________________
ઉRSS RSS સત્સંગ-સંજીવની NR NR
(9
શકે ? માટે આ વખત તો હું ચૂકવાની નથી. સાહેબજીના પ્રતાપે કરી કાંઇપણ અડચણ નહીં આવે. આ પ્રમાણે ઉત્સાહપૂર્વક આવવાનું જણાવ્યાથી મેં જણાવ્યું કે ભલે આવજો. (તેઓની શરીરપ્રકૃતિ તદ્ન આખર સ્થિતિએ પહોંચી ગયેલ તેવા ભયંકર રોગથી સહજ-સાજ સુધારા પર આવવા માંડ્યું હતું તો પણ તે સમયે અશક્તિ તો એવી હતી કે મકાનની અંદર પણ ફરી શકાય તેમ નહોતું. છતાં આવવા માટે ઘણા જ ઉત્સાહપૂર્વક જણાવ્યાથી લઇ જવા માટે મારા મનને હિંમત આવી કે કાંઇ અડચણ નહીં આવે. સૌ સારું જ થશે તેવા વિચારોથી આવવા માટે હા પાડી હતી.) ત્યાર પછી અમો ત્રણે, બીજે દિવસે સવારે ચાલીને ગયા. રસ્તે ચાલતાં કોઇ કોઇ સ્થાને વિશ્રાંતિ લેવા માટે બૈરાઓને બેસવા માટે જણાવતો હતો ત્યારે તેઓ જણાવતાં કે મને થાક લાગ્યો નથી, માટે બેસવાની જરૂર નથી – એમ જણાવી કોઇ પણ સ્થાને વિશ્રાંતિ લીધા વિના શ્રી વડવા મુકામે પહોંચ્યા હતા.
આ બનાવથી મને ઘણું જ આશ્ચર્ય લાગ્યું કે આ શું? તદન આખર સ્થિતિની માંદગી હજુ તો ફક્ત ગઇ કાલથી જ સહજ-સાજ સુધરતી આવેલ છે અને વલી શરીર તો હજુ સાવ સુકાઇ ગયેલ છે, પથારીમાંથી ઊભા થવાની તો શક્તિ રહેલ નથી. આ પ્રકારની સ્થિતિ છતાં અત્રે સુધી ચાલીને આવી શકાયું તેવી પ્રબળ શક્તિ ક્યાંથી ઉત્પન્ન થઇ હશે ? આ પ્રમાણેના વિચારો થવા લાગ્યાં અને ઘણું જ આશ્ચર્ય લાગ્યું.
- અમો જ્યારે શ્રી વડવા મુકામે આવ્યા તે સમયે આશરે દશ વાગતાનો સુમાર હતો. તે સમયે વડની છાંયા નીચે તમામ ભાઇઓ હારબંધ ગોઠવાઇને બેઠા હતા. એક બાજુએ બહેનો બેઠેલાં હતા. પરમકૃપાળુદેવ બંગલીમાં બિરાજેલા હતા. ત્યાં હું તથા સબુરભાઇ ગયા. ત્યાં બંગલીએ જવાના પગથિયા માંહે ભાઇશ્રી અંબાલાલભાઇ બેઠા હતા. અમોએ સાહેબજીના દર્શનાર્થે ઉપર જવા માટે ભાઇશ્રી અંબાલાલભાઇને જણાવ્યું કે ઉપર જવાની આજ્ઞા મેળવી આપો. ત્યારે ભાઇ શ્રી અંબાલાલભાઇ સાહેબજી પાસે ગયા અને આજ્ઞા મેળવી આવ્યા, જેથી અમો બન્ને ઉપર ગયા અને સાહેબજીના દર્શન કર્યા. ત્યાં મુનિશ્રી દેવકરણજીસ્વામી તથા મુનિશ્રી લલ્લુજી સ્વામી તથા મુનિશ્રી મોહનલાલજી એમ ત્રણ મુનિશ્રી હતા, તેઓના દર્શન કરી બેઠા હતા. ત્યાં ઘણો જ ઉપદેશ ચાલતો હતો જે હાલમાં મને સ્મૃતિમાં રહેલ નથી, જેથી હું અત્રે લખી શકતો નથી. ત્યાં શા છોટાલાલ વર્ધમાનદાસ બેઠા હતા. તેઓએ સાહેબજી પ્રત્યે જણાવ્યું કે હું હમેશા દેરાસરે પૂજા કરી પુષ્પ ચડાવું છું, તો પુષ્પ ચડાવવાથી દોષ લાગે ખરો? ત્યારે સાહેબજીએ જણાવ્યું કે યથાવસરે તમોને સમજાશે. ત્યાર પછી સાહેબજી જ્યારે ઉપદેશ દેતાં મૌન થયા ત્યારે હું ઊભો થયો અને બે હસ્ત જોડી સાહેબજી પ્રત્યે વિનંતીપૂર્વક જણાવ્યું કે સાહેબજી, નીચે પધારશો ? ત્યારે સાહેબજી તુરત જ ઊભા થયા અને નીચે પધાર્યા અને વડના વૃક્ષ નીચે જ્યાં ભાઇઓ-બહેનો બેઠાં હતાં ત્યાં પધાર્યા અને મુનિશ્રી ખંભાત તરફ પધારી ગયા હતા.
આ સમયે ખંભાતના ઘણા જ ભાઇઓ બહેનો આવેલાં હતાં. કેટલાક સાહેબજીના દર્શનનો લાભ મેળવવા અને ઉપદેશશ્રવણ કરવાથે જ આવ્યા હતા. વળી કેટલાક સરળભાવે કેટલાક પ્રશ્નોનું સમાધાન કરાવવાથે પૂછવાનું ધારીને આવ્યા હતા. વળી કેટલાક એવા વિચારથી જ આવ્યા હતા કે લોકો વાત કરે છે ત્યારે તે કેવા હશે તે તો જોઈએ તેવા વિચારોથી કૌતુક જોવા અર્થે આવ્યા હતા. વળી કેટલાક વક્રભાવે વાદવિવાદ કરવાથે આવ્યા હતા. આ પ્રમાણેના જુદા જુદા વિચારો ધારીને અત્રે ઓવ્યા હતા. - આ સમયે સાહેબજીના મુખારવિંદ માંહેથી કુલાગ્રહ-દુરાગ્રહનો ત્યાગ કરવા સંબંધીનો ઉપદેશ ચાલતો હતો અને દાખલા દૃષ્ટાંતોથી વિસ્તારપૂર્વક વર્ણન કરતા હતા.
જે જે લોકો પ્રશ્નોનું સમાધાન કરાવવાર્થે મનમાં ધારીને આવેલા હતા તેઓ સાહેબજી પ્રત્યે પૂછી શકતા નહોતા, પરંતુ તે સઘળાઓના તમામ પ્રશ્નોનું સમાધાન સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતો
૧૪૨