________________
સત્સંગ-સંજીવની
પત્ર-૪૩
શ્રી સદ્ગુરૂ ચરણાય નમઃ
આત્માર્થી ભાઈ પ્રત્યે,
બીજું વિનંતી કે આપનો પત્ર એક આજે આપને મોકલવા તૈયાર કર્યો, તે જ વખતે પહોંચ્યો છે. વાંચી સર્વ વિગત જાણી છે. હરીકૃપાથી સર્વ જોગ્યદશા જાગશે. ત્યારે જ આત્મહિતાર્થ થશે. વળી જે અસંગદશા વિષેની વાત જણાવી છે તે સત્ય છે. તે જ ઈચ્છા રહે છે. પણ હજુ આ જીવને લાજ નથી. જે જે દ્રવ્યથી - કાળથી ભાવથી જેમ અસંગદશા થયે જ કલ્યાણ છે તે યથાર્થ છે.
હવેથી સર્વ સ્મૃતિમાં રાખી પત્રાદિનું લખવું કરીશ. ગુરૂગીતાદિ અમે સાંભળ્યું છે. તે મુનિ માગતા નથી પણ હવે આપશું. પત્ર પણ વંચાવીશ. પણ બે દિવસ રહી વંચાવીશ. તે પત્ર વારંવાર વિચારવા યોગ્ય છે. આપની સેવામાંથી આજે પત્ર આવ્યો તે લક્ષમાં લઈ જે જે સદ્વિચારે પ્રવર્તાશે તેમ પ્રવર્તવા ઈચ્છા રાખીશ. એ જ.
આ.લ.ના નમસ્કાર.
આપના પત્રનું વાંચવું કરી બહુ વિચાર થાય છે. જે જે આપે લખ્યું છે તે પરમાણે આ જીવ વર્તે તો છે, મોટી ભૂલ – હે હર ! હવે કાઢશે અને હું પણ આ વહેવાર ક્રિયા જોઈ ગળતો નથી. મગન વિષે હવે કાંઈ પંચાત નહિ કરૂં. એક પત્ર લખી જણાવીશ. એ જ.
(પ્રભુશ્રીજી)
હાલ હું બુક વાંચું છું. તે વચનામૃતોમાં કોઈ અદ્ભુત રસ આવે છે. મારા ચિતને વિશેષ હર્ષ તે સત્ત્વચન વાંચવાથી થયો છે. વેદની કર્મથી ગભરાઈ ચિત્ત અસમાધિથી વર્તતું હતું. તેમાં આ સત્પુરુષના વચનો અમૃતના આધારભૂત થયાં છે, તેથી કરી જે ખેદ હતો તે મટ્યો છે. હાલમાં તે એક એક વચન સ્મૃતિમાં આવવાથી હૃદય પ્રફુલ્લિત થાય છે. વળી ખોટી ભ્રાંતિ, મિથ્યાત્વ તે રસબોધથી સાંભળી આત્મધર્મ અને દેહાદિધર્મ ભિન્ન ભિન્ન સમજાવાથી મને મોટી ભૂલની ખબર પડ઼ી. વળી જૂઠાભાઈની મરણાંત કષ્ટમાં પૂર્ણ સમતા વાંચી બહુ જ મને પુષ્ટિ આપો છો - આપી છે. વળી આપ પણ અમારી ઉપર કૃપા કરીને જરૂર જરૂર શ્રીજી તરફ વિનંતી કરશો. આપે અમોને તે જોગ મેળવી આપ્યો છે. અને વળી આશા પૂર્ણ કરશો. આપને કાંઈ જણાવવું પડે તેમ નથી. આ દલાલી પણ આપને કલ્યાણનો હેતુ છે. હું પામર કાંઈ લખી જણાવું તેમ છે નહીં, આપ તો જાણો છો તો જેમ બને તેમ તેવો જોગ લાવશો. આપે પૂર્ણ આધારભૂત વસ્તુ અમોને મોકલી તે ઉપકાર. હે પ્રભુ ! ક્યાં છુટું ? તમારો મોટો ઉપકાર છે. પાછા પત્ર લખશો. શ્રીજીનું એક પત્તું મોકલ્યું છે.
પત્ર-૪૪
(પ્રભુશ્રીજી)
પરમાત્મા પ્રભુને ત્રિકાળ નમસ્કાર
માર્ગાનુસા૨ી જિજ્ઞાસુઓ અંબાલાલભાઈ તથા ત્રિભોવનભાઈ.
આપના તરફથી પત્ર એક શાંતભાવ પામીએ એવું આવ્યું તે વાંચી અતિ આનંદ થયો છે. શાથી ! જે
૨૬૦