________________
O CREVER8 સત્સંગ-સંજીવની GHERE HER()
અનુભવવામાં આવ્યું નથી. ગમે ત્યારે પણ તેનું સ્વરૂપ અન્યથા પ્રકારે જાણી અન્યથા પ્રકારે માનીને તેનો બોધ પણ અન્યથા પ્રકારે કર્યો હશે. નહીં તો ખચિત અનંતાનુબંધીનું સ્વરૂપ યથાર્થ રીતે જાણવા પ્રમાણે અનુભવવામાં આવ્યું હોય તો તેની સ્થિતિ જઘન્ય તે જ ભવની અને ઉત્કૃષ્ટ ત્રીજા ભવની જ્ઞાનીપુરુષોએ બતાવી છે. તેનું મુખ્ય કારણ તો એ છે કે પૂર્વે ઉપાર્જન કરેલાં એવાં કર્મના નિબંધનથી આ જીવને આગામી કાળનો – જવાની ગતિનો બંધ થયો હોય તો જ, નહિ તો તે જ ભવે મુક્તિ થવાનું કારણ જ્ઞાની પુરુષોએ વિશેષ કરીને બોધ્યું છે, જેથી તે સ્થળે કાંઈ અભૂત રચના આપી છે. તે સર્વ જીવને વિચારવા યોગ્ય છે. વળી પણ તેની સાથે એમ પણ બોધ્યું છે કે જેને એક પણ વ્રત પ્રત્યાખ્યાનાદિક હોય નહીં, જ્યારે તેવી વાત કરી છે ત્યારે તેનો વિચાર સર્વ મુક્ત થવા ઈચ્છનાર જીવોએ અવશ્ય કરી કરવા યોગ્ય છે. અને તેનો યથાર્થ રીતે ખુલાસો કોઈ વિદ્યમાન સત્યરુષ પાસેથી લેવો જોઈએ અને મને પણ તે અનંતાનુબંધીનું સ્વરૂપ પૂર્વે આજે જેમ આપ કલ્પો છો તેમજ સમજાયું હતું. પણ કોઈ સત્પરુષના પ્રતાપે તેનું સ્વરૂપ યત્કિંચિત્ મારી અલ્પમતિથી સમજવામાં આવ્યું છે. છતાં વખતે તે ઉપદેશવામાં મારા કે તમારા સમજ્યા ફેર થાય તેટલા માટે આપને જો તે અનંતાનુબંધીનું સ્વરૂપ જાણવાની ઈચ્છા હોય તો ભલે, આપ તે પુરુષ પાસેથી ખુલાસો મંગાવો. મારા ધારવા પ્રમાણે આપને તે તરફથી ખુલાસો મળશે તો તો આપના સમજવામાં બરાબર આવી શકશે. અને ત્યાં પત્ર લખવામાં આપને કદાપિ સહેજે અપ્રવૃત્તિ રહેતી હોય તો ગમે ત્યાંથી પણ ધર્મ સંબંધી ખુલાસો મંગાવવાની જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. માટે આપ કોઈ શ્રાવક પાસે પત્ર વાટે જણાવી ખુલાસો મંગાવવા કોઈપણ રીતે અડચણ નથી. એ જ તેમને જણાવશો.
| બાકી તે વિગેરે તેમના પક્ષના બીજા મુનિઓ ગમે તો અનુકૂળ વર્તે અથવા પ્રતિકૂળ વર્તે તે પર કોઈપણ લક્ષ આપવો ઉચિત નથી. પ્રતિકૂળ વર્તે તો જીવનો એક અનાદિ દોષ છે એમ ગણીને તે પ્રત્યે અનુકંપા રાખ્યા જ કરવી. અનુકળ વર્તે તો તે કાંઈ આપણને લાભકારી નથી. ગમે તે પ્રકારે પણ સર્વ જીવો અનાદિકાળથી પોતાની જ ભૂલે રખડ્યા છે. તે ભૂલ તેના જાણવામાં આવે અને પૂર્વે બંધાયેલા કર્મોને નિવર્તન કરવામાં આવી, આત્મદશા સન્મુખ તેની વૃત્તિ થાય તો ગમે ત્યારે તે જીવ વહેલું કે મોડે મુક્ત થશે, એ ભાવના રાખી તે જીવો પ્રત્યે માત્ર નિર્દોષ દૃષ્ટિથી અને અનુકંપા બુદ્ધિથી વર્યા કરવું અને આપણો જે મૂળ ધર્મ છે તે વિસર્જનભૂત ન થાય એ લક્ષ રાખ્યા કરવો એમ મને ઉચિત લાગે છે. નહિ તો તેવા આલાપ પ્રલાપના સમયે જીવને ભૂલાવો થઈ જવાનો સંભવ છે અને ઉત્તમ પ્રકારની સ્થિતિએ જઈ ચઢેલા મુનિઓ પણ તેવા તેવા અનુકૂળ પ્રસંગોથી પડીને અધોગતિએ ગયા છે અને તેટલા જ માટે જ્ઞાનીપુરુષોએ વારંવાર કહ્યું છે. માત્ર સર્વ પ્રકારે ઉદાસીન થઈ વૈરાગ્યવૃત્તિમાં મોળાશ ન થવી જોઈએ. એ જ મુમુક્ષુઓનો પરમ ધર્મ છે. | મુનિ દેવકરણજીએ વ્યાખ્યાનના પ્રસંગમાં વિશેષે કરી ધ્યાન આપવાની જરૂર છે. અને આણંદથી મોકલેલો પત્ર વ. ૭૧૬ વારંવાર હૃદયને વિષે અવલોકન કરી રાખવા જેવો છે. નહિ તો ઠીક બોધું છું. મારી વાત લોકોમાં ઠીક અનુકૂળ આવે તેમ છે એ જ જીવને નીચે પાડવાનું લક્ષણ છે. જો કે આપને આ લખવું યોગ્ય નથી છતાં આપને સ્મરણ રહેવા માત્ર લખ્યું છે. જેથી સત્પષોનું શરણ રાખી જેમ થવું હશે તેમ થશે અને કોઈપણ પ્રકારથી સર્વ જીવોનું કલ્યાણ થાય એ લક્ષ રાખી ઉદાસીન ભાવે કરતાં જતાં પણ મૂળ દોષ ઉપર વિશેષ વિશેષ લક્ષ રાખીને તેનો પરાભવ કરવો કે જેથી મૂળ દોષ વર્ધમાન થવા પામે નહિ, એટલો લક્ષ હું, તમે કે સર્વ મુમુક્ષુઓને અવશ્ય રાખવા યોગ્ય છે.
અયોગ્યને માટે ક્ષમા ઈચ્છું છું. લિ. અલ્પજ્ઞ અંબાલાલના સવિનય નમસ્કાર
૧૯૭