________________
Sિ RSS સત્સંગ-સંજીવની NR NR
પાંચમા શ્રી સુમતિનાથ જિન સ્તવન (૧) સુમતિ ચરણ કજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર સુજ્ઞાની;
મતિ તરપણ બહુ સમ્મત જાણીએ, પરિસર્પણ સુવિચાર સુજ્ઞાની. સુમતિ. / ૧ //. અર્થ : સુમતિનાથ જે સ્વરૂપને પામ્યા તેવા સ્વરૂપને પામેલા એવા જ્ઞાની પુરૂષના ચરણકમળમાં આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. કેવા પ્રકારથી કરવી ?વિકાર રહિત નિષ્કામપણે કરવી. જેમકે આરિસાને વિષે જેવા પ્રકારનું પ્રતિબિંબ હોય તેવા પ્રકારનું પ્રતિબિંબ દેખાય છે તેમ નિર્વિકારપણે આત્માથી અર્પણ બુદ્ધિ કરવાથી નિર્વિકારપણું પ્રાપ્ત થાય છે. પણ બહુ સમ્મત કહેતા સમસ્ત જગતના જીવો જે પ્રકારે આત્મા અરપણાનું સ્વરૂપ કરે છે તે પ્રકારે કરવાથી તો બુદ્ધિ થાકી જાય છે એટલે અટકી જાય છે. માટે પરિસર કહેતાં સમસ્ત જગત જે પ્રકારે અર્પણ કરે છે, તે પ્રકારથી ઓસરીને, ઉપરાંઠો થઈને એટલે તે પ્રકારે નહીં કરીને ઉપર જણાવ્યું તેમ નિર્વિકારપણે કરવું એજ ભલો વિચાર છે. (૨) ત્રિવિધ સકલ તનુધર ગત આતમા; બહિરાતમ ધુરિ ભેદ, સુજ્ઞાની;
બીજો અંતર આતમ તીસરો, પરમાતમ અવિચ્છેદ, સુજ્ઞાની. સુમતિ. / ૨ / અર્થ : સમસ્ત દેહધારીઓને વિષે ત્રણ પ્રકારના આત્મા કહ્યા છે. ૧-બાહ્ય આત્મા, ૨-અંતરાત્મા, ૩| પરમાત્મા, હવે તેનું સ્વરૂપ કહે છે. (૩) આતમ બુદ્ધે હો કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ, સુજ્ઞાની;
કાયાદિકનો હો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ, સુજ્ઞાની. સુમતિ. // ૩ // અર્થ : બહિરાત્મા એટલે શરીરાદિ શબ્દથી પુત્ર, પુત્રી, સ્ત્રી, ભાઈ, બહેન ઈત્યાદિ ભાવોને વિષે જે અહંબુદ્ધિપણું તથા તેને સુખે સુખી તથા તેને દુઃખે દુઃખી એ આદિ માયા મમતા, મિથ્યાત્વાદિકે ગ્રહવાપણું, તથા પરભાવને વિષે પરિણમવાપણું એ આદિ લક્ષણે લક્ષીત તે બહિરાત્મા કહીએ તે પાપરૂપ વ્યાપારવંત જાણવો.
તથા કાયાદિક એટલે શરીર આદિ શબ્દોથી ઘર-ભૂમિ, સગા-કુટુંબ, સ્નેહી એ બધામાં સાક્ષી રૂપે રહે તે અંતર-આત્માપણાનું સ્વરૂપ કહેવાય. (૪) જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકળ ઉપાધિ, સુજ્ઞાની;
અતિંદ્રિય ગુણ ગણમણિ આગરૂ, એમ પરમાતમ સાધ. સુજ્ઞાની. સુમતિ. / ૪ / અર્થ : સર્વ પ્રકારની ઉપાધિથી વર્જિત, રાગ દ્વેષ અજ્ઞાનાદિ દોષથી મુક્ત, જ્ઞાનાનંદે પૂર્ણ એટલે આત્મસ્વરૂપે કરીને પરિપૂર્ણ, પવિત્ર, ગુણનું ધામ એટલે ગુણના સમુહરૂપ મહામણીઓથી અધિક ઈચ્છિત સુખને પામી શકાય તેવું, એવું પરમાત્માનું સ્વરૂપ તેને સાધ કહેતાં પ્રાપ્ત કરો. (૫) બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની;
પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ, સુજ્ઞાની. સુમતિ... // ૫ // અર્થ : બહિરાત્મપણું જે છે એટલે શરીરાદિકને વિષે આત્મતા જે મનાઈ છે તે ત્યાગીને અંતરાત્માના ભાવને વિષે સ્થિર થવું અને એકાગ્રભાવે પરમાત્મપદનું ચિંતવન કરવું એ પ્રકારે આત્માની અર્પણતાનો દાવ (I} કહેતાં ઉપાય છે.
૨૩૩