________________
GSSSSS સત્સંગ-સંજીવની
)
નાની ઉમ્મરના તે શું જાણતા હશે ? કે સૌભાગ્ય શાહ તેના વખાણ કરે છે ! અમે તો કેટલાક શાસ્ત્ર જાણીયે છીએ એટલે પ્રશ્રો લખીને લઈ ગયેલા, તે કાગળતો અમે પાઘડીની અંદર ભરાવેલો હતો. પરમકૃપાળુદેવ પાસે -અમો ગયા ને હાથ જોડી બેઠા, બે મિનિટ બધા મૌન બેસી રહ્યા, કોઈ કાંઈ પૂછી શક્યું નહીં. પછી કૃપાળુદેવે કહ્યું કાંઈ પૂછવું હોય તો પૂછો પણ અમો એકબીજાની સામું જોયા કરીયે પણ તેઓશ્રીના પ્રભાવથી કોઈ બોલી શક્યા નહીં. ત્યારબાદ થોડીવારે કૃપાળુદેવે અમારા પ્રશ્નોના જવાબ વગર પૂછયે દરેક પ્રશ્નના ખુલાસા કર્યા. બધા અચંબો પામ્યા, નવાઈ લાગી કે તેમણે આપણા મનની વાત શી રીતે જાણી ? મને તો તેમના અદ્ભુત પ્રભાવની અસર ખૂબ રહી. ત્યારથી મેં દાસત્વભાવે વંદન કરી પ્રભુ તરીકે સ્વીકાર્યા છે.
શ્રી વવાણિયાવાસી શ્રી પોપટભાઈ મનજી મળેલા. તે વાત કરતા કે શ્રી પ.કૃ.દેવે છેલ્લે શ્રી રાજકોટ જતી વખત મને કહેલું કે- ‘પોપટ, કંઈ ન મળે તો કાળી જારના રોટલા ખાજો પણ અનીતિ કરશો નહીં.” વળી એક | વખત કહેલ કે કોઈ દોષ મોટો થઈ જાય ને ખેદ થયા કરતો હોય તો જંગલમાં જઈ કાનમાં આંગળી નાંખીને મોટેથી ભગવાનને પોકારજો કે હે પ્રભુ, હું ભૂલી ગયો, મારી અજ્ઞાનતાથી આ દોષ થયો છે તેની હે પ્રભુ ! આપની સાક્ષીએ માફી માગું છું. આપ દયા કરી મને ક્ષમા આપો. બાકી બીજા કોઈને દોષ કહો એવો પુરૂષ નથી.
કબીર સંપ્રદાયના શ્રી અંબારામભાઈ, - ધર્મજ
શ્રી અંબારામભાઈ તેમની દુકાને ભક્તિમાં બેઠેલા હતા. ત્યાં લોકો માલ લેવા આવ્યા. ભક્તિમાં લીન થએલા તેઓ ઊઠયા નહીં. પેલા લોકોએ ધાંધલ કરવા માંડ્યું. તેઓ ઉદાસ થયા અને ધંધો છોડ્યો. ધર્મજ આવીને રહ્યા. સાધુ થયા, ભજનો રચતા અને ગવડાવતા. શ્રી પરમકૃપાળુદેવ પૂર્વ સંસ્કારના સંબંધે પ્રેરાઈને કરૂણ ભાવે ધર્મજ પધાર્યા હતા. મંદિરમાં આઠ દિવસ રહ્યા. સત્સંગ થયો અને અંબારામભાઈનો ભક્તિભાવ વધ્યો અને કૃપાળુદેવના ખેસની માંગણી કરી જેથી પરમ કૃપાળુદેવ અંબારામને કરૂણાભાવે ખેસ (ખભેરખણું) આપતા ગયા. તે ખેસ ઘણા વર્ષો સુધી મંદિરમાં સચવાએલો હતો. (ધર્મજ) સંવત ૧૯૫૭માં અંબારામભાઈનો દેહત્યાગ થયો હતો.
ગામ ધનારામાં પ. કૃપાળુદેવના બનેવી શ્રી ચત્રભુજ બેચરના પુત્રી દીવાળીબેન રહે છે. પરમ કૃપાળુ દેવે તેઓને નીચેના ૧૩ બોધ વચનો કહેલ તે રોજ યાદ કરે છે.
૧. હે જીવ તું કોણ છું? ૭. સત્સંગમાં રહે. ૨. શા માટે ભમે છે ? ૮. દેહદૃષ્ટિ મુકી દે. ૩. તારી પાસેજ છે.
૯. આત્મસ્વરૂપ જો. ૪. ઈચ્છા રહિત થા.
૧૦. અહં મને માર ૫. આકૃતિમાં ભાન ન ભૂલ. ૧૧, જયાં લઘુતા ત્યાં પ્રભુતા ૬. અંતરદૃષ્ટિ ખોલ.
૧૨. કોઈને નિરાશ ન કર. ૧૩. અભેદ સ્વરૂપ અખંડ પ્રવાહ
૧૭ર