________________
SARAS સત્સંગ-સંજીવની GKS REVER ()
આપશો. ને પ્રભુના સમાગમની સેવકની ઘણી જ ઉત્કંઠા છે. તો પ્રભુની આજ્ઞાનુસાર જણાવવા કૃપા કરશો. કોઈ વસ્તુ અમદાવાદથી મંગાવવી પડે તો બાળકને લખશો. જે પ્રભુને વિનંતી કરશો કે બાળકને તેડાવે, તે પ્રભુની આજ્ઞાનુસાર બાળકને ખબર આપશો ને પવિત્ર પ્રભુ પધાર્યા પછી જે સ્થળે મુકામ થાય તે ઠેકાણા સાથે લખવા કૃપા કરશો.
લિ. અલ્પજ્ઞ કું. ના નમસ્કાર વાંચશો.
(
પત્ર-૬૨
જેની નિષ્કામ ભક્તિ પ્રગટે તો તેના હર્ષશોક-રાગદ્વેષ મંદ પડી જઈ સહજાનંદ સ્વરૂપને વિષે આનંદની જાગૃતિ થાય. એવા પ્રત્યક્ષ સંતનો જોગ મળવો અને તે આ વિષમકાળમાં દુર્લભ અત્યંત દુર્લભ તે સહેજે મળ્યો, એ કોઈ મહાપુણ્યનો હેતુ છે. એવા પરમ પુરુષોત્તમ શ્રી રાજ્યચંદ્રજી પરમ દયાના સાગરને નમસ્કાર.
તમારો પત્ર મળ્યો. તમે ઉપાધિના સંબંધમાં પડવાની જિજ્ઞાસા જણાવી અને તે પણ તરતમાં જ થાય, એમ સંકલ્પ-વિકલ્પનું રટણ જણાવ્યું. પણ શ્રીજી કહે છે કે : “પ્રવૃત્તિ કામનાપૂર્વક યોગ્ય નહીં.’’ જેથી એકદમ ગભરાઈ જઈ મહાઆરંભમાં પડશો નહીં. મહત્ આરંભ અને મહત્ પરિગ્રહ એ વૈરાગ્ય અને ઉપશમના કાળ છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે, માટે હવે શું કરવું તે યોગ્ય લાગે તે જણાવો. અને એવી એવી પ્રવૃત્તિમાં અનાદિ અધ્યાસને લીધે જનાર એવો આ જીવ તેને કંઈ બોધ આપો.
બીજુ તમે જણાવ્યું કે બોટાદ, રાણપુર, વઢવાણ ત્રણ ગામ થઈ સાતસો મનુષ્યો દહન થઈ ગયા. અહો! આ વાત કાંઈ થોડી સમજવા જેવી નથી ? દહન થઈ ગયા, આપણે તો જાણે મરવું જ નથી. હવે આપણે આ સ્થળે વિચાર કરીએ કે જે મનુષ્યો મરણ પામ્યા હશે તેને એવી કામનાઓ હશે કે અમુકને આપવું છે, અમુક લેવું છે, અમુક વેપાર કરવો છે, અમુકને વેચવું છે, ઘરમાં અમુક લાવવું છે, વિગેર ઘણા સંકલ્પ વિકલ્પથી ચિત્ત આકુળ વ્યાકુળ હોય છે. હવે તે તો ક્યાં ચાલ્યા ગયા. ત્યારે આપણે વિચાર કરીએ કે તેવો પ્રસંગ કોઈ આપણને ઉપજ્યો હોત અને ચાલ્યું જવું થયું હોત તો, ક્યાં ધંધો કરત? ક્યાં કર્માદાની વિગેરે કરત ? કાંઈ ન થાત. અને આ દેહે કરેલા શુભાશુભ કર્મ આ જીવે એકલાએ જ ભોગવવા પડત. આ તમને અથવા મને અથવા કોઈપણ જીવને આવી આવી સંસાર ભજવાની કામના રહે તે મહા મૂઢતા છે. તેમાં વળી તમને અથવા મને અથવા જે કોઈ શ્રી દયાળુ નાથને મળ્યા છે તેને આવી કામના થાય તે તો મહા જ મૂઢતા છે, ત્યારે હવે કેમ કરવું? પ્રભુના પ્રતાપે એવી કોઈ જીવમાં ભાવના થાય કે અત્યારથી હું મરી ગયો છું. એવી રીતે વર્તે તો આ સઘળા સાથે ઋણ સંબંધથી છૂટી જવાય અને શ્રી કૃપાલુ ભગવાનનું કંઈક ઓળખાણ પડે. એમ વિચારતાં લાગે છે અને સર્વે મુમુક્ષભાઈઓની કૃપાથી આ બાળકને તેમ થાઓ એ જ ઈચ્છું છું.
સ્થિર ચિત્ત કરી જોઈએ છીએ તો આ સંસાર કારાગૃહ છે. રાગ, દ્વેષ, રોગ, અગ્નિથી બળતો છે. એવા ભયંકર સંસારમાં એક શરણ શ્રી હરિ પુરુષોત્તમનું જ છે. અને તે પ્રત્યક્ષ છે. એમની અનન્યભક્તિ ક્યારે થશે એ ઈચ્છા સદૈવ રહી તે કાર્ય કરવામાં અપ્રમત્તપણું ભજે એવો માર્ગ બતાવો.
તમારો કાગળ વાંચવાથી તરતજ કાગળ લખવાનું થયું છે. જીવ એકદમ માયામાં પડી જવા તત્પર થઈ જાય છે. અને આ તો મારે કરવા યોગ્ય જ છે. હું આ ના કરૂં તો કુટુંબીઓને ખોટું લાગશે. આવા આવા પ્રકારથી જે ઉપાધિ ભજવાની ઈચ્છા કરે છે તે કરતાં એમ જ કરતો હોય કે હમણાં થોડો કાળ ઉપાધિ જવા દ્યો, આગળ ઉપર થઈ રહેશે એમ વાયદો કરે તો કેવું સારું, પણ એમ તો શ્રીહરિ સૂઝાડે ત્યારે સૂઝે તેવું છે. જ્યારે જીવને
૨૭૩