________________
S S SYS S સત્સંગ-સંજીવની MS ()
યોગ સ્થિર કરવા શું કરવું તે સંબંધી હકિકત લખશો. તથા આત્મહિત પ્રગટ કરવા તરફની યોગ્ય હકિકત આપના જાણવામાં હોય તે લખશો. એ જ..
કુ. ના પ્રણામ
વિશેષ આપે મુરબ્બીનાથને અમારા તરફની સમ્યકજ્ઞાન પામવાની ભલામણ કરી હશે ને હું પણ મુરબ્બીનાથને અમદાવાદના સ્ટેશને મળ્યો હતો. ને તે સંબંધી મેં પણ જૂજ વિનંતી કરી હતી. મુરબ્બીનાથ આપને
ત્યાં કેટલા દિવસ રહ્યા ને શું બોધ થયો હતો તે લખશો ને પત્રરૂપે દર્શન દેશો. મુરબ્બીભાઈ આપ આ સેવક તરફ કૃપાદૃષ્ટિ રાખી ને સેવકનું આત્મહિત થાય તેવે રસ્તે ચઢાવો, એવી અરજ ધ્યાનમાં લેશો ને પ્રસંગોપાત બોધ દેતા રહેશો. તો તમારું કેટલું બાહ્યધન ઓછું નહિ થાય ને અંતરંગમાં પ્રવેશ કરાવો તો જલ્દી અમારું હિતા થશે એવી આશા રાખું છું.
લિ. કુંવરજીના પાયલાગણું કબૂલ કરશોજી.
પ-૬૧
સંવત ૧૯૫૪ શ્રીમદ્ સદ્ગુરૂ ચરણાય નમો નમઃ પરમપૂજ્ય આત્માર્થી ભાઈની સેવામાં,
પરમ દયાળુ, પરમ માયાળુ, પરમકૃપાળુ, અનાથના નાથ, અશરણને શરણ આપનારા, મોહને જીત્યો, માયાને જીતી, એવા અનેક ગુણે બિરાજીતમાન શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી શ્રીમાન રાજચંદ્રદેવ ત્રિકાળ જયવાન વર્તો.
તેમના પ્રત્યે આ અવગુણી, અપરાધી, બાળ તરફથી મન, વચન, કાયાએ કરી અવિનય, અભક્તિ, આશાતના ઈત્યાદિ ઈત્યાદિ કોઈ પ્રકારથી થયો હોય તો ત્રિવિધ ત્રિવિધ કરી વારંવાર ક્ષણેક્ષણે ક્ષમાપના ઈચ્છે છું. કૃપાળુ પ્રભુ પ્રત્યે આ છોરૂ તરફથી વારંવાર નમસ્કાર કરી સુખવૃત્તિ પૂછશો. ને કૃપાળુદેવશ્રીજીના સુખવૃત્તિના સમાચાર લખવા કૃપા કરશો, ને આટલી અરજ ધ્યાનમાં લેશો ને વસોથી બીજે સ્થળે મુકામ થાય તેનું સરનામું બાળકને લખવા કૃપા કરશો. આ અવગુણી અજ્ઞાન છોરૂને આવો પરમોત્કૃષ્ટ લાભ મળ્યા છતાં કર્મહીન છોરૂ લાભ લઈ શકતો નથી. આવા અવગુણી, અપરાધી, પ્રમાદી છોરૂના સામું જોવું એ વાજબી નથી, પણ આપ અનંતગુણી પ્રભુના ચરણ સમીપમાં રહેવાથી દયાવંત છો માટે કૃપાળુ ભાઈ છોરૂ પ્રત્યે દયા લાવી પત્ર દ્વારાએ ખબર લેશો. પૂજ્ય લહેરાભાઈને ખબર કહેશો. સેવક પર નજર કરો, નજર કરો. હે ભાઈ ! આપ જેવા સદ્દગુરૂના સેવક મળ્યા છતાં આ બાળ સુધરવાને બદલે આળસુ થયો છે. અને અનેક મિથ્યા વાસનાઓ સેવકને વળગેલી છે ને હાલમાં કંઈ બની શકતું નથી તો સેવક તરફ દયા લાવી, સેવકને સુધારવા પ્રયત્ન કરશો ને મિથ્યા વાસનાઓ વળેલી છે તે સુબોધ દઈ મૂકાવશો. સેવકને સુધારાના પાયા ઉપર લાવી મૂકવાની આપની ફરજ છે. તો દયાળુ ભાઈ તેમ કરવા સેવકની અરજ ધ્યાનમાં લેશો. આમ થવાનું મુખ્ય કારણ એટલું જ કે અહિંયા કોઈનો સત્સંગ નથી તથા સબોધ નહીં થવાથી આમ બન્યું છે. માટે સેવક પ્રત્યે કૃપાદૃષ્ટિ કરી બોધ કરતા રહેશો. ઘણો લાંબો વખત થયે આ બાળકને સત્સંગનો જોગ મલ્યો નથી તેમ પત્ર દ્વારાએ પણ પ્રસંગ મળ્યો નથી. ને આ કળિકાળમાં આયુષ્યનો ભરોસો નહિ હોવાથી ખેદ રહ્યા કરે છે. માટે પૂ. ભાઈ આ વિયોગી સેવકની ખબર લેશો. ગઈ કાલે કૃપાળુદેવપ્રભુથી કાર્ડ પ્રાપ્ત થયું હતું. પવિત્ર ભાઈ, આ બાળકને કૃપાળુનાથ પધાર્યાના ખબર
૨૭ર