________________
- સત્સંગ-સંજીવની
લઈ અનંતા કર્મો ક્ષય કરો છો. આ દુષ્ટને ફરી દર્શનના લાભની પણ આજ્ઞા નહીં મળી. આપ એકાંતના સમાગમમાં પરમ ભક્તિ કરતા હશો ! આ બાળકના એવા ભાગ્ય ક્યારે જાગશે ? એવો જોગ ક્યારે બનશે ? તે પુરુષની ભક્તિ, રાત દિવસ એક મનપણે, એક તનપણે, નિષ્કામપણે આ બાળકને ક૨વાનો જોગ બને. આપે અમૃતધાર રસ શ્રવણ કર્યો હશે તેનો થોડો ભાગ કાગળ દ્વારાએ લખી આ બાળકને આનંદ પમાડશો. ધન્યવાદ, ધન્યવાદ. જે તે પુરૂષના દર્શન કરે છે તેને ધન્યવાદ હો....
બેન ચંચળ તથા છોટાભાઈની વહુ તથા બાપુજી વિગેરે, કાલ રોજ શુક્રવારના સાંજના ખંભાત આવ્યા છે તે જાણજો. બેન ચંચળને આ ફેરા અપૂર્વ લાભ મળ્યો છે. ભક્તિમાં કાંઈ સંદેહ રહેતો નથી. સમાગમથી આવ્યા પછી રાતના બે વાગ્યા સુધી બેઠા હતા. પરમ પુરુષના અપૂર્વ ગુણો સાંભળી અત્યાનંદ થયો હતો. ચંચળને પણ પરમ પુરુષનો સારો નિશ્ચય થયો છે. કૃપાનાથની ભક્તિ કરવાનો જોગ બન્યો નહોતો જેથી બહુજ પશ્ચાત્તાપ કરતાં હતાં. અહીં સૌ કુશળ છે. પરમ પૂ. મુનિઓને નમસ્કાર કહેશો. આત્માર્થી ભાઈ લહેરાભાઈને નમસ્કાર કહેશો. પૂ. લહેરાભાઈ તથા અંબાલાલભાઈ જેવા અડગ નિશ્ચયવાન પુરુષો સૌભાગ્યવંત વર્તી, જયવંત વર્તો. આપ નીકળો ત્યારે પત્ર લખશો.
દ. બાળક નગીનના નમસ્કાર.
આસો સુદ ૨, ૧૯૫૪, શનિ ખંભાતથી.
પત્ર-૨૭
જૂઠાભાઈના પત્ર
કલોલથી
ભાદરવા સુદ ૧૪, સોમ, ૧૯૪૫
રા. રા. અંબાલાલ લાલચંદ. તમારી કુશળતાના સમાચાર છગનલાલ અત્રે આવતા તેઓની પાસેથી સાંભળી આનંદ પામ્યો છું. મારી શારીરિક અસ્વસ્થ સ્થિતિને લીધે અમુક મુદતથી હું અત્રે આવ્યો છું. બનતા સુધી આસો સુદ બીજ ઉપર ઘર તરફ જવા વિચાર છે. અને ત્યાર પછી આર્યાજીના દર્શન નિમિત્તે વડોદરે જવા વિચાર છે. તો તે પ્રસંગમાં આપની મુલાકાત લેવાનું અત્રે છગનલાલની સાથે ઠરાવ કર્યો છે. ભવિષ્ય બળવત્તર છે. જ્ઞાની દૃશ્ય તો સર્વે સારૂં જ થશે. બાકી કુશળતા છે, આપની તરફની ચાહું છું. કામ સેવા ફરમાવશો.
લિ. સેવક જૂઠા ઊજમશીના પ્રણામ એ જ અરજ સાથે અટકું છું.
પત્ર-૨૮
જીવને અનંતોકાળ થયા રાગદ્વેષરૂપ ગ્રંથી બંધાઈ ગઈ છે તે જ્યારે છેદાય ત્યારે મોક્ષ નજીક છે. તેમાં રાગના બે પ્રકાર (૧) સાવદ્ય, ને (૨) નિરવદ્ય. સાવદ્ય રાગ તે સંસારમાં વિવિધ પ્રકાર ઉપર રાગ રાખવો તે કર્મ બંધનો હેતુ છે. નિરવદ્ય રાગ તે વીરના પ્રરૂપેલ માર્ગ ઉપર રાગ રાખવો તે કર્મ નિર્જરાનું કારણ છે. આ અનાદિકાળનો જીવ અજ્ઞાને કરી મોહને વશ પડેલ છે પણ તેનો વિચાર નથી કરતો કે તારૂં સ્વરૂપ શું છે ? તારી જાત ભાત ઈત્યાદિ શું છે ? એનો કાંઈ પણ આત્મા વિચાર કરતો નથી. પ્રત્યક્ષમાં કોટવાળ, કાજી, દિવાન, પ્રધાન કે રાજા સુધી એક વાત હોય તેનો ન્યાય કરવા માટે મોટી મોટી સભાઓ ભરે છે. પણ હે ગૌત્તમ ! કોઈ જીવનો
નોંધ : પત્ર નં : ૨૮ થી ૩૧ આ ચાર પત્રો નવા મળી આવેલ છે તે મુદ્રિત કર્યા છે.
૨૫૦