________________
O
RE
- સત્સંગ-સંજીવની
)
જઈ શકે, નહિ તો તેને પહેલે ગુણસ્થાનકે આવવાનો સંભવ જોયો અને તેવી રીતે ઘણા જીવો, ૧૧૯ પ્રકૃતિ ઉપશમાવી, ૧૧મા ગુણસ્થાનકે જઈને માત્ર એક પ્રકૃતિ બાકી રાખી ત્યાંથી પાછા પડી સઘળી પ્રવૃતિઓ અંગિકાર કરી ઘણો સંસાર ૨ઝળ્યા છે.
તે સિવાય પણ જિનાગમમાં એક શ્વાસોશ્વાસ સિવાય બીજી કાંઈ પણ ક્રિયા ગુરૂની આજ્ઞા સિવાય શિષ્યને કરવા ના કહી અને વારંવાર એજ વાત પ્રચલિત કરી છે અને વારંવાર સદ્ગુરૂનો યોગ સ્વીકાર્યો છે. તે સિવાય પણ સદ્ગુરૂનો યોગ સ્વીકારવો અવશ્ય લાગે છે. માટે જ્યાં સુધી જીવને તેવો યોગ યથાર્થ સમજવામાં ન આવે, સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી માર્ગનું યથાર્થ ભાન થવું મારી સમજણ પ્રમાણે સંભવીત લાગતું નથી..
બાહ્યાભ્યતર બન્ને પ્રકારની જેની ગ્રંથી ગઈ છે તેવા સત્પરુષને અનન્ય ભક્તિભાવે નમસ્કાર. પ્રભુ શ્રી પ્રતિ
અત્રે સ્થાનકે જવાનો પરિચય રાખવા લખ્યું તે જાણ્યું. એ જીવો પ્રત્યે અષ ભાવ જ રહ્યા કરે છે. બીજા જીવો કરતાં પણ એ જીવો પ્રત્યે અનુકંપા કંઈક વિશેષ રહ્યા કરે છે. કારણ કે જે સ્થળેથી છૂટવાનું તેનાથી જ જીવ વિમુખતા પામે છે. જ્યાંથી માર્ગ પામવાનો ત્યાંથી જીવ દૂર ચાલ્યો છે. ત્યાં માર્ગની પ્રાપ્તિ ક્યાંથી થાય અને વિશેષ ચાલી ગયેલું છેટું કેમ ભાંગે અને ક્યારે ભાંગે એ વિચારી વારંવાર ખેદ થાય છે (જ્ઞાનાવર્ગીય કર્મનું સ્વરૂપ વિચારી) બાકી તો આપણે શું કરીશું. જો માર્ગની ઈચ્છા ઉત્પન્ન થવાનો વખત તેમને જ જો વિશેષ સમિપ હોત તો હાલ આવી ચેષ્ટામાં પડત નહીં. સામાન્ય પણે પણ કોઈ જીવની નિંદા કરવી યોગ્ય નથી તો જે પુરૂષ નિંદા અવર્ણવાદ કરી જ્ઞાનાવણ કર્મના ઉપાર્જન કરવાથી આ જીવ, અનાદિ કાળથી રખડ્યો તે જ પુરૂષથી પાછું તેવી જ રીતે કર્મનું ઉપાર્જન કરી વિમુખપણું પામે છે એ જોઈ વળી અનુકમ્પા આવી જાય છે પણ શું કરવું ? મહાવીરદેવને ઘણીએ અનુકમ્મા હતી કે ગોશાળા જેવો એક જીવ સમજ્યો હોત તો બીજા અગિયાર લાખ જીવોને માર્ગ પમાડવાનું નિમિત્ત થાય તેમ છતાં યે અનંતી અનંતી અનુકમ્મા રાખી હતી, તે અનુકમ્પાનું મહાભ્ય અને મહાવીરદેવ પ્રત્યેનો અંતરંગથી નિશ્ચય હતો તો પ્રાયે સમ્યકત્વ પામ્યો.
વળી આ જીવો પાસે જવામાં બીજી વખત નથી, કારણ કે તે જીવો બિચારા પરનું કલ્યાણ કરવામાં પ્રવર્તી રહ્યા છે. બપોરે જૈન શાળા ભણાવવાનું ચાલે છે તે પછી રાસ વંચાય છે. ઘણી વખત નવરંગી પચરંગી નિત્ય પોષણ આદિ ક્રિયા કરાવાનું થયા કરે છે. વળી સાંજે પ્રતિક્રમણ કરી રાત્રે સૂઈ જાય છે. સવારે પાછા ઊઠીને એજ પ્રમાણે ક્રિયા કરે છે. ત્યાં સ્વવિચાર કયા વખતે કરી શકે ? અથવા તેમની સાથે કયા વખતે વાત કરવાનો પ્રસંગ આવે ? બાકી ખરું જોતાં તો પૂર્વોપાર્જન કરેલા એવા પ્રારબ્ધથી આપણા એમની સાથે પાના પડ્યાં તેથી એ જીવોને તારવાની કે માર્ગમાં લાવવાની વિશેષ દયા રહ્યા કરે છે. બાકી તો આ જગતમાં અનંતા જીવો મનુષ્ય યોનિમાં છે તે સઘળા પ્રત્યે તો કાંઈ એટલી બધી દયા વર્તતી નથી અને દયા નથી વર્તતી તેના શું કારણો ? જ્યારે તેવી દયા ઉત્પન્ન થશે ત્યારે યથાર્થ માર્ગ સમજાશે એમ મને લાગે છે. હાલ તો મુનિ ગિરધરલાલજીને સમ્યકજ્ઞાનદિપિકા નામનું આઠ કર્મનું પુસ્તક દિગંબર સાધુનું બનાવેલ વાંચવા આપેલું છે. જીવ સ્વેચ્છાએ નિજકલ્પનાએ વાંચે છે ત્યાં સવિચાર કે પરમાર્થ દ્રષ્ટિએ ક્યાંથી સમજવાનું બને. તેમ છતાં યથા-અવસરે ત્યાં જવાનું પ્રસંગ રાખવાનું કરીશ. કુળ સંપ્રદાયના યોગે ઉત્તરાધ્યયન વાંચવું યોગ્ય નથી. એ પુરૂષનો કહેવાનો અભિપ્રાય શું છે ?
૨૧૩