________________
GSSS સત્સંગ-સંજીવની
)
સૂર્યચંદ્રની પેઠે પ્રકાશમાન એવું આત્મસ્વરૂપ વિશેષપણે જાણવાને ઉદ્યમવંત ક્યાંથી હોઈ શકે ? અર્થાત્ ન જ | થઈ શકે. | (૩) “હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ;
આગમ વાદે હો ગુરૂગમ કો નહીં, એ સબલો વિખવાદ.” // ૩ // અર્થ : વળી હે પ્રભુ ! આત્મસ્વરૂપ પામવાના કાર્યનો હેતુ કહેતાં કારણ તેનો વિચાર કરી જોઈએ છીયે તો જાજ છે. તમારા દર્શનમાં જે નકાદિકનું કથન થાપવા ઉથાપવાનું ચાલે છે પણ તે નયાદિક તો અતિદુર્ગમ્ય એટલે બાહ્ય દ્રષ્ટિવાળા જીવોના જાણવામાં આવે નહીં એવું છે. કારણકે નયની જે વાણી છે તે તો કોઈ જ્ઞાની પુરૂષને સંમત્ત હોય છે અને તેવા પ્રગટ જ્ઞાનીપુરૂષ આગમના પરમાર્થના જાણ ગીતાર્થ એવા જ્ઞાની ગુરૂનો આશ્રય નહીં હોવાથી તમારા દર્શનને વિષે સઘળે સ્થળે વિખવાદ એટલે વાદવિવાદ થઈ રહ્યો છે કે જેથી તમારું દર્શન પામવું દુર્લભ થઈ પડયું. (૪) ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરીશણ જગનાથ;
પિઠાઈ કરી મારગ સંચરું, સેંગું કોઈ ન સાથ.” || ૪ || અર્થ : હે જગનાથ ! તમારાં દર્શન પામવાને એટલે સ્વરૂપ સ્થિતિ થવાને માટે પૂર્વે જે કહ્યાં એવા મતાગ્રહી કદાગ્રહી અસત્સંગીના સહવાસથી મોહનીય આદિ આત્માની ઘાત કરનારા એવા મોટા ડુંગરો આડા અતિઘણા કહેતાં વધારે છે. તેવા અંતરાયો છતાં તેને નહીં ગણકારતાં ધીઠાઈ કરી તમારા માર્ગમાં પ્રવર્તે તો તમારા મારગને પામેલા એવા સયુરૂષોનો સાથ સેંગુ - માર્ગ દેખાડનાર સાથે નથી કે જેથી - સહાયથી માર્ગે પ્રવર્તી શકું.
(૫) દર શણ દરીશણ રટતો જો ફીરૂં, તો રણરોઝ સમાન;
છે જેહને પિપાસા હો અમૃત પાનની, કેમ ભાંજે વિષપાન.” || ૫ ||
અર્થ : હે અભિનંદન ! તમારા દર્શનની એટલે આત્માના સ્વરૂપને પામવાની જો હું રટના કરતો ફરું | એટલે જ્યાં ત્યાં જઈને પૂછું કે કોઈ આત્મસ્વરૂપ સ્થિતિ પામવાનો માર્ગ બતાવો છો ? તો મને તે તે બાળજીવો
વગડાના રોઝની પેઠે ગણી કાઢે છે અને પોતાના અસદ્ ઉપદેશથી, કલ્પનાયુક્ત વચનોથી, યથાર્થ માર્ગથી | વિમુખપણું થવાનું બતાવે છે.
પણ હે દેવ ! મને જે તમારી સ્વરૂપ સ્થિતિરૂપ અમૃતપાનને પામવાની જે જિજ્ઞાસા છે તેને એવા બાળ જીવો અસદ્ ઉપદેશરૂપી વિષનું પાન કરાવવા ઈચ્છે તે તેના વિષપાનથી તૃષા કેમ ટળે ? (૬) તરસ ન આવે તો મરણ જીવન તણો, સીઝે જો દરીશણ કાજ;
દરીશણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ.’ | ૬ | અર્થ : હે પ્રભુ ! તમારા દર્શન પામવાનું છે કારણ તમારો બોધ તે મળે એટલે નિજ સ્વરૂપમય દશા પ્રાપ્ત થાય તો જન્મ જરા મરણાદિનો ત્રાસ કહેતાં ભય રહે નહીં. અને તમારું જે દર્શન આત્મસ્વરૂપની જે પ્રાપ્તિ થવી તે તો અતિ દુર્લભ છે. પણ તેવા આત્મસ્વરૂપને પામેલા એવા પુરૂષની કૃપાથી આત્મસ્વરૂપ પામવું અતિ સુલભ છે એમ આનંદઘનજી મહારાજ કહે છે.
ઈતિ શ્રી અભિનંદન જિન સ્તવન સમાપ્ત.
૨૩૨