________________
સત્સંગ-સંજીવની
એવા પુસ્તકાદિ વાંચવાનો પરિચય રાખવો અને આ ત્રાસરૂપ સંસારમાં કોઈ પદાર્થ ઉપર વિશેષ પ્રીતિ, ભક્તિ થવા ન દેવી.
આપ જેવા સુજ્ઞ આત્માને લખવું યોગ્ય નથી. એ વિષે શ્રીમુખથી સાંભળેલું તે આપને નિવેદન કરૂં છું માટે આપ પણ તે પવિત્ર ગુણોનું ગ્રહણ કરો કે જેથી આ સંસારમાં રાગાદિ બંધને કરી આ આત્મા બળી રહ્યો છે, તેથી રહિત થઈ પરમ શાંતિપદને પામીએ.
પ્રત્યક્ષ અનુભવમાં લાવવા જેવું અને સંસારનું અનિત્યપણું, અશરણપણું, અસારપણું, અશાશ્વતપણું સુંદરલાલના મૃત્યુથી સિદ્ધ થાય છે, તો આ જીવે હજુ કેટલા કાળનો વિશ્વાસ કરી રાખ્યો છે, કે જેથી હજુ તેનું તો અવશ્ય સ્થિર રહેવું જ ધાર્યું છે ? એ વાતનો વિચાર બહુ જ પ્રકારથી કરવા યોગ્ય છે. અને સુંદરલાલનો દાખલો અનુભવમાં લેવા યોગ્ય છે કે કાળનો ભરૂસો નથી અને વળી આ મનુષ્યપણું મળેલું અને તેમાં આવો ઉત્તમમાં ઉત્તમ જોગ મળેલો અને ધર્મ ક૨વો રહી જશે તો આ જીવને કેટલું પસ્તાવા જેવું થશે, માટે જેમ બને તેમ સંસારની પ્રીતિ જતી કરીને એક સત્પુરુષ પ્રત્યે પ્રીતિભક્તિ થાય એવી ભાવના દૃઢ રાખી તે પ્રમાણે વર્તવું થાય તો જરૂર આ જીવનું કલ્યાણ થઈ જાય એમ મારૂં સમજવું છે. બને તો પોતાના હાથે પત્ર લખવાનો અભ્યાસ વધારવો યોગ્ય છે. કામ સેવા ફરમાવશો.
લિ. અલ્પજ્ઞ અંબાલાલના નમસ્કાર
∞€
પત્ર-૧૧
સુખ શાતાનો આ જીવ ભિખારી હોવાથી યથાર્થ ધર્મ પ્રગટ થતો નથી. કેટલાક બાહ્ય લૌકિક સુખ મૂકે છે, પણ અંતરંગ માયાના રંગ બહુ પ્રકારના હોય છે, જેથી આત્મધર્મથી વિમુખપણે પરિણમે છે. જેટલા જેટલા શાતાના પ્રકાર તે તે પ્રકારને સૂક્ષ્મ દૃષ્ટિથી વિલોકીને તે પ્રકારથી મહા વૈરાગ્ય કરવો.
અનુકૂળ જોગમાં જીવ બહુ જ ભૂલ ખાય છે. સ્ત્રીનો સમાગમ એ અનુકૂળ જોગ છે, કે જે આત્મદૃષ્ટિએ તો મહાપ્રતિકૂળ છે. એ પ્રસંગમાં જે જે પ્રીતિ થાય તે મૂઢતા છે, કારણ કે તે પ્રસંગથી જીવ માત્ર બાહ્ય શાતા જોઈ ભૂલ ખાય છે. વિશેષ સંગના યોગથી અસંગ એવું આત્મસ્વરૂપ ભાસ્યમાન થાતું નથી, અને તેથી જ જ્ઞાની મુમુક્ષુઓ નિવૃત્તિને ઈચ્છે છે. અસદ્ગુરુ એ આત્માના મુખ્ય આવરણના હેતુ છે, કારણ કે અનાદિથી તે સંગ આ જીવે આરાધ્યો છે, અને તે સંગમાં તો ઇંદ્રિયાદિક વિષય કષાયાદિકનો ઉપશમ કરવાનો માર્ગ જોવામાં આવતો નથી. કારણ કે જે જે બંધનના સ્થાનક છે તેને વિશેષે આરાધે છે, અને તે સંગમાં આવેલા જીવને તે વાત દ્રઢાવ થઈ જવાથી સત્પુરુષના જોગે પણ સત્યને વિષે જીવને પ્રવેશ થવાતું નથી. જે જે લૌકિક માર્ગે પ્રવર્તે છે, તેમાં આ પ્રકારની કલ્પનાઓ જોવામાં આવે છે. જેમકે કેટલાક જીવો વૈષ્ણવ ધર્મમાં પ્રવર્તતા હોય છે તે સવાર પડે નહાવું ને દર્શન કરવાં પછી આખો દિવસ પ્રવૃત્તિ પુરણ કામનાથી કરવી અને રાગદ્વેષ સેવવો, અને જે પ્રથમ પ્રકાર કહ્યો તે સેવ્યાથી આત્માને વિષે દૃઢ કલ્યાણની માન્યતા કરી હોય છે, એટલે કે હું આ કરૂં છું તેથી મારૂં કલ્યાણ થઈ ગયું ! પણ જીવ વિચારતો નથી કે આટલો બધો વખત થતાં પણ રાગ દ્વેષ તો ઘટતો નથી, અને હું શાનું કલ્યાણ માનું છું ? તેવા જીવને સત્પુરુષનો જોગ મળે પણ જે અકલ્યાણમાં કલ્યાણપણું માનેલું હોય છે અને તે વાત બહુ જ દૃઢ થઈ ગઈ હોય છે, એટલે સાચા પુરુષના વચનો પરિણમતાં નથી, જેથી જીવ કલ્યાણના માર્ગથી અટકી જાય છે. તે સવારમાં બે ઘડીનું સામાયિક, ધર્મ-ધ્યાનાદિક કરી લીધું, પછી આખો દિવસ
૨૦૦