________________
GSSS) સત્સંગ-સંજીવની {S (
અને ખોળામાં પુત્ર હતો તે અલોપ થઈ ગયો. ત્યાર પછી મેં જોયું તો ધાવણ છૂટ્યું એમ ભીનું જણાતું હતું. તેથી મને ખાતરી થઈ કે આ સ્વપ્ન લાધ્યું ત્યારે જાગૃતિ વિશેષ અને ઊંઘ ઓછી. તેથી વિશેષ ભાગ જાગૃતિ કહેવાય. દિવસ ઊગ્યા પછી મેં ભાઈને વાત કહી કે આમ બન્યું. વહુ તે રાત્રે મારી પાસે પથારી કરીને સૂતા હતા.
- વઢવાણ અમે મહીનો સવા મહીનો રહ્યા ત્યાર પછી અમે ઘર તરફ ગયા. અને ભાઈ અમદાવાદ તરફ | ગયા. થોડા દિવસ પછી અમને બોલાવવાથી હું તથા વહુ તથા કાશી તથા જવલ તથા મનસુખ અમદાવાદ ગયા હતા.
ભાઈશ્રી નડીયાદ બિરાજતા હતા ત્યારે માતુશ્રી કહે મને મંદવાડ વિશેષ હતો. તેથી તાર કરીને ભાઈને બોલાવેલ, ભાઈ પધાર્યા. ખાટલે બેસી ઘણી વાતો કરતા અને સેવા ઘણી સારી કરેલી.
૧૯૫૬માં જો કે મને તો બરાબર સમજણ નહીં પણ ભાઈએ સમજણ પાડી કે આ સૂત્ર (નામ ખબર નથી) તમારા ખરચથી મંગાવેલ છે તે તમે મને વહોરાવો. તે ઉપરથી મેં તે સુત્ર ભાઈને વહોરાવ્યું, પણ આ વખતે શ્રી માકુભાઈ વિગેરે હાજર હતા તેથી ક્યું સૂત્રને તેમના જાણવામાં હશે ? કેટલા રૂપિયાનું (કેટલી કીંમતનું) તે મને યાદ નથી. પછી પરમશ્રત ખાતામાં રૂપિયા મંડાવાનું ભાઈએ મને પૂછયું ત્યારે મેં રૂ. ૨૫ મંડાવ્યા ને રૂ. ૫૦ વહુએ મંડાવ્યા ને સૂત્ર તે મેં મારા હાથમાં લઈને ભાઈના હાથમાં આપેલ હતું.
(સં. ૧૯૭૦ના કારતક વદી એકમના રોજ, સ્થળ સ્થંભતીર્થ, પૂ. શ્રી છોટાલાલ માણેકચંદની મેડી ઉપર સવારના પ્રથમ પ્રહરમાં પરમકૃપાળુ માતુશ્રી - દેવમાતા મેડી ઉપર બિરાજ્યા હતાં. તેમને હકીકત પૂછતાં તેમને જે જે વાત કરી તે અહીં નોટ કરવામાં આવી છે.).
૧૭૯