________________
RESS સત્સંગ-સંજીવની EGREE)
-
વળી આ સાથે ભક્તિના બે પત્રો મોકલવા લખ્યા છે પણ તે મોકલ્યા નથી, કારણ કે તેમાં અપૂર્વ વાત જણાવી છે. પણ જ્યાં સુધી વિચારદશા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી હાલ વાંચવામાં આવે તો સામાન્યપણું થઈ જાય તેથી મોકલ્યા નથી.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. . . . મુનિને અસંગપણું રાખવા વ. ૭૮૬માં જણાવ્યું છે. તેનો પરમાર્થ આમ સમજાય છે. દ્રવ્યથી એટલે, દેહાદિથી માંડી સર્વ વસ્ત્ર, પાત્ર, પાટ, રજોહરણ ઈત્યાદિક જગતના સર્વ પદાર્થોથી અસંગપણું રાખવા યોગ્ય છે.
ક્ષેત્રથી - એટલે આ સ્થળ અનુકુળ છે, આ આસન બેસવાને યોગ્ય છે. આમ પાટ મૂકી હોય તો હવાનું કારણ ઠીક છે, અથવા આ ક્ષેત્ર સમાધિનું કારણ છે ઈત્યાદિ ક્ષેત્ર પ્રત્યેનો ભાવ છોડી દેવો યોગ્ય લાગે છે.
કાળથી – એટલે આ કાળ અનુકૂળ છે. પ્રભાતે નિવૃત્તિ લેવાનું ઠીક લાગે છે. રાત્રે વિચારવાનું યોગ્ય લાગે છે. અત્યારે યુવાવસ્થામાં વિચારવું ઠીક લાગે છે. એ પ્રકારે સર્વે પ્રકારના કાળથી અસંગપણું રાખવું યોગ્ય છે. કારણ કે આત્મવિચાર પામનાર પુરુષને કાળનો કાંઈ નિયમ નથી, સર્વકાળ અને સર્વ સમય એને એ જ વિચાર સતત જાગૃત રહેવો જોઈએ.
ભાવથી – એટલે આત્મા સિવાય અન્ય જે અંતરંગના પરભાવ એટલે રાગ, દ્વેષ, અજ્ઞાન, મોહ, ક્રોધાદિ, હર્ષ શોકાદિ અને અહંકારાદિ એ સૌ પ્રત્યેથી વારંવાર વિચારી અસંગપણું રાખવું યોગ્ય છે. એવો એ પત્રનો ટૂંક આશય મારી અલ્પજ્ઞતાથી જણાવ્યો છે. તે પર વિશેષ વિચારે આત્મવિચાર કર્તવ્ય છે. આ પત્ર જે જે મુનિને યોગ્ય લાગે તેમને વંચાવામાં અડચણ નથી. અપૂર્વ પત્રોને સામાન્યપણે ગણવા યોગ્ય નથી. શ્રી મગનલાલને વાસના અને ધર્માગ્રહ વિશેષ છે. અત્રે કદાપિ તેમનું આવવું થાય, તો પણ આગ્રહ વિશેષ અને તેમના કુળ ગુર્નાદિકની સાથે મેળવવા જાય અને તેને અન્ય અન્ય સમજાવી દઈ તેઓને માર્ગની ઈચ્છા બંધ કરાવી દે, એવો સંભવ જણાય છે. લિ. અલ્પેશ અંબાલાલના પ્રેમપૂર્વક સવિનય નમસ્કાર સર્વ મુનિઓને પ્રાપ્ત થાય.
પત્ર-૧૭
શ્રી સદ્ગુરૂ શરણં મમ
અહો આશ્ચર્યતા ઉત્પન્ન થાય છે કે આ જીવ જ દિશામૂઢ રહેવા ઈચ્છે છે. જરાય જીવ જો વિચાર કરે તો સમજી શકાય એવું છે કે – સહજ જે પોતાનું સ્વરૂપ છે તેને પામવું છે. ત્રિકરણ યોગથી રહિત થવું છે. સહજ જે પોતાનું સ્વરૂપ છે તે જાતિ નથી, કુળ નથી, ગોત્ર નથી, દેહ નથી, કે દેહના પ્રકાર નથી, તેને માઠી માઠી કલ્પનાએ કરી જે બંધન કરવું એ જ અજ્ઞાન છે. માઠી ગતિનું કારણ એ જ છે. અને એમ સ્પષ્ટ લાગતાં છતાંય પણ તે ઉપર પગ દઈ મૂઢ એવો આ જીવ વગર વિચાર્યું ચાલ્યો જાય છે. અહો અતિ આશ્ચર્ય છે કે એવું જાણતાં | છતાં ખોટી કલ્પનાઓ કરી દર્શનાદિ મતનો આગ્રહ કરી તેમાં મમત્વ કરી તેનો અભિનિવેશ કરવો એ કેટલું બધું અજ્ઞાન રખડાવનારું છે. જે જે કુળમાં જન્મ લીધો છે તે તે કૂળધર્મનો તેને આગ્રહ થયો છે. જો ટૂંઢિયા કૂળમાં જન્મ પામ્યા તો ટૂંઢિયાનો અભિનિવેશ થયો, તપાકૂળમાં જન્મ્યો તો તપાનો, વૈષ્ણવકૂળમાં જન્મ્યો તો વૈષ્ણવ અને બીજી જાતિમાં જન્મ્યો તો તેનો અભિનિવેશ જીવને થયા કરે છે. શાસ્ત્રમાં કાંઈ તેવી વાત નથી. શાસ્ત્રનો જે જે પ્રકારે તેવો અભિનિવેશ થયો છે તેને મૂકીને સહજ જે પોતાનું સ્વરૂપ છે તેને પામવા વાત કરે છે, પણ
૨૦૫