________________
(6) સત્સંગ-સંજીવની
જીવને તે તે થયેલા આગ્રહનો પ્રતિબંધ છોડવો સૂઝતો નથી. આ માઠું છે, અને જન્મ જરા મરણનું કારણ છે, એવું યથાયોગ્ય લાગતું નથી, જો લાગતું હોય તો જન્મ જરા મરણના ભયથી પણ તેમ કરવું યોગ્ય લાગતું નથી. અને જીવ એમ ઈચ્છે છે એ આશ્ચર્યતા ઉપજે છે.
જીવ પોતે એમ સમજે છે કે અહંકારથી અનંત સંસાર વધવાનું કારણ છે. તે અહંકારથી મૂકાવાય તો જીવને શાશ્વત સુખ મળવું કાંઈ દુર્લભ નથી, પણ જીવને હજુ શાશ્વત સુખની ઈચ્છા થઈ નથી, તેમાં પ્રીતિ લાગતી નથી અને વગર વિચાર્યે જીવ એમ સમજે છે કે અહંકારનું સ્વરૂપ મેં જાણ્યું છે. હવે પાછા ફરવાનું કાર્ય કરવાની ઈચ્છા રાખું છું. એવું જે જીવનું સમજવું કે પાછું ફરાય છે એમ માનવું તે જ જીવની મૂઢતા છે. કારણ કે બીજા પ્રકારથી જીવને અહંકાર વિશેષપણે પરિણમે છે તેનો અભિનિવેશ રહ્યા કરે છે, તે જીવનાં સમજવામાં આવતું નથી અને જીવ એમ માની બેઠો છે કે હવે પુરૂષાર્થ થયે અહંકારનો નાશ થશે. જો જીવે પુરૂષાર્થ કર્યે અહંકારનો પ્રતિકાર થશે એમ સ્પષ્ટ જાણ્યું હોય તો તે જીવે અહંકારના કારણો - અહંકારના ઉપાયોથી પાછા ફરવામાં તત્પર રહેવું જોઈએ.
એક પ્રકારથી જીવ એમ જાણતો હશે કે અમુક પ્રકારથી હું અહંકારના કારણો સેવતો નથી કે તે અહંકારના દોષો તાદૃશ્ય નજરે આવે છે. પણ બીજા પ્રકારથી તે અહંકાર એવો તો ફાંસીરૂપ ચઢી બેસે છે કે પોતાના સમજવામાં આવતું નથી, અને નથી આવતું એ જ જીવને અજ્ઞાનનું કારણ છે. તે અજ્ઞાન કેમ ટળે ? કે અહંકારાદિનો પરાજ્ય શાથી થાય તેનો વિચાર કરતાં જે પુરુષોનો અહંકાર ક્ષય થયો છે એવા જ્ઞાની પુરુષના આશ્રય વિના બીજા કોઈ પ્રકારથી થઈ શકતો નથી અને આટલુંય જાણવું તે પણ જ્ઞાની પુરુષોના આશ્રયથી થયું છે. જ્ઞાનીના શરણ વિના કાંઈપણ જાણી શકાતું નથી અને એમ યથાયોગ્ય છે કે જ્ઞાની પુરુષ વિના તે અહંકારથી મૂકાવું થતું નથી. અલ્પજ્ઞ અંબાલાલ.
5]
પત્ર-૧૮
જે ચિત્ત અનાદિના અભ્યાસમાં જોડાયેલું રહે છે તે ચિત્તને પરમાત્માના નામ સ્મરણમાં જોડેલું રાખવાથી તે ચિત્ત અપરાધ કરતાં અટકે છે. પાપ અને કષાયના ચિંતન કરતાં અટકે છે. ફરી ફરીવાર ચિત્તમાં પરમાત્માનું નામ સદોદિત સ્મરણમાં રાખ્યા જ કરવું. સર્વ સુખનો પરમોત્કૃષ્ટ ઉપાય એ જ સહેલામાં સહેલો છે. જે ચિત્ત નકામી માથાકૂટ કર્યા કરે છે, લૌકિક ભાવોમાં પડી રહે છે, તે ચિત્તને શુદ્ધ કરવામાં - પાપનો નાશ કરવામાં પરમાત્માનું નામસ્મરણ એ કેવો મજેનો ઉપાય છે.
આમ ક૨વા માટે જીવે વાણીનો બહુ સંયમ કરવો જોઈએ. એક શબ્દ પણ વગર પ્રયોજને ઉચ્ચારવો નહીં. બનતાં સુધી પરમાર્થની વાર્તા પણ બહારથી ગૌણ કરી દેવી.
સત્પુરુષોના ગુણોનું ચિંતન - તેની ચેષ્ટાનું ચિંતન, તેની શાંત વીતરાગ મુદ્રાનું એક્લયપણે-તન્મયપણે ચિંતન, તેમના નામનું અહોનિશ સ્મરણ અને એમના ગુણનું જ મનન નિદિધ્યાસન કરવામાં સર્વ કાળ નિર્ગમન કરૂં.
ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં કે સૂતાં કે કોઈપણ ક્રિયા કરતાં પરમાત્માના નામને વિસરવું નહીં. એના નામસ્મરણ સાથે જ બીજી નિર્દોષ ક્રિયા અને નિષ્પાપ ક્રિયામાં જોડાઉં. કષાયવાળા વચન ઉચ્ચારવાના રોજ રોજ પચાણ કરવા. કોઈના ચિત્તને બને ત્યાં સુધી ન દુભવવાનું લક્ષ રાખવું. એકાંત વાસ અને અસંગતાને વધારે ઈચ્છું, ખાનપાનમાં લોલુપતા ઓછી કરું - દેહ પડવા વખતે પણ દેહને અત્યંત વેદનાનો પ્રસંગ આવે, અને કોઈ સેવાચાકરી કરનાર ન હોય અથવા ઈચ્છાથી કંઈ વિરૂદ્ધ થતું હોય તો પણ પ્રભુના ચરણમાંથી ચિત્ત
ન
૨૦૬