________________
RESS સત્સંગ-સંજીવની
)
શક્યો નહીં અને પરમકૃપાળુદેવ તમામ કપડા ઉતારી ફક્ત પંચીયું પહેરી આગળ ચાલ્યા... અને આગળ ગયા બાદ એક ગુફામાં પ્રવેશ કર્યો અને ત્યાં કાયોત્સર્ગ દશાએ બિરાજમાન થયા એમ સામેથી જોયું હતું. અને હું પછીથી પ્રભુ સાહેબજી પાસે ગયો તે વખતે મને જણાવ્યું કે તમોએ એવી માન્યતા કરી છે કે મારું છે તે જતું રહેશે અને અમો એમ ચોક્કસ નિર્ણય કરેલ છે કે અમારું છે તે અમારી પાસે જ રહેવાનું છે અને દેહ તો પર વસ્તુ છે તે જ્યારે ત્યારે પણ પડવાનો છે. વિગેરે બોધ કરી ભય ટાળ્યો હતો.
કીલાભાઈ જણાવતા હતા જે વસોમાં પરમકૃપાળુદેવે એક ભાઈની સાથે વાત કરતાં પ્રસંગોપાત એમ જણાવ્યું કે અમો વાણીયા નથી પણ ક્ષત્રિય છીએ એટલે હેતુ એ હતો કે ધર્મનું સ્વરૂપ, માર્ગનું સ્વરૂપ ધારણ કરી શકે તો તે ક્ષત્રિય પુરૂષો જ ધારણ કરી શકે છે તેવા હેતુએ કહેવામાં આવ્યું હતું. - હું નડીયાદ ગયો હતો. પરમકૃપાળુદેવશ્રી તથા મનસુખભાઈ દેવશીભાઈ તથા અંબાલાલભાઈ ફરવા જતા હતા ત્યાં તળાવ આગળ અંબાલાલભાઈએ પ્રશ્ન કર્યું કે તળાવમાં લીલલ છે તેમાં અનંતા જીવ છે કે કેમ ?
ઉત્તર : ઠપકો આપીને કૃપાળુદેવે જણાવ્યું કે- “તેં વિનય સહિત પૂછયું નથી, સાડાત્રણ હાથ છેટે રહીને પૂછયું નથી, નમસ્કાર કરી પૂછયું નથી વિગેરે ચાલતા ચાલતા પૂછયું તેથી ઠપકો આપીને વિનયમાર્ગ બતાવ્યો. ઉપયોગ ન રહ્યો તે માટે ચૌદ પ્રકાર વિનયના જણાવ્યા હતા.
નડીયાદ તળાવમાં વેલો હતો તે બતાવી કૃ. દેવે જણાવ્યું કે- ‘શાસ્ત્રમાં અમુક ઊંચાઈના વૃક્ષો બતાવ્યા છે તે દેખાતા નથી પણ આ વેલો શાસ્ત્રમાં ઊંચાઈ કહેલી છે તે પ્રમાણમાં જ છે.
પૂજ્ય દેવમાં વાત કરતા હતા કે પરમકૃપાળુદેવ ત્રણ વર્ષના હતા ત્યારે તેડીને હું નકુ દોશીને ત્યાં જતી | ત્યાં હું જ્યાં બેસાડું ત્યાં સ્થિર બેસી રહેતા એક કલાક જાણે ભગવાનની પ્રતિમાની જેમ બીલકુલ હાથ પગનું હલન ચલન પણ ન કરતાં જાણે શાંત યોગી જેવા લાગતા,
પૂજ્યશ્રી દામજીભાઈ કહેતા કે કૃપાળુદેવને પૂછ્યું કે સાહેબ ! જાઓ આ સોનું કેટલા ટચનું છે ? ત્યારે તેઓશ્રીએ કહ્યું કે એ ટચ કાંઈ કામની નથી. આ દેહમાં આત્મા જે છે તે ટચ ખરી છે બાકીનું કાંઈ નથી.
એક વખત હું (દામજીભાઈ) કેસરીયાજી જઈ આવ્યો ત્યારે મેં કહ્યું કે ભગવાનની મૂર્તિ બહુ સારી હતી ત્યારે કૃપાળુદેવે જણાવ્યું કે મૂર્તિ નહીં કહેવી ભગવાન કહેવા.
કૃપાળુદેવ નિશાળમાં ભણતા ત્યારે બધા વિદ્યાર્થીઓને પોતેજ કલાસમાં ભણાવતા. કૃપાળુદેવ સ્કુલમાં આસિસ્ટંટ હતા. વિદ્યાર્થીઓ માસ્તરને કહેતા, અમોને રાયચંદભાઈ પાઠ આપે તે અમોને જલ્દી યાદ રહી જાય છે. કુ.દેવ વિદ્યાર્થીઓને પાઠ ન આવડે તો કદી મારતા નહીં. વળી એક વિદ્યાર્થી કૃપાળુદેવ સાથે ભણતાં તેણે લખ્યું છે કે એક વખત ઘરેથી હું પાઠ કર્યા વિના નિશાળે ગયો મને કાંઈ આવડ્યું નહીં ત્યારે રાયચંદભાઈએ મને ઊભો કર્યો અને ઘણી જ નરમાશથી મારી કાન પટ્ટી પકડી, તે તેમનો હાથ એટલો બધો મુલાયમ અને કોમળ લાગ્યો જે મને ગમ્યો ને દુઃખ ન થયું પણ જાણે હજા કાન પકડી રાખે તો સારું એમ થયું એવી જેને રોમ રોમ દયા વસી હતી તે મને હજુ સાંભરે છે.
કૃપાળુદેવ નાના હતા ત્યારે નિશાળના વિદ્યાર્થીઓને હાથ પકડી ભીંતના ઓઠે ઊભા રાખતા ને સમજાવતા હતા કે આંખ મીંચી ઘો ને હું બોલું તેમ તમારી દૃષ્ટિમાં મહાવીર પ્રભુને ઉતારો.
૧૭૫