________________
GSSSS સત્સંગ-સંજીવની
)
રસ્તો મૂકી છે મુમુક્ષુ ! અન્ય વિકલ્પમાં તું શા માટે પડે છે?
ઈતિ, કામ સેવા ઈચ્છું છું. તા. ૩-૧૨-૦૪ ખંભાત સ. અંબાલાલના નમસ્કાર.
પત્ર-૨૧
પરમપૂજ્ય શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈએ પોપટલાલ મહોકમચંદને લખેલો પત્ર : . - જ્ઞાનીપુરુષોએ ત્રણ પ્રકારે મોક્ષમાર્ગ બતાવેલ છે. પ્રથમ પ્રકાર સત્યરુષના ચરણકમળમાં રહેવાથી મોહનીય કર્મનો ક્ષય થાય છે. તે જોગ બને નહીં તો બીજા પ્રકારમાં (નંબરમાં) યમનિયમાદિ ક્રિયારૂપે જ્ઞાની પુરૂષો ચડાવે છે. તે જોગ બની શકે નહીં તો તેમ ઉપાસી શકે નહીં તો ત્રીજા નંબરમાં જ્ઞાનીપુરુષો ધ્યાનરૂપે ચડાવે છે.
ત્રીજા પ્રકારમાં લાભ થવા પછી જ્ઞાનીપુરુષો બીજા નંબરમાં ચડાવે છે તે લાભ થવા પછી પહેલા નંબરમાં સપુરુષના ચરણકમળમાં રહેવાનું થવાથી તે મોહનીયનો ક્ષય થાય છે. તેમ આજ્ઞા પ્રાપ્ત થવાથી - તેમ વર્તવાથી અપૂર્વ લાભ તે પ્રમાણે પ્રાપ્ત થાય છે.
પત્ર-૨૨
ભરૂચ |
તા. ૨૮-૨-૧૮, સં. ૧૯૭૪ સહજાત્મ સ્વરૂપ પ્રગટ પુરૂષોત્તમ નમો નમ: પૂજ્યશ્રી મુરબ્બી, મનસુખભાઈ દેવસીભાઈની પવિત્ર સેવામાં, વડવા.
આપે મારો ઉપકાર માનવો નહીં કારણ કે કરૂણાનિધિ સરૂ હૃદયમાં વિરાજે છે. તેની પ્રેરણાથી જે કંઈ થાય છે, તે થાય છે, તેની પ્રેરણા વિના કંઈ પરમાર્થ સધાતો નથી. બાકી જીવની મૂઢ દશાને લઈને હાલ તો ધર્મવૃત્તિ પર પણ આવરણ થતું જણાય છે.
જો કે તે પરમકૃપાળુ પુરુષ ભગવાનથી કંઈ અજાણ્યું નથી. તેના સાક્ષી રૂપે સદા તે દેહ ભુવનમાં વિરાજી રહેલા છે. આપ પ્લેગને લઈને પુણ્ય તીર્થ શ્રી વડવા મુકામે પધાર્યા છો તે સારું કર્યું છે. જગત પાવન પદ શ્રી સદ્ગુરૂના પૂજ્ય પગલાંથી તે ભૂમિ પવિત્ર થયેલ છે. તે ભૂમિ ઉપર સત્સંગીભાઈઓ હાલ રહી ગયા તેથી પણ પુણ્યરૂપ થઈ છે. તે ભૂમિના દર્શન અર્થે ઘણા વખતથી આવવા ઈચ્છા છે. પણ બને તે ખરૂં.
હાલ તો અત્રે આખા શહેરમાં પ્લેગ ફેલાયેલો છે. લોકો નાશી ગયેલા છે. વિકરાળ કાળ તેનું કામ કરે છે. તેવામાં એક શ્રી સદ્ગરૂ અને પરમ પવિત્ર આચરણમાં વાસ કરનાર ભાઈઓને બહેનોનું સ્મરણ કરી દિવસ પ્રવૃત્તિમય ગાળીએ છીએ. મરણ જીવનના ફલક વચ્ચે જીવો વિકરાળ કાળના ભયથી નાશી ભાગવા ઈચ્છે છે. પણ શ્રી સદ્ગુરુ સજીવન મૂર્તિની કૃપા સિવાય કંઈ ઠરવાનું ઠેકાણું જણાતું નથી. પ્રભુ શાંતિ કરો.
- જેનાથી આ વિશ્વ આખું દશ્યમાન છે, જે સદ્ગુરૂની મૂર્તિ દેહમાં વિરાજે છે, તેની જળહળ જ્યોતિમાં નિરંતર હાજો. લિ. સુખલાલ છગનલાલના જય સદ્ગુરૂ વંદન વાંચશો.
૨૦૯