યેથી માગું છઉં. એટલે તમારા પ્રતાપે હવેથી મને તેવી કામના રહો નહી. હું માયામાં તદાકાર હતો અને ઉપાધિ પ્રપંચને તો મારે કરવોજ જોઈએ તેમાં કેટલોક વખત નિવૃત્તિ જેવો પણ હતો તથાપિ આ ઉપાધિ જ મુખ્ય કરીને કરવા યોગ્ય છે તેના સંકલ્પ વિકલ્પની રટના ચિત્ત કર્યા જ કરતું હતું. અને તે બાબતમાં અત્યંત કાળજી હતી. જે કાળજી જીવ સદૈવ રાખે તો જન્મ જરા મરણનું મહાદુઃખ પામે તેવી હતી, તેવા તેવા યોગમાં શ્રી હરીપુત્ર (પૂ.અં. ભાઈ) એવા એ પરમ મુમુક્ષુભાઈએ તે ઘણી ઘણીવાર ચેતવણી આપતા હતા. તે વાત કવચિત્ અંશે સાચી છે એમ કહેવાનું થતું. પણ એ માત્ર દુ:ખગર્ભિત જેવું હતું પણ મુખ્યપણે નહીં એકવાર શ્રી અંબાલાલભાઈ દુકાને આવી બેઠા J હતા ત્યાં એવો ઉચ્ચાર કરતા હતા- સંસાર નથ્થી ક્રોડક્ તે ગાથા તથા હરીસ્મરણ વિગેરે ઉચ્ચારતા હતા ત્યાં આ દુષ્ટ પરીણામી મૂઢને અંતઃકરણમાં એમ થયું કે આમ મોઢે બોલવાથી શું થાય ? એવી વિપર્યાસ બુદ્ધિ અને મહામૂઢતા થઈ હતી તેના માટે તેની પાસે ક્ષમાપના માગુ છઉં. અહો ! અત્યારના વિચારે તે દુષ્ટપણ બહુ લાગે છે. હવે પછી તેવું દુષ્ટપણુ કરતાં આ જીવ અટકે તે માટે સર્વ સમક્ષ તે વાત મૂકું છઉ તેવું વિમુખપણું રહેવાથી આ માયામાં તદાકારપણું વધતું ગયું અને સત્યરૂષ મળેલા ન મળવા બરાબર થઈ મહાઅનર્થ સેવન કરાવે છે. મહાકર્મ ઉપાય છે. તે સર્વ ભાઈઓના પ્રતાપે તેવી પ્રેમભક્તિ પ્રગટ શ્રી સતુપુરૂષ પ્રત્યે થાય જેથી S! તે કર્મ નાશ થઈ જાય. ૨૯૪

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408