________________
GRESS સત્સંગ-સંજીવની )
(9
હું આળસથી પત્ર લખું નહીં, તો પણ વિચાર જોગ વાતના કાગળ બે ચાર દિવસે જણાવવા કપા કરશો. કારણ તેથી સત્સમાગમ જેવો જ લાભ માનીશ. આપની તંદુરસ્તી સારી રીતે સુધરવાના સમાચાર જાણવા ઈચ્છું છું.
પત્ર-૧૦ શ્રીમદ્ સદ્ગુરૂદેવ દેવાધિદેવ સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીની સેવામાં, અખંડિત પ્રણામ. પૂજ્ય પરમ દયાળ, સદા શુભેચ્છક આત્માર્થી શ્રી અંબાલાલભાઈ,
શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીના ચિત્રપટની છબી, આપનો કૃપાપત્ર, ગદ્ય તથા પદ્યની સ્તુતિ એ સઘળું મળ્યું છે. જવાબ લખવામાં ઢીલ થવાથી દરગુજર ઈચ્છું છું.
પરમ પૂજ્ય પરમોત્કૃષ્ટ સમાધિસ્થિત શ્રી સોભાગભાઈનો આ ભવને વિષે આપણને વિયોગ થયો અને તેમના સત્સમાગમની આપણને જે ખામી આવી છે તે કોઈ રીતે પૂરી કરી શકાય તેમ નથી. તેમની શાંતિ, દયાળુતા, નિરભિમાનતા, સરળતા, સત્યતા, તથા સત્યતા પ્રત્યે પ્રતીતિ, શુદ્ધ ઉપયોગ અને પરમ પૂજ્ય શ્રી સૌભાગ્ય સ્વરૂપ સ્વામી પ્રત્યે અડગ દૃઢતા અને તેમાં પણ અવસાન વખતે વિશેષ દૃઢપણું ઈત્યાદિ કોઈ પણ પ્રકારે વર્ણવી શકાય તેમ નથી. આવી દશા પ્રાપ્ત થવી એ મહાન્ પરમાત્મા દેવાધિદેવ પરમપૂજ્યશ્રીની કૃપા થયે જ પ્રાપ્ત થાય. દરેક મુમુક્ષુએ એ વાત વારંવાર રટણ કરવા લાયક છે. તથાપિ તેનું ફળ પ્રાપ્ત થવું એ તેમની કૃપા વડીયે જ થઈ શકે તેમ છે. પરમાત્મા પરમ પૂજ્યશ્રી સોભાગભાઈના આત્માને અમર ક્ષેત્ર આપે એવી આપણે સૌ એ પ્રત્યે વિનંતી કરવી એ આપણી ફરજ સમજું છું.
પરમપૂજ્ય સોભાગભાઈના અવસાન સમયે આપ દૂરથી પધારી શક્યા, અમૂલ્ય લાભ લઈ શક્યા, મહાવાક્યોથી ઉપદેશ દઈ શક્યા, ફરજ બજાવી શક્યા, આપની હાજરીની લાગણી તેમના ઉપયોગમાં કોરાએલી તે પૂરી શક્યા તથા તેમને લાભ દઈ લઈ શક્યા, એ સઘળું આપ તથા શ્રી કીલાભાઈને ધન્યવાદ ધન્યવાદ ઘટે છે. અને આ સઘળા પ્રસંગનો લાભ હું પણ લઈ શક્યો તેટલું સફળપણું મારા માટેનું માનું છું. અને તે સફળપણું મહાન્ પરમ પૂજ્ય દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુની કૃપા વડીએજ થયેલું છે. તેથી હજારો હજારવાર આત્મભાવે મારા પ્રણામ છે.
આપના તરફથી કવિતા આવી છે. તેની ચમત્કૃતિ સારી જોવામાં આવે છે. એ વિષે આપના ફરમાન પ્રમાણે તજવીજમાં છઉં. હું બહુ ઉપાધિ ગ્રહિત છું. તેથી કવિતા રચાવી મોકલતાં વિલંબ થાય તો દરગુજર કરવા વિનંતિ છે. લિ. અલ્પ દીનદાસ ધારશી કુશળચંદના પ્રણામ.
પત્ર-૧૧ શ્રીમાન સત્યગુરૂ જયવંતા વત. ૩ૐ તત્ સત્ કેવળ આત્માર્થી પૂ. અંબાલાલભાઈ
હું ભુજ ગયો હતો. ગઈ કાલે આવ્યો. આપે બુકપોસ્ટ ચોપડી મોકલી તે પહોંચી છે. કાગળ પોંચ્યો છે. વિગતવાર જવાબ હવે પછી લખી શકીશ. ભુજ જતાં ને વળતાં શ્રી વવાણીયા પરમપૂજ્ય દેવાધિદેવ શ્રી રાજ્યચંદ્ર
૨૪૦