Book Title: Rajratna Ambalalbhai Satsangi Sanjivani
Author(s): Mumukshu Gan
Publisher: Subodhak Pustakshala

View full book text
Previous | Next

Page 374
________________ O RESPEC સત્સંગ-સંજીવની RAGAR) હાંરે તું અરિહંતનું લે નામ, આત્માનું થવા શુભ-કામ, હાંરે તત્ત્વને તું સમજી જાજે રે, શ્રી સદ્ગુરૂ મળીયા આજે. ૧૦ હાંરે દિલગીર છે જૂઠાલાલ, નથી સંસારમાં કાંઈ માલ, હાંરે કરજોડી કહે છે પ્રભાતે રે, શ્રી સદ્ગુરૂ મળીયા આજે. ૧૧ શ્રીમદ્ પરમકૃપાળુ નાથે પ.પૂ. શ્રી જૂઠાભાઈની અંતરદશાનું અદ્ભુત શબ્દ ચિત્ર વ. ૧૧૭માં સ્વમુખે પ્રકાશ્ય છે તદ્દનુસાર - સ્મરણાંજલી હરિગીત છંદ દુર્વાર રાગાદિ મહા, અંતરંગ શત્રુઓ જિત્યા, વીતરાગ સર્વજ્ઞ થઈ, અહંન્ત પદવીએ દીપ્યા; જે યોગિઓના નાથ છે ને, જગત ત્રાતા છે ખરા, નમું ‘રાજચંદ્ર' પ્રભુ તણાં ચરણો સદા ઉપશમ ભર્યા. જે રાજને તન મન સમર્પિ બોધ ઉર અવધારતો, આશા ઉપાસે ધર્મ જાણી, વચનમાં તલ્લીનતા સંસાર સુખોથી ઉદાસી, પરમપદમાં નંદના એ સંત શ્રી “સત્યપરાયણ’ને કરૂં હું વંદના. (૩) વૈરાગ્ય સાચો એ હતો, નિજ આત્મતાએ ઓપતા, બહુ ક્ષીણ થઈ ગઈ વાસના આશ્રય પ્રભુનો રાખતા; વીતરાગનો એ પરમ રાગી, રાગપક્ષનો ત્યાગી એ, પ્રાધાન્ય ભક્તિનું પ્રકાશિત, અંતરે જેના અરે ! સમ્યક્ સ્વભાવે વેદનીય, કર્મ વેદી જાણતાં, નહીં દુઃખ, વિષમતા, કદિ અદ્ભુત સમતા ધારતા; સવિ જગત જીવોને સતાવે મોહનીયની પ્રબળતા, અતિ શૂન્યતા તેની થઈ, નિર્મોહીને ભજતાં થકાં. | (૫) ભણકાર મુક્ત થવા તણો ને રાજને ભજવા તણો, ગુણ રત્નના ભંડાર શો ! ઉત્તમ પ્રકારે દીપતો, ૨૯૧

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408