________________
6
(3) સત્સંગ-સંજીવની )
(9
જણાઇએ તેમ છીએ, તો અમારામાં ચારિત્ર ઘટે કે નહીં ? અમારા ઉપર તમોને કેવી રીતે આસ્થા આવે ? ત્યારે મેં જણાવ્યું કે કોઈ માણસ ચારિત્ર લેવા તૈયાર થાય તે વખતે ચારિત્ર લેતાં પહેલાં તેને સાતમા ગુણસ્થાનકનો ભાવ હોય અને ચારિત્ર લીધા પછી છઠે ગુણસ્થાનકે આવીને ઠરે છે. તેથી તમારામાં ભાવચારિત્ર હોય. ત્યારે કૃપાળુદેવે જણાવ્યું કે હવે તમને અમારા પર પ્રતીત રહેશે.
તે દિવસે ઘણો જ બોધ ચાલ્યો હતો. જે કાંઇ પૂછવા વિચાર હતો તે તો વગર પૂછયે વગર જણાવ્યું સમાધાન કર્યું હતું. ભાઇ શ્રી અંબાલાલભાઇ પરમકૃપાળુદેવ માટે રસોઇ બનાવવા આદિ કામમાં રોકાતા હતા, જેથી પરમકૃપાળુદેવની સાથે હું તથા ભાઇ શ્રી છોટાભાઇ જતા હતા. બીજે દિવસે પરમકૃપાળુદેવની સાથે બહાર ફરવા ગયા હતા ત્યાં પરમકૃપાળુદેવ દિશાએ જવા માટે પધાર્યા હતા. ત્યાંથી પધાર્યા બાદ હાથપગ ધોવા માટે પાણી જોઇતું હતું જેથી મને આજ્ઞા કરી કે આ તરફથી પાણી લઇ આવો. જેથી હું કેટલેક દૂર ગયો પરંતુ પાણી જણાયું નહીં, જેથી વિચાર થવા લાગ્યો કે આ તરફ તો ક્યાંથી હોય ? વળી પછી વિચાર થયો કે સત્યરૂષ જે કાંઈ જણાવે તે યોગ્ય જ હોય. એમ વિચાર કરી આગળ જતાં ત્યાં એક કૂવાના થાળામાં પાણી દીઠું. જેથી વિશેષ પ્રતીતિ થઇ કે સત્યરૂષોની વાણી અફળ હોય જ નહીં.
એક દિવસ પરકૃપાળુદેવની સાથે હું તથા શ્રી છોટાભાઇ બહાર ગયા હતા. અમો પાછળ પાછળ ચાલતા હતા અને પરમકૃપાળુદેવ આગળ ચાલતા હતા. પરમકૃપાળુદેવ કોઇ એક સ્થાને લઘુશંકાએ બેઠા હતા. ત્યાંથી ઊડ્યા બાદ અમોને કહ્યું કે પાછળ પાછળ કેમ ફરો છો ? તોપણ અમે પાછળ ગયા. ત્યાં નડિયાદની સીમમાં એક નેળિયું હતું. ત્યાં એક અવડ કૂવો હતો. તે જોઇ પરમકૃપાળુદેવે જણાવ્યું કે શ્રી મહાવીર પ્રભુ આવા કૂવા આગળ બેસતા હતા અને શરીરે પાતળા અને ઊંચા હતા - એવું પરમકૃપાળુદેવે જણાવ્યું હતું.
એક વખતે પતંગના દોરનું દૃષ્ટાંત દઇ કહ્યું કે પતંગનો દોર હાથમાં હોય ત્યાં સુધી પતંગ જાય નહીં તેવી રીતે સપુરૂષ પ્રત્યે નિશ્ચય પ્રતીતિ કલ્યાણનું પરમ કારણ છે.
નડિયાદમાં અમો લગભગ એક અઠવાડિયું રહ્યા હતા. નડિયાદથી જ્યારે ખંભાત તરફ આવવાનું હતું ત્યારે મેં જણાવેલું કે મારે શું કરવું ? કૃપાળુદેવે આજ્ઞા કરી કે –“દેહ સ્ત્રી પુત્રાદિ કોઇ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના ભાવતાં રાગદ્વેષનો ક્ષય થાય છે.” એ ભાવના હમેશા ભાવજો.
નડિયાદથી ખંભાત આવ્યા પછી બે માસ સુધી બહુ તીવ્ર ઉત્કૃષ્ટ વૃત્તિ રહી. અમારા કેટલાંક સંબંધીઓ એમ વિચાર કરવા લાગ્યા કે લલ્લુભાઇ ગાંડા થઇ જશે. એવી ઉત્કૃષ્ટ દશા યોજનગામિની વાણી સાંભળેલી તેની નિશાની રહી. અને તેની ખરી ખાતરી થઇ કે આ પ્રમાણે તીર્થકર ભગવાનની યોજનગામિની વાણી હોય.
ત્યાર પછી પુનઃ સંવત ૧૯૫૪માં શ્રી કાવિઠામાં છ-આઠ દિવસ પરમકૃપાળુદેવનો સમાગમ થયો હતો. ત્યાં ભાઈ શ્રી અંબાલાલભાઈ તથા ભાઈ શ્રી ગાંડાભાઈ, ભાઈ શ્રી કીલાભાઈ આદિ અનેક ભાઈઓ હતા. ઘણો ઉપદેશ ચાલતો હતો પણ હાલમાં સ્મૃતિમાં રહેલ નથી.
ત્યાર પછી શ્રી ખેડામાં સં. ૧૯૫૪માં સમાગમ થયો. પૂજ્યશ્રી અંબાલાલભાઇ સાથે પધારેલા. પરમકૃપાળુદેવની તબીયત નરમ હતી, પહોરવાર સુધી આજ્ઞા મલી નહીં. પછી અકેકને દર્શન કરી ચાલ્યા જવા આજ્ઞા મળી. આમ બે દિવસ થયું. ત્રીજે દિવસે મુનિશ્રીઓ- શ્રી લલ્લુજી મુનિ આદિ પધાર્યા ત્યારે પરમકૃપાળુદેવે કહેવરાવ્યું કે અમો નીચે આવીએ છીએ. પછી બંગલાના ચોકમાં પરમકૃપાળુદેવ પધાર્યા અને ઉપદેશ દેતાં જે
૧૫૬