________________
SHRESHERછે સત્સંગ-સંજીવની
)
પ્રેમ થાય, ઉપદેશેલા વચન રૂડા લાગે અને તેમના ચરણમાં પડવાનો અનન્યભાવ ઉલ્લસે તેનું નામ અદ્વેષ લક્ષણ કહીએ. - ખેદ : યથાર્થ બોધબીજદાયક એવા જ્ઞાનીપુરૂષનું સ્મરણમાં મન પ્રવર્તતું થયું થોડા વખતમાં થાકી જાય, એટલે તેમાં પ્રવૃત્તિ કરી શકે નહીં, પ્રમાદ આવી જાય તે લક્ષણ ખેદ કહીએ. અને તેના પ્રતિપક્ષપણે એટલે બોધબીજદાયક એવા જ્ઞાની પુરૂષના સ્મરણમાં, ચિંતવનમાં, ભક્તિમાં થાકે નહિ અને પરમ પ્રેમે ઉલસ્યા જ કરે તે અખેદ કહીએ. એ રીતે ઉપર જણાવ્યાં જે ત્રણ પ્રકાર અભય, અદ્વેષ, અખેદ તે પ્રમાણે જે પ્રવર્તે તેને તો સ્વરૂપ પ્રાપ્તિનું લખાવ કહેતાં ફળ થાય. અને તેવા જ્ઞાની પુરૂષની સેવામાં ભય, દ્વેષ અને ખેદ-પણું રહે તેને તો સ્વરૂપની અજ્ઞાનતાથી દોષનું પ્રવર્તન થાય. (૩) ચરમાવર્ત હો ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક;
દોષ ટળે વળી દ્રષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક. સંભવ.... // ૩ // અર્થ ઃ તે દોષ શાથી ટળે છે તેનું કારણ કહું છું. તેમાં પ્રથમ તો આ જીવ પોતાની ભૂલે વિભાવ દશાના કારણથી અને અસગરૂના આશ્રયે અનંતકાળથી રખડયો. તે જે જે કારણથી રખડયો તે કારણની પરિસમાપ્તિ જે જોગથી ઉત્પન્ન થાય અને સ્વરૂપ દશા પ્રગટે તે યોગને ચરમાવર્તન કાળ કહીએ તથા કોઈ વખત નહીં પામેલો, નહીં પ્રતીત કરેલો, નહીં સેવેલો, નહીં ફરસેલો એવો કોઈ પરમ જ્ઞાની પુરૂષ અને તેમનો ઉપદેશેલો એવો શ્રતધર્મ પ્રાપ્ત થાય તે છેલ્લો ચરમ કરણ કહીએ તથા સંસારની પરિભ્રમણતારૂપ ગતાગતિમાં તથા ભવની પરંપરાએ જે પ્રવર્તવું તેનો જે પરિપાક એટલે પૂર્ણાહુતિ - અભાવપણું જેનાથી થાય એવા પ્રગટ આત્મસ્વરૂપ પામેલા આપ્તપુરૂષ મળતાં જીવને જે ભય, દ્વેષ અને ખેદ એ ત્રણે દોષો છે તે ટળી જાય છે અને વળી અભય દ્વેષ અખેદ પણું પામીને રૂડી જ્ઞાનદૃષ્ટિ તેની ખુલ્લી જાય છે અર્થાત્ સમ્યગુજ્ઞાન પ્રાપ્ત થાય છે કે જેથી પ્રવચનરૂપ વાણીને યથાર્થપણે સમજવાની સમ્યગુદૃષ્ટિ વડે પરમાર્થ માર્ગની રીતિ પ્રાપ્ત થાય છે. (૪) પરિચય પાતિક ઘાતિક સાધુ શું રે, અકુશળ અપચય ચેત;
ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત. સંભવ... // ૪ / અર્થ અને જે વખતે નિગ્રંથ એટલે રાગદ્વેષની ગ્રંથી છેદાઈ છે જેની એવા પુરૂષના ઉપદેશરૂપી પ્રવચનની પ્રાપ્તિ થવાથી પૂર્વે એટલે તે પ્રાપ્તિ થવા અગાઉ જે પરિચય હતો, તે દૂર થયો. અને જેના ઉપદેશથી રાગદ્વેષ પરિક્ષીણ થાય, અને જીવ નિર્વાણ માર્ગને પામે એવા સહજાત્મ સ્વરૂપ સત્પરૂષનો સર્વાર્પણપણે સત્સંગ કરે. તેથી અકુશળચિત્તનો નાશ થાય. અર્થાત્ ચિત્ત અંતર શોધમાં વર્તે. અને પછી પોતાની યોગ્યતા શક્તિએ સગરૂ આજ્ઞાએ અધ્યાત્મિક ગ્રંથો વાંચવાના જણાવે છે તે વાંચે વિચારે કે જેથી કરીને પછી પોતે પરિશીલન કહેતાં સમસ્તપણે પોતાના સ્વભાવને પામવારૂપ હેતુએ કરી પામે. (૫) કારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ;
પણ કારણ વિણ કારજ સાબિયે રે, એ નિજ મત ઉન્માદ, સંભવ... // ૫ /. અર્થ : કારણથી કારજ બને છે. એટલે જિનનું જે સ્વરૂપ છે, તે આત્મ સ્વરૂપ એવા પ્રગટ જ્ઞાની પુરૂષના ઉપદેશથી સમજાય છે, અને પોતાનું જ સ્વરૂપ છે તે પણ આખપુરૂષના બતાવેલા માર્ગથી પમાય છે. માટે પ્રગટ જ્ઞાનીપુરૂષ તેજ પુષ્ટ કારણ છે. કેમકે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીપુરૂષોથી કે પોતાની કલ્પનાથી આ જીવના દોષ શું છે ? તેમ તે દોષો કેવા પ્રકારે વર્તે છે ? તે જોવામાં આવે નહીં અને એ દોષો જ્યારે દેખવામાં ન આવે ત્યારે
૨૩૦.