________________
O GO સત્સંગ-સંજીવની
)
અમારાથી કોઈ વાતે ઉલટા પડતા નથી. અમારી જે ઈચ્છા હોય તેમ તેમનું ચાલવું છે. માર્ગ જાણવા ઈચ્છા પણ સારી રહ્યા કરે છે; ને વચનો પર પ્રેમ પણ રાખવા કરે છે, તે સન્માર્ગ ઉપર જરૂર આવશે.
શ્રીજી તરફ એક પત્ર હાલ લખ્યો છે. પણ બિલકુલ પત્ર નથી. તે પુરુષ કોઈ જુદો જ છે. ખેર ! હાલ પત્ર નથી તો અવસરે લખશે ખરા. તે મહાત્મા પ્રભુ તો એક મુમુક્ષુને ભક્તિ કરવા જોગ્ય છે. પણ મુજ અલ્પબુદ્ધિના ધણીને તેની ભક્તિ કેવા પ્રકારથી કરું તેનો વિચાર રહ્યા કરે છે. આપ પણ તે સ્મૃતિ રાખશો. તે વિષે આપ તો કુશળ છો, હું અલ્પજ્ઞ આપને કહેવા જોગ નથી. શારીરિક સ્થિતિ હાલમાં સારી રહે છે. શ્રીજીના વચનામૃતોની બુકમાંથી પાંચસાત પત્રો વાંચવાના બાકી છે. અદ્ભુત અમૃતરસનું પાન તે વચનોમાં રહ્યું છે. તે સમાગમ હાલમાં રહ્યો છે, તેથી અતિ આનંદ થાય છે. તે તમારી અમારા પર કૃપાદૃષ્ટિ સારી. તેથી તે જોગ મેળવી આપ્યો. તે તમારો ઉપકાર ઘણો છે. તેથી અમોને સ્મૃતિમાં આવ્યા કરો છો. અત્યંત ભક્તિથી તે પ્રભુને નમસ્કાર છે. પત્ર લખો તો લખશો.
શ્રીમદ્ સદ્ગુરુદેવ ચરણાય નમઃ પરમ પૂજ્ય સન્માર્ગઅનુસારી આત્માર્થીભાઈ અંબાલાલની સેવામાં.
ખેડામાં દિવસ પાંચથી આવ્યો છું. તે દિવસે પરમકૃપાળુદેવ આણંદ પધાર્યા હતા. તે સાંભળીને વિચાર થયો કે પરમકૃપાળુ હાલ હશે કે નહીં. મુનિને પૂછયું. ત્યારે કહે કે ના એ તો દેશમાં પધારી ગયા. તે વાત સાંભળી અતિ ઉદાસીન થયો, કે મેં જાણ્યું નહીં. જો જાણ્યું હોત તો આણંદ ગમે તે ઉપાયે જાત અને દર્શનનો લાભ લેત. મારે ત્યાં જવાને માટે ઘણું સુગમ હતું. શિપારસ કંઈપણ જોઈએ તેમ હતું નહીં. આપ તરફથી મને કૃપાળુદેવે કૃપા કરી, શાંતસુધારસ તથા યોગદૃષ્ટિ સમુચ્ચય એ બંને ગ્રંથ વિચારવાની આજ્ઞા આપી હતી. તે આજ્ઞાનું વિશેષપણું જણાવાને મારી શક્તિ નથી. કારણ કે સંસારનું સ્વરૂપ બતાવી, શાંતિને પ્રાપ્ત કરે તેવી અપૂર્વ વસ્તુ બતાવી છે, તે મહાન કૃપા કરી છે. હું તો પામર પ્રાણી છું. આપ તરફથી પણ મને કંઈ જાણવા જોગ અને સત્માર્ગે ચડવા જેવું કૃપા કરીને જણાવતા રહેવા આપ પરિશ્રમ લેશો. એવી સેવકની આશા છે. લિ. મોતી જેઠા. સર્વ મુમુક્ષુને નમસ્કાર.
પત્ર-૪૯
માગસર સુદ ૫, ૧૯૫૫ શ્રીમદ્ સદ્ગુરૂભ્યો નમઃ પરમ પવિત્ર આત્માર્થી ભાઈ અંબાલાલભાઈ
વિશેષ પરમકૃપાળુદેવ શ્રીમદ્ ગઈકાલે રોજ મુંબઈથી રાતના નીકળતાં મેલમાં બેસી આજરોજ સવારના સાડા આઠ વાગે તે નડિયાદ સ્ટેશન થઈ ઈડર ક્ષેત્ર તરફ સુખસમાધિથી પધાર્યા છે. મને તથા મુનિઓને દર્શનનો પરમ લાભ મળ્યો છે. આજનો દિવસ ધન્ય છે ને આનંદ આનંદ વતાર્ય છે. મુનિઓએ આજ રોજ આહાર કરી ઈડર ક્ષેત્ર તરફ વિહાર કર્યો છે. પરમકૃપાળુદેવ ઈડર દિવસ ૧૫ તથા ૨૦ દિવસની સ્થિતિ થશે એ પ્રમાણે પરમકૃપાળુદેવના શ્રી મુખમુદ્રાથી મેં શ્રવણ કરેલું છે. કૃપાનાથની છત્રછાયામાં સુખવૃત્તિમાં છું.
વિશેષ કૃપાળુની કૃપાથી સુખવૃત્તિમાં છું. આપની સુખવૃત્તિના સમાચાર ઈચ્છું છું.
૨૬૪