________________
O REFER SR સત્સંગ-સંજીવની ) (5)
STD-9
કાળને ગાળવો. તેમ કરવાથી મન શુદ્ધ થશે. ચિત્ત નિર્મળ કરવું. અંતઃકરણ જ્યાં સુધી મલિન છે. ત્યાં સુધી ચિત્ત નિર્મળ થાય નહિ, કરો તો વાર નથી. અહો ! નિવૃત્તિમાં જ સુખ છે. એવું સુખ બીજામાં નથી, એકાંત સુખ છે. એક જ્ઞાનમાં સુખ છે તેવું બીજામાં સુખ નથી. જ્ઞાનમાં સુખ છે એવું ત્રણે લોકમાં સુખ નથી. આ સંસારના સુખમાં શું રાચવું ? ઈદ્રિયનું લોલુપીપણું જુઓ કે જે ઈદ્રિયવડે લોલુપીપણું રહેશે તે ઈદ્રિય ધારણ કરી તે ભવમાં ભટકવું પડશે.
મેવાસીને મારી નાખવો, વૃત્તિને વશ ન પડવું, પ્રમાદ કરવો, રસાદિ સ્વાદ ન કરવો, માન ન કરવું. સ્ત્રીનો સમાગમ ઓછો કરવો, આશ્રવને દાઢમાં નાંખી ચાવી નાંખવો, ખૂનીને દાઢમાં રાખવો, જે જે આચરણ કરવાં તેમાં માન તો રાખવું જ નહિ.
જાણે જાણતા જ નથી એમ સાચથી, સાચા થઈને બોલવું.
પત્ર-૫
હિલ ભાઈ ત્રિભુવનદાસને વિનંતી કે આપના શરીરને આરોગ્યતા હશે. આ લેખકને એના દેહે દેહાદિક ધર્મ બજાવ્યો છે. ત્રણે કાળમાં પુદ્ગલનો સ્વભાવ સડન, પડન અને વિધ્વંસન છે એવું જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરેલું તે સર્વ જીવને વિશેષ માન્ય થવા અર્થે અનુભવ યોગ્ય વચન, શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે. જો કે શાસ્ત્રાદિક એ પરોક્ષ છે અને આ વાત અનુભવસિદ્ધ છે, છતાં પણ મુમુક્ષુ જીવને વિશેષ જાગૃત થવાને અર્થે, જાગૃતિમાં રહેવાને અર્થે, દયાની ખાતર એ વાત જ્ઞાનીએ પ્રતિપાદન કરી છે. માટે હું, તમે કે બીજા જે આત્મા, ઉદય આવેલ કર્મ અબંધ પરિણામથી ભોગવીશું તો આ દેહાદિકથી રહિત એવું જે શાશ્વતપદ તેને પામીશું. પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે કે આ દેહ જ પોતાને બંધન કરે છે. અને આ દેહથી કરીને તેને જન્મ જરા મરણાદિ કરવું પડે છે. અને વળી અત્યારે આ મનુષ્યભવમાં સ્વજન, કુટુંબ, સ્ત્રીઆદિ જે કાંઈ મોહાદિ પ્રકારે સ્વાર્થી સંબંધ થયો છે તે સ્વાર્થને જ અર્થે પોતે જે કાંઈ આ દેહાદિકની ચાકરી કરે છે અથવા ઔષધોપચાર કરીને ખાવાનો આગ્રહ કરે છે તે સૌ પોતપોતાના સ્વાર્થથી જ છે. પૂર્વે ઉપાર્જન કરેલાં તિર્યંચ યોનિમાં આ દેહને કોણ શાતાકારી હતો ? હજુ પણ શુભાશુભ કર્મોદય આવેલાને આક્રોશ પરિણામ ભોગવાથી જે ભવિષ્યકાળે એટલે આવતો અથવા અનાગત નર્નાદિ ગતિમાં આવા જ દેહનો કોણ કોણ સંબંધ છે ? પણ જીવ જ વિચાર કરી શકતો નથી. કારણ કે પૂર્વે ક્યાં ક્યાં કેવા કેવા દેહો ધારણું કર્યા છે, તેનું એને ભાન જ નથી. આગામી કાળે કયાં કયાં દેહ ધારણ કરવાના છે, એ પણ જીવ સહજ શાતા સુખ મળવાથી ભૂલી ગયો છે. પણ મુમુક્ષુજીવો પૂર્વનો અને ભવિષ્યકાળનો આવા દુ:ખ વેદનીય અશાતા પ્રસંગે બહુ જ વિચાર કરે છે. જો કે જીવને શાતા સુખનો ઉદય હોય ત્યારે તેને નિવૃત્તિ મળતી નથી એટલે જે કાંઈ ઉપાધિ અંગીકાર કરેલી હોય છે તે ભોગવવામાં જ તલ્લીન હોય છે, કદાપિ અશાતાકારી સ્થિતિ પૂર્વના કર્મોદયે ઉત્પન્ન થઈ હોય તો ત્યાં જીવ દેહાદિક અશાતાને વેદવામાં ભૂલી જાય છે, ત્યારે હવે આ જીવ કયા પ્રસંગે નિવૃત્તિ લઈ શકે તે વિચારો ? આ જીવ વારંવાર આવા કારણો મળવા છતાં તે ભૂલી જાય છે. તો પણ આ અશાતા પ્રસંગે સહજ વિશેષ દૃઢ થવા અર્થે ભાઈ.... ભાઈનું દૃષ્ટાંત જણાવું છું.
- આ જીવન જીવવાની આશા વિશેષ રહે છે. જો કે મરવું છે એ તો પ્રત્યક્ષ હોવા છતાં પણ દુ:ખ-ગર્ભિત " વૈરાગ્યને લીધે અત્યારે એમ રહેતું હશે કે સારી સ્થિતિએ ધર્મારાધન કરીશ, પણ પાછો જીવ જ ભૂલી જાય છે. અને જે ભૂલ થાય છે તે જ અજ્ઞાન છે. તે જ જીવની મૂઢતા છે. કારણ કે જ્યારે દેહાદિક પ્રત્યે અશુભ કર્મોદય આવે છે તે વખતે જો કદાપિ કાંઈ પણ ચીકાશનો પદાર્થ કે સ્નિગ્ધ પુદ્ગલાદિક ખાવામાં આવે તો દેહને વિશેષ અશાતાનું કારણ બનવાનો સંભવ છે. તેમજ જે કાંઈ પરેજી પળાય છે તે પણ ફક્ત દેહાદિના મોહાદિ પ્રકારથી
૧૯૫
I