________________
GREERSસત્સંગ-સંજીવની SER SRO ()
સચેતનપણું રાખે છે ! જો કે હવે થોડી વારે સ્ત્રીને ત્યાગવી છે. એક સ્ત્રી પોતાના સ્વાર્થને માટે ખોટી કલ્પના કરી આ આત્માનું અહિત કરવા મોહમાં પ્રેરે છે. ભવોભવ રખડવાનું કારણ એજ સ્ત્રી આદિ છે. મોહાદિભાવ છે તે કલ્પનાના હેતુ છે, તેમ છતાં ધર્મના પ્રકારમાંથી ચિત્ત ઉઠી તેમાં જઈને સ્થિત થાય છે કે તેના મોહમાં પ્રેરાય છે. એ તે આ જીવની કેવી અજ્ઞાનતા કહેવાય, તેનો કંઈ વિચાર થાય છે ? દૃષ્ટાંત તરીકે વિચારીએ કે આ એક બિચારી રાંક જેવી ગરીબમાં ગરીબ એવી સ્ત્રી કે દિકરી છે તેને મારા વિના કોઈ આધાર નથી એમ જાણી
સ્ત્રીઆદિકને માટે અમુક રકમ સંપાદન કરી આપી જાઉં તો ઠીક, એવો વિચાર કરી તે સંપાદન કરવામાં કાળ ગુમાવી, પોતાના આત્મહિતથી અટકી જાય છે. તેની ગોઠવણ કરવાની ઈચ્છા ઘણા આત્માઓને રહે છે. તેમ છતાં તે બિચારી સ્ત્રી આદિકના નસીબમાં નહીં હોવાથી કાં તો તે ધન વ્યર્થ જાય છે. અથવા તો નાશ પામે છે. કહો ત્યારે આપણે તો તેનાં સારા માટે કરી જતા હતા. તેમ છતાં તેના નસીબે એમ થાય છે. અને આપણું કંઈ ઈચ્છેલું નથી થતું. એવું જે ઈચ્છવું તે કેવું અજ્ઞાન કહેવાય ? આ જીવની થોડી મૂઢતા છે. એક કુક્ષિમાં ઉત્પન્ન થયેલા એવા લઘુ બંધવ અને જેની કુક્ષિને વિષે ઉત્પન્ન થયા એવા માતુશ્રી કે જેણે નવ માસ ઉદરમાં રાખી અનેક પ્રકારનાં દુ:ખ સહન કરી, મળ મૂત્રાદિ ધોઈ વિશેષ પ્રકારથી ચાકરી કરી મોટો કર્યો તે શું પરની દિકરીને જ માટે ? આશ્ચર્યતા ઉત્પન્ન થાય છે કે આ તે જીવની કેવી મૂઢતા ? આ તે જીવનો કેવો મોહ ? એ વિચાર કરતાં દૃષ્ટિ ચાલી શકતી નથી. જો જીવ જરા વિચાર કરે તો સમજી શકાય તેવું છે કે એવા પ્રકારની ખોટી કલ્પનાઓ કરવી તે જ અજ્ઞાનતાનું મોટું કારણ છે. એ જ અજ્ઞાન તે નરકાદિ અનંત ભવનું વધારનારૂં મહા મોહનીય નામનું સ્થાન છે કે જેની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની જ્ઞાની પુરુષોએ વર્ણવી છે; કે એટલી સ્થિતિ સુધી તો તેને ધર્મ ઉદયમાં ન આવવા દે. ત્યારે હવે કાંઈ વિચાર આવે છે ? સ્ત્રીઆદિ પ્રકારમાં કંઈ કહેવા કરવામાં જેવો સચેત ઉપયોગ રહે છે તેવો ધર્મ આરાધન પ્રત્યે કેમ નથી રહેતો ? તમારા હાથે તમે શું કરી રહ્યા છો ? નથી ધર્મ કર્યો, નથી ધર્મમાં વાપર્યું. તો પછી આ જીવ કઈ ગતિ કરશે ? કદાપિ ધર્મના નામે કંઈ કર્યું હશે તે પણ તમે લોકસંજ્ઞાએ કર્યું. કારણ કે પૂર્વાનુપૂર્વ જગતને રૂડું લગાડવા જેમ જગત કરે છે તેમ તમે કર્યું છે. અને આત્મહિત કેમ થાય એ વિષે પૂછવાની ઈચ્છા થતી હોય તો શ્રી કીલાભાઈને પૂછી જોજો. કહેવાની મતલબ કે જીવને સચેત ઉપયોગ સ્ત્રીઆદિ પદાર્થોમાં રહી શકે છે તેવો ઉપયોગ ધર્મમાં નથી રહેતો. અને જીવ શ્રેય થવું ઈચ્છે છે એ કેમ બને ? સંસારને સેવવાનાં સાધન કરવા તેમાં રહેવું, ધન ઉપાર્જન કરવામાં પડવું અને મોક્ષની ઈચ્છા રાખવી એ તે બનતું હશે ? એવી વાતનો જો ઉપયોગ રાખી યથાર્થ વિચાર કરવામાં કાળ વ્યતીત કરશો તો તમારું ઘણું જ દુઃખ નાશ પામશે. જીવને ઔષધ ઉપચાર કરવા કે પરેજી પાળવી એ પણ એક દેહને માટેનું કારણ છે. જે ઔષધ ખાવાનું બને છે તે જીવવાની કે શરીરના મોહના કારણથી બને છે. પરમાર્થ કારણથી એમાંનું કાંઈ થઈ શકતું નથી. જો પરમાર્થ કારણથી થઈ શકતું હોય તો તે જીવને આટલી બધી જીવવાની ઈચ્છા ન રહે, પ્રારબ્ધ જે કંઈ હોય તે સમવિષમથી રહિતપણે ભોગવવા ઉપર દૃષ્ટિ રહે. જે જે વખતે તમોને જ્ઞાનીપુરુષનો સમાગમ થયો છે તે તે વખતે અથવા શ્રીજીના પવિત્ર પત્રથી જેને કાંઈ બોધ થયો છે એમાં કોઈ એવી વાત નથી આવતી કે સંસાર ભોગવવો કે અજ્ઞાનતાનું સેવન કરવું કે, મોહાદિમાં પડવું, મૂઢતા રાખવી એવું ક્યારે પણ કહેવામાં આવ્યું નથી. તો અત્યારે હવે તમારી શરીર સ્થિતિ જોતાં અલ્પ વખતના જ મહેમાન છો એવું એક જ્ઞાનધારાએ માનીને જેમ બને તેમ ઉપર જણાવ્યા પ્રકારોથી ભયરહિત થવાય તો આ જીવનું કલ્યાણ થવું સંભવે છે અને તેનું રટણ પણ તેમાં જ રહેવું જોઈએ. માટે હવે ટુંકામાંવાળી હવે છેવટની ભલામણ એટલી જ થવી યોગ્ય છે. કે જેમ બને તેમ અશરીરપણે દુઃખ સ્થિતિ ભોગવી, શરીરનું ભાન ભૂલી જઈ, જગત છે જ નહીં એવું દૃઢત્વ કરી, સગા, કુટુંબ, સ્ત્રી, મિત્ર સૌ સ્વાર્થ સંબંધ છે એવો નિશ્ચય કરી, આખું જગત સ્ત્રીરૂપે, માતારૂપે, ભાઈરૂપે,
૨૯૩