________________
Sિ SSS SSS સત્સંગ-સંજીવની {S SS S SSA) ()
પત્ર-૪૨ પવિત્રભાઈ, (પ્રભુશ્રીજી)
આપની સેવામાંથી પત્ર એક મળ્યો છે. જે તે પ્રભુને પધારવું થયું પણ મારી કોઈ ગાઢી અંતરાયને લીધે તે સત્પષના દર્શનનો લાભ લઈ શક્યો નહિ. નિર્ધન જેમ જેમ ચિંતવે તેમ તેમ નિષ્ફળ હોય, હું ભારે કર્મી, ઘેર બેઠે ગંગા આવે તેમ થયું પણ મુજ પાપીથી લાભ લઈ શકાયો નહિ. તે કૃપાળુનાથે તો દયા કરી, નડિયાદ પધારવું થયું, પણ મારા નસીબ ફૂટ્યા, અને મને કાંઈ ભાન રહ્યું નહિ. તમને ધન્ય છે તે પુરુષના સમાગમ પૂર્ણ ભક્તિએ દર્શનનો લાભ લીધો. તમારા કૃતાર્થને ધન્ય છે. હવે ક્યારે લાભ મળશે ? જરાય ગોઠતું નથી, દિલગીર છું. અરેરે ! આ જોગ તો બહુ મળવો કઠણ છે. તે રાંકના હાથથી રતન જવું થયું. આ દુષમ કાળમાં આ જીવને લાજ નથી. જે દેખ આ તારા કર્તવ્યનું ફળ. જે તે દર્શનની અને સમાગમની અંતરાય પણ હજુ આ દુષ્ટની છાતી ભેદાતી નથી. હે ભાઈ ! આ બળતા બાળકને હવે પત્રથી પ્રસંગે પ્રસંગે શાંતિ આપવા કૃપા કરશો. આપનાથી હું શાંતિ પામીશ.
બીજું શ્રી વટામણ ક્ષેત્રે અમારું જવું થયેલ ત્યારે હું નિવૃત્તિ લેવા બાહિર એકાંત સ્થળમાં વૃક્ષતળે બેસી, ચિત્રપટ આગળ ધારણ કરી પ્રભુની ભક્તિ કરતો હતો. પછી સિદ્ધિશાસ્ત્રના દુહો મુખપાઠ કરતો હતો તેને અવસરે એક દિવસે જીવાભાઈ, મગન કાળુ, તેના ભાઈ તેણે મને બેઠો જોઈને કહ્યું, કે તમે આ શું કરો છો ? મૂર્તિની બ્રાંતિમાં બિચારો પડી ગયો છે. ત્યાર પછી અમે તેને ઘણી રીતે સમજાવ્યો, પણ શંકા રહી. વળી અમને કહે કે તમો ચોપડી વાંચવા આપો. અમોએ કહ્યું કે તમારી જોગ્યતા આ પુસ્તક વાંચો તેવી નથી માટે નહિ આપવામાં આવે. તમને અમે કહીએ તે સાંભળો અને વિચારો. અમારું કહેવું તમને ખોટું લાગતું હોય તો કહો, પછી તેણે કહ્યું કે આપનું કહેવું ખરૂ છે, પણ એ બિચારા એમ જ કહે છે કે પગે કેમ લાગો છો ? અને બીજો વહેમ આ ચિત્રપટ ભાળી ભરાયો. તેથી તેણે જીવાભાઈને કહ્યું. દેવકરણજીએ પણ જીવાભાઈને સમજાવ્યા પણ તે કાંઈ બિચારા સમજતા નથી. હરિઈચ્છાએ જે થયું તે ખરૂ. વળી કુળધર્મના આગ્રહ અને સત્સંગ નહિ તેથી સમજવું બહુ કઠણ પડે છે. તે જોઈ દયા આવે છે. ખોટા વહેમ લાવી બિચારા નિંદા કરે છે. તે વિષે અમને કાંઈ હર્ષ વિષાદ નથી. આપણે શાંતિભાવથી જોયા કરશું તો પાછા તેના ખોટા વિકલ્પોને ફેરવી અને તે સત્વચન-સદ્ગુરૂના માન્ય પરમાણ કરશે
બીજું ભાઈ મગનને સમાગમે ઘણો જ ગુણ થાય તેમ છે. સમજૂતિ સારી છે. ગુલાબચંદ નીમચંદને દુહા ભક્તિના આપ્યા. તે માણસ જો આપનો સમાગમ અવસરે રાખે અને સદ્ગુરૂનું ભાન થાય તો તેને બહુ જ ગુણ છે. તેને કહેશો જે મુનિ લલ્લુજીએ લખ્યું છે. આ ક્ષણભંગુર દેહ પ્રગટ જોતાં જેમ બને તેમ સત્યમાર્ગને પામવો. તે સર્વકલ્યાણનો હેતુ છે. તેમાં પ્રમાદમાં વૃથા કાળ નહિ ગુમાવવો જોઈએ.
બીજું શ્રી કપાળુનાથ ઉપર એક પત્ર લખી મોકલ્યો છે. સિદ્ધિશાસ્ત્ર પુસ્તક મેં મુખપાઠ કર્યો છે તે સહજ જણાવવા લખ્યું છે. બીજું ગીરધરલાલ પાસે જવું થાય તો કહેવું કે તમો સમજુ થઈને જરા મુનિ દેવકરણજીની પાસે બેસી કોઈ આત્મહિતાર્થની વાત પૂછી નહિ અને તેમની સાથે ખોટી કલ્પનાથી વહેમ લાવી અસત્કારથી વર્યા. તમે ધીરજથી વિચાર કરી જોયું નહિ. લોકના કહેવાથી તમે ભડકીને રહ્યા તે ઠીક નહિ. તેમ છતાં તે મુનિઓ વ્યવહારમાં કાંઈ ખામી લાવતા નથી. તે તો સાવચેતીથી ચાલે છે.
૨૫૯