________________
સત્સંગ-સંજીવની (
હતો તેમાં થઇ જતું હતું.
સાહેબજી જ્યારે ઉપદેશ દેતા હતા તે દરમિયાનમાં સાહેબજી ચક્ષુના ઇશારાથી જેઓ પ્રશ્નો પૂછવા ધારીને આવેલા હતા એઓના સામું દૃષ્ટિ ફેરવી તેઓ દરેકને જણાવતા હતા કે તમારે હવે કાંઇપણ પૂછવા ઇચ્છા છે? હોય તો જણાવો. એમ દરેકના સામી દૃષ્ટિ કરી જણાવ્યું હતું. ત્યારે તેઓ જવાબમાં ફક્ત એમ જણાવતા હતા કે અમુક વિષયથી અમારા પ્રશ્નોનું સમાધાન થયું છે.
જેઓ સાહેબજીના દર્શનાર્થે અને ઉપદેશ શ્રવણ કરવાની ઇચ્છાએ આવ્યા હતા તેઓ એકાગ્ર ચિત્તે શ્રવણ કરતા અને ઘણો જ આનંદ પામતા હતા. એમ મુખાકૃતિ ઉપરથી અને કેટલાકોના મુખથી ઉત્સાહપૂર્વકના ઉદ્ગારો સાંભળવા પરથી જણાતું હતું.
વળી જેઓ સરળભાવે પ્રશ્નોનું સમાધાન કરાવવાર્થે આવ્યા હતા તેઓના ધારેલા પ્રશ્નોનું સમાધાન તેઓના વગર કીધે, વગર જણાવ્યું સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતો હતો તે માંહે થઇ જવાથી તેઓ ઘણું જ આશ્ચર્ય પામી સાહેબજી પ્રત્યે ધન્યવાદના ઉદ્ગારો કરતા હતા. જ્યારે સઘળા લોકો પોતાના ઘર તરફ જતા હતા ત્યારે અમો પણ ઘર તરફ જતા હતા. ત્યારે રસ્તામાં ચાલતાં ત્રણ ભાઇઓ માંહોમાંહે વાત કરતા હતા કે મેં અમુક અમુક પ્રશ્નો પૂછવા ધાર્યા હતા તે અમુક અમુક વિષયોથી સમાધાન થઇ ગયું. એમ ત્રણે ભાઇઓ માંહોમાંહે વાત કરતા હતા અને ઉત્સાહપૂર્વક ધન્યવાદના ઉદ્ગારો કરતા હતા અને ઘણું જ આશ્ચર્ય પામતા હતા. અમો સહજ સ્વભાવે તેઓની પૂંઠે ચાલતા હતા જેથી સાંભળવામાં આવ્યું હતું અને તેથી અત્રે જણાવ્યું છે.
વળી જેઓ કૌતુક જોવાર્થે આવ્યા હતા તેઓ જ્યારે સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતો હતો તે સમયે કેટલાક ભાઇઓ પ્રશ્ન પૂછવા ધારીને આવેલા હતા, તેઓના પ્રશ્નોનું સમાધાન તેઓના વગર કીધે, વગર જણાવ્યે થઇ જવાથી તેઓ આશ્ચર્ય પામી સાહેબજી પ્રત્યે ધન્યવાદના ઉદ્ગારો કરતા હતા, તે સાંભળવાથી, તેમજ સાહેબજીના મુખારવિંદ માંહેથી અપૂર્વ ઉપદેશધ્વનિ ચાલતો હતો તે સાંભળવાથી તેઓ તદન સ્તબ્ધ બની ગયા અને ત્યાં બેઠા બેઠા તેઓ માંહેના કેટલાકો ધીમા સ્વરે માંહોમાંહે વાત કરતા હતા કે કવિરાજ (સાહેબજી) ઘણા જ ચમત્કારિક પુરૂષ છે અને અદ્ભુત જ્ઞાનશક્તિ ધરાવે છે, તેવું સાંભળવાથી આપણે અહીં આવ્યા તો આ ચમત્કારો નજરોનજર જોવામાં આવ્યા વગેરે સંબંધી વાતો કરતા હતા તે હું લક્ષ દઇ સાંભળતો હતો જેથી અત્રે જણાવેલ છે.
વળી જેઓ વક્રભાવે વાદવિવાદ કરવાર્થે આવ્યા હતા તેઓના સંબંધમાં બનેલા બનાવો મારી સ્મૃતિ પ્રમાણે નીચે વિદિત કરું છું. તેઓના નામ મારી સ્મૃતિમાં છે, પરંતુ આ સ્થળે ધવલપત્ર પર જણાવેલ નથી.
સાહેબજી જ્યારે ઉપદેશ દેતા હતા તે સમયે હાથમાં એક સ્વચ્છ વસ્ત્ર રાખી મુખ પાસે ધારણ કરતા હતા.
સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતો હતો તેવા સમયને વિષે કેટલાક ભાઇઓ પાછળથી આવ્યા હતા અને તેઓ એક પડખે બેઠા હતા. તેઓને કેટલેક દૂરથી આવતા દેખી સાહેબજીએ તેઓના ત૨ફ નજર કરી. સાહેબજીએ મુખ પાસે ધારણ કરી રાખેલ વસ્ત્ર, તે જમીન પર મૂકી દીધું અને ઉપદેશધ્વનિ ચાલુ જ હતો.
ઉપર જણાવ્યા પ્રમાણે સાહેબજીએ તે વસ્ત્ર જમીન પર મૂકી દીધેલ હોવાથી તેઓ માંહોમાંહે કહેવા લાગ્યા કે આપણે કહેવાનું છે તે કહોને, ત્યારે તે કહે કે તમે કહો, અમે બધાયે તમારી પાસે જ બેઠેલા છીએ,
૧૪૩