________________
GRESS સત્સંગ-સંજીવની ARRESH)
બે ડગલાં આવતા સાહેબજી બોલ્યા - કેમ નગીન ? મેં કહ્યું - સારું. એમ કહી સાહેબજી સારુ ત્યાં ઝાડ તળે બિસ્તર પાથરેલું હતું ત્યાં પધાર્યા. ત્યાં થોડો વખત બેસી ત્યાંથી છોટાલાલનો ઘણો આગ્રહ હોવાથી છોટાલાલને ત્યાં જમવા પધાર્યા.
મને એકદમ ગાડીમાંથી ઊતરતાં નામ દઇને બોલાવવાથી હું ઘણો ઝંખવાણો અને આભો બની ગયો, અને મનમાં વિચાર કર્યા કરું કે એમણે મને નામ દઇ શાથી બોલાવ્યો ? અને મનમાં ઘણા ઘણા વિચાર આવવા માંડ્યા. હવે ત્યાંથી જમવા ભાણા ઉપર બેઠા. ત્યાં મેં સાહેબજીને પૂછયું કે સાહેબજી, તમે મને નામ દઈને શાથી બોલાવ્યો ?
સાહેબજી – અમે તને જોયો છે.
લખનાર - સાહેબજી, તમે મને ક્યાં જોયો છે ? હું તો કંઇ બહારગામ ઝાઝું જતો નથી. હું એક ફેરા સંવત ૧૯૪૨ની સાલમાં બરવાળા પાસે નાવડા ગામ છે ત્યાં જાનમાં ગયો હતો. ત્યાં આપ આવ્યા હતા ? અને ત્યાં મને જોયો હતો ?
સાહેબજી - ના, અમે ત્યાં આવ્યા નહોતા અને ત્યાં જોયો નથી. લખનાર - ત્યારે હું સંવત ૧૯૪૫ની સાલમાં ધોલેરા પાસે ‘ભડીયાદ” જાનમાં ગયો હતો ત્યાં જોયો
હતો ?
સાહેબજી - ના, અમે ત્યાં જોયો નથી.
લખનાર - ત્યારે સાહેબજી, ક્યાં જોયો છે ? આ સિવાય હું બીજે ક્યાંય ગયો નથી અને આ ફેણાવની ભાગોળ પણ આજે જ દીઠી છે.
સાહેબજી – અમે તને જોયો છે અને તારો જન્મ જેઠ સુદમાં છે. લખનાર - સાહેબજી, મને જન્મની ખબર નથી. સહેબજી – તારી માને પૂછી જોજે લખનાર - સારું, સાહેબ. પૂછી જોઇશ.
આ પછી અમે બધા જમીને ઊઠ્યા એટલે ગાડીઓ જોડાવી ખંભાત તરફ આવ્યા. ખંભાત આવી ઘરે જઈ મેં મારી માને પૂછયું કે મારો જન્મ ક્યા મહિનામાં છે ? ત્યારે તેણે જવાબ આપ્યો કે જેઠ મહિનામાં અજવાળિયામાં છે. આ ઉપરથી નક્કી મને ખાતરી થઇ કે “એમને સરૂષ કહે છે તે નક્કી છે.”
ખંભાતમાં અંબાલાલભાઇને ત્યાં પરમકૃપાળુદેવ પધાર્યા હતા. હું અંબાલાલભાઇને ઘેર જતો હતો. પણ મારી ઉંમર તે વખતે બારેક વર્ષની હતી તેથી તેઓ વાતચીત કરતા, તેમાં હું કાંઇ સમજતો નહીં. પણ સ્વાભાવિક તે પુરૂષની મુખમુદ્રા અને શરીર જોવામાં મને વધુ પ્રીતિ આવતી હતી. તેથી જ્યારે જઉં ત્યારે તેમના સામું જોયા કરતા હતા. ૪-૫ દિવસ રહી પરમકૃપાળુદેવ મુંબઇ પધાર્યા હતા.
સંવત ૧૯૪૭ની સાલના શ્રાવણ વદ ૧ ને સુંદરલાલે કહ્યું કે રાળજ સત્યરૂષ પધાર્યા છે, તારે આવવું છે ? ત્યારે મેં કહ્યું - હા, મને જરૂર તેડી જજો. સવારના આઠેક વાગ્યે હું સુંદરલાલની જોડે રાળજ ગયો. ત્યાં પરમકૃપાળુદેવ બંગલામાં બેઠા હતા. ત્યાં જઈ નમસ્કાર કરી અમો બેઠા. સાથે સોભાગ્યભાઇ સાહેબ પણ બેઠા
૧૬૭