________________
0 GSSSSSS સત્સંગ-સંજીવની (SROSSRORER) (
તમે જાણજો કે તે માર્ગ ભૂલ્યા છે. આ ભવિષ્યમાં સ્મરણ રહેવા તમને કહીએ છીએ. ઇત્યાદિ પ્રકારે કહ્યું હતું. તે એક વાર સાહેબજી સમયસાર નામનો ગ્રંથ વાંચતા હતા. તે વખતે જાણે એકલો આત્મા જ બોલે છે એવો ભાસ થતો હતો. તે વખતે ખંભાતમાં રહેનાર એક શ્રાવકભાઇ લોકમાં વિદ્વાન તરીકે ગણાતો હતો તે હુકમમુનિના ગ્રંથ વાંચતો. તેને વેદાંતનો આશ્રય હતો. તેને કેવળજ્ઞાન સુધીની માન્યતા કરી હતી. તે ભાઇ સાહેબજી પાસે આવ્યા હતા. તે વખતે સાહેબજી આત્માના ઘરની વ્યાખ્યા કરતા હતા. સાહેબજીએ કીધું કે આત્મજ્ઞાન તેને કહેવાય કે ખોળામાં આવીને સિંહ બેસે, સર્પ બેસે, પણ કિંચિત્ માત્ર પણ રૂંવાડામાંય ભય થાય નહીં. તે જ્ઞાન છે.” - તે વખતે તે પેલા ભાઇ સાહેબજી પ્રત્યે હાથ જોડી વારંવાર બોલ્યા કે હું તેવો નથી, ઇત્યાદિ કાંઇક બોલ્યા હતા. પણ મને હાલ સ્મૃતિમાં નથી. પણ સાહેબજીએ ખુલાસો કર્યો તે પછીથી તે ભાઇનો મદ ગળી ગયો. અને તે ભાઇ સાહેબજી પાસેથી ગયા પછીથી સાહેબજીના વખાણ કરતા હતા એમ તેમના ચિરંજીવી પુત્ર હીરાભાઇથી વાત જાણી હતી. તેઓ હાલ શ્રી સુબોધક પુસ્તકાલયમાં પધારે છે. - એક વખત સાહેબજી લાલચંદભાઈને ત્યાં પધાર્યા હતા તે વખતે હું તથા બેન ઉગરીબેન તથા લલ્લુભાઈ વિગેરે હતા. તે વખતે કેટલાક ટુંઢિયાના શ્રાવકો વખાણેથી ઊઠી ત્યાં આવ્યા હતા. સાહેબજી ગાદી ઉપર બિરાજ્યા. હતા. તે વખતે લાલચંદભાઇ સાહેબજી પ્રત્યે ઘણા જ આક્રોશ શબ્દોથી બોલ્યા કે મારા ઘરમાંથી નવકારનું નામ કાઢી નાખ્યું ઇત્યાદિ ઘણું જ બોલ્યા હતા. પછી સાહેબજીએ લાલચંદભાઈને કહ્યું “તમો સાઇઠ, સાઈઠ વર્ષ થયાં અભ્યાસ કર્યો છે તો કહો જીવનું સ્વરૂપ શું ?’
- ત્યારે લાલચંદભાઇ ગુંચાયા એટલે બોલ્યા કે હું કંઇ તેવી વકિલાત જાણતો નથી. એમ કહી ટુંઢિયાના શ્રાવક ભણી જોયું ને કીધું કે આ જવાબ દેશે. તેને સાહેબજીએ પૂછયું, તે પણ જવાબ દઇ શક્યા નહીં. પછી સાહેબજી થોડો વખત બેઠા અને મારા ભાઇ છોટાલાલભાઇના ઘેર પધાર્યા. ત્યાર પછી થોડા વખત પછી લાલચંદભાઈને શરીરે પીડા થઇ અને પાંચ કે સાતમે દિવસે દેહ પડયો. - તેમને મરણ વખતે પ્રત્યાખ્યાન વિગેરે ઉદય આવ્યું હતું. તેમને અગ્નિદાહની ક્રિયા કર્યા પછી અથવા તો બીજે દિવસે મેં સાહેબજીને કીધું કે, સાહેબજી ! લાલચંદભાઇ બિચારા થોડા જ દિવસ ઉપર નીંદા કરી દેહ મુક્યો. તેથી તેમની ગતી બગડી હશે ?
સાહેબજીએ જણાવ્યું કે : “એમને અંતરમાં અમારા પ્રત્યે પ્રેમ હતો.”
એક વખત સાહેબજીએ શ્રી સૌભાગ્યભાઈને જણાવ્યું કે “અમારી પાસે કોઇ વિકથા કરે ત્યારે નિદ્રા આવે નીકર ન આવે.”
ઉપર મુજબ સ્મૃતિમાં રહેલ તે સંક્ષેપમાં લખ્યું છે. આ લખવામાં જે કાંઇ ભૂલચૂક હોય તે જણાવશો. જેથી બતાવનારનો મોટો આભાર માનીશ.
“એક વખતે શ્રી કાવિઠામાં ખેતરમાં બિરાજ્યા હતા. ત્યાં પૂ.શ્રી. અંબાલાલભાઇ તથા હું બેઠા હતા. ત્યાં એકાંતમાં પૂ.શ્રી. અંબાલાલભાઇએ પૂછેલ કે અમૂક માણસે મને પૂછેલ જે શ્રી રેવાશંકર જગજીવનની કાં, શાહુકારી રીતે જો અમારું કામ કરે તો અમે તેમની આડત કરીએ. તે વખતે શ્રી પ.ક.દેવે ઉત્તરમાં જણાવેલ છે
નોંધ : “ આ મેટર આ ગ્રંથમાં નવી ઉપલબ્ધ થયેલ તે છાપી છે.
૧૨૩