Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 380
________________ RERS સત્સંગ-સંજીવની SSA () તે આપ્ત પુ.ના નિર્વાણ સમયે આ અપરાધી બાળ સેવામાં હાજર ન હતો. પૂ. નવલચંદભાઈ, શ્રી રેવાશંકરભાઈ, શ્રી મનસુખભાઈ દેવશી તથા અમદાવાદવાળા પુંજાભાઈ તથા ચત્રભુજભાઈ તથા રાજકોટના અમુક આશ્રિતો તેમજ ગૃહસ્થો હાજર હતા. આ બાળ ચૈત્ર સુદ ૧૩સે રાજકોટ દર્શનાર્થે ગયેલ. છ દિવસ ત્યાં સેવામાં હાજર રહી ચૈત્ર વદી ત્રીજ રજા પૂરી થઈ રહેવાના કારણે અને બીજા કારણને લઈને ત્યાંથી ગેરહાજર થયો હતો. સં. ૧૯૫૭ના ફાગણ માસમાં શ્રી પરમકૃપાળુદેવ રાજકોટ પધાર્યા તેમાં બે ત્રણ વખત દર્શનનો લાભ થયેલ. એ છ દિવસ રોકાયો તે પહેલાં એક અઠવાડિયા ઉપર પૂ. નવલચંદભાઈ સાથે દર્શન કરવા ગયેલ, અને તે પહેલાં બે અઠવાડિયા ઉપર એક દિવસ માટે દર્શન કરવા ગયેલ, ખરેખરી સેવાનો લાભ લીંબડીવાળા પૂ.શ્રી. મનસુખભાઈ તથા મોરબીવાળા પૂ.શ્રી પ્રાણજીવનભાઈએ લીધો છે. તે સાક્ષાત્ આત્મદર્શી પુરૂષને અમુક મદત પહેલાં પુરૂષવેદ ક્ષય થયો હતો. તે વાત દેવાધિદેવના મુખાર્વિદથી સાંભળી હતી અને તેમ થયેથી (પુરૂષ વેદનો ક્ષય થયેથી) શરીરમાં જે ચિન્હ જોઈએ તે અમુક અંશે સેવા કરતી વખત મને જોવામાં આવ્યા હતા. સેવામાં હાજર રહેનારાઓને જુદે જુદે વખતે તેઓશ્રી સૂચવતા પરંતુ સરાગ ભાવને લીધે અમો કોઈના સમજવામાં આવતું નહીં. મને કહેલું કે કાલનો દિવસ રોકાઈ જાઓ. ઉતાવળ શું છે ? પણ આજ્ઞા માની નહીં તેનો પાછળથી પસ્તાવો થાય છે. આ પાંચમના દિવસે સેવામાં માતુશ્રી તથા પિતાશ્રી નવ બજ્યા સુધીમાં બે ત્રણ વખત તેઓશ્રી પાસે હાજર થયા ત્યારે હાથના ઈશારાથી છેટે રહેવા સૂચના આપી હતી. તે સમયે એક વખત બાઈશ્રી (ઝબકબાઈ) પણ સેવામાં હાજર થયાં ત્યારે તેમને પણ હાથના ઈશારાથી દૂર રહેવા જણાવ્યું હતું. સવારે લગભગ નવ બજ્યા પહેલાં મનસુખભાઈને વિક્ષેપ ન થાય, તેટલા માટે જરા દવા તથા દૂધ વાપરેલું હતું. તેઓ વખતો વખત ડાકટર વિગેરેને સૂચના કરતા કે “હું આર્ય છું માટે અનાર્ય ઔષધી મારા ઉપયોગમાં ન જાય તેમ કરવાનું છે વિ.” સવારે નવ બજ્યાના અરસામાં ઢોલીયા પર પોઢયા હતા તે ઉપરથી લાંબી દૃષ્ટિ કરી, ચેર ઉપન શયન-આસન ગોઠવવા આજ્ઞા આપી. તે તૈયાર થતાં આસન તાકીદથી તૈયાર કરવા પૂરી આજ્ઞા આપી. આ વખતે શરીર તદ્દન અશક્ત હોવાથી તે આસન ઉપર તેમની આજ્ઞા પ્રમાણે શયન કરાવ્યું. આ વખતે પૂ.શ્રી. મનસુખભાઈને બોલાવ્યા અને નીચે પ્રમાણે વચન વર્ગણાનું પ્રકાશવું થયું. - “તું કચવાઈશ મા, માની સંભાળ રાખજે, હું આત્મસ્વરૂપમાં લીન થાઉં છઉં.” એમ પ્રકાશી સમાપિસ્થિત થયા ત્યાર પછી એક વખત વચન વર્ગણાના પુદ્ગલનો પ્રકાશ કરશે એમ હાજર રહેનારને અનુમાન થયું. પરંતુ વચનબળ અથવા વચનવર્ગણાના પુદ્ગલ ઓછાં થઈ ગયાં હશે તેથી વચનવર્ગણાનો પ્રકાશ થઈ શકયો નહીં, તે પછીથી સમાધીસ્થિતપણું કાયમ રહી, આખર સુધી આત્મસ્વભાવમાં લીનપણું કાયમ રહી સમાધિ મરણ થયું છે. | ‘સહજ આત્મસ્વરૂપ” એ વિશેષણથી જોડાયેલા તે વિશેષણ આ વખતે પ્રત્યક્ષ અનુભવાણું. કારણકે “હું આત્મસ્વરૂપમાં લીન થાઉં છું” એ વચન પછી યોગ રૂંધવાની મહેનત સિવાય સેજે તેજ ક્ષણે આત્મસ્વરૂપમાં લીન થયા. આ વખતે શરીરનું આસન ગયા ભાદરવા માસમાં જે મુદ્રા હતી તેજ હતી. તે આશરે નવ બજ્યાથી બપોરના એક-બે સુધીમાં તે શરીરમાં રહેવું સરજેલ હશે તે સમય સુધી રહી પરલોક ગમન તે રત્નત્રયી આત્માએ ૨૯૭

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408