________________
RERS સત્સંગ-સંજીવની
)
છો - વગેરે ઘણી જ સ્તવના કરી હતી. ત્યાર બાદ તેઓ બેઠા હતા, પણ તેઓના મનમાં એમ આવ્યું કે આ પુરૂષ ગૃહસ્થાવાસમાં છે માટે નમસ્કાર કેમ થાય ? એવું એના મનમાં આવતાં પરમકૃપાળુદેવે તેઓને કહ્યું કે તમારા નમસ્કાર અમારે જોઇતા નથી, તેમ તેનો કાંઇ પણ પૈસો ઊપજતો નથી, તેમ અમારે કાંઇ પૂજાવું - મનાવું નથી. તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેરી નાખવાના છે વગેરે ઘણો બોધ કર્યો હતો. તે પરથી તે માણસને એવો દૃઢ વિચાર થયો કે આ પુરૂષ તો મહાત્મા પુરૂષ છે એ નિઃસંશય છે, કારણ કે મારા મનમાં ઊગેલા વિચારો પણ જણાવી દીધા, તેમજ પ્રશ્નો પૂછવાની વાત પણ મારા મનમાં જ હતી તેનું પણ સમાધાન કર્યું, માટે તે પરથી એવો દઢ વિશ્વાસ થયો કે આ પુરૂષ અવધિજ્ઞાની પુરૂષ છે એમ લાગ્યું હતું.
આણંદ મુકામે શ્રી કાવિઠાવાળા ઝવેરભાઈ વગેરે તેઓના કુટુંબી સઘળાં પરમકૃપાળુદેવના દર્શન કરવા માટે પધાર્યા હતા.
આણંદ મુકામે હું થોડો વખત રોકાઈ ખંભાત આવ્યો હતો.
પરમકૃપાળુદેવ સં. ૧૯૫૪ની સાલમાં શ્રી કાવિઠા મુકામે પધાર્યા હતા ત્યારે હું દર્શન કરવા માટે ગયો હતો.
પરમકૃપાળુદેવ કાવિઠામાં શેઠ ઝવેરભાઇના મકાનમાં ઊતર્યા હતા. ત્યાં ઘણા ભાઇઓ દર્શન અર્થે પધાર્યા હતા. અમદાવાદવાળા પૂ. ભાઇ શ્રી પોપટલાલભાઇ મોહકમચંદ તથા ગોધાવીવાળા ભાઈ શ્રી વનમાળીદાસ વગેરે વગેરે ઘણા જ ભાઇઓ પધારતા હતા. રાત્રીએ ઘણા ભાગે ભાઇ પોપટલાલભાઇ પાસે શ્રી આનંદઘનજી મહારાજનું બનાવેલું એક સ્તવન બોલાવરાવ્યું હતું.
કાવિઠા ગામમાં સઘળે ઠેકાણે એવી વાત ચાલી રહી હતી કે પ્રભુ પધાર્યા છે, પ્રભુ પધાર્યા છે.
કાવિઠામાં શ્રી પર્યુષણ પર્વ કરી શ્રી વસો મુકામે પધાર્યા હતા અને હું ખંભાત આવ્યો હતો અને ત્યાંથી વસો મુકામે દર્શનાર્થે આવ્યો હતો. ત્યાં કોઇ એક ગૃહસ્થના બંગલામાં ઊતર્યા હતા. મુનિશ્રી લલ્લુજી સ્વામી ચાતુર્માસ ત્યાં જ હતું. ત્યાં પરમકૃપાળુદેવના મુખથી અપૂર્વ બોધ થતો હતો જેનો લાભ ત્યાં હમેશા લેતો હતો, અને ત્યાં યોગાનુયોગ દરેકને વ્રત-નિયમો લેવા માટે પરમકૃપાળુદેવ આજ્ઞા કરતા હતા અને વ્રતનિયમોના પચ્ચખાણ કરાવવા માટે મુનિશ્રી લલ્લુજી સ્વામી પાસે સઘળાઓને મોકલતા હતા. સાત વ્યસનો સંબંધી ઘણો જ બોધ કરતા હતા અને દરેકને તેનો ત્યાગ કરાવ્યો હતો.
વસો મુકામે હું પંદર દિવસ પરમકૃપાળુદેવના સમાગમમાં રહ્યો હતો.
સંવત ૧૯૫૬ની સાલમાં ભાઇ શ્રી રેવાશંકરભાઇ જગજીવનદાસની કંપનીમાં ચોખાનો વેપાર ચાલતો હતો. તે વખતમાં મારા ભાઈ નગીનદાસ ત્યાં જ હતા. પરમકૃપાળુદેવના સમાગમમાં મહિનો, દોઢ મહિનો રોકાયા હતા તેમજ ભાઇ શ્રી અંબાલાલભાઇ પણ ત્યાં જ રોકાયા હતા. મેં ત્યાં વેપાર કરેલો, તેને માટે મેં અવેજ દશ-બાર હજાર ઉપરાંત ખંભાતથી બીડ્યો હતો. આટલો બધો અવેજ બીડવામાં આવેલો જેથી હું ઘણું જ મુંઝાયો હતો, તેથી મેં મારા ભાઈ નગીનદાસ પર એક પોસ્ટ કવરમાં બીડી ખાનગી પત્ર લખ્યો હતો તેના સંબંધમાં મારા ભાઇ નગીનદાસે મને અત્રે આવ્યા બાદ જણાવ્યું હતું કે ઉપર જણાવેલ પત્ર આવેલ તે પત્ર ફોડ્યો પણ નહોતો તે પહેલાં જ પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે એકદમ આટલો બધો અવેજ મંગાવેલો જેથી પોપટ મૂંઝાયો છે. એકદમ આટલો બધો અવેજ બીડવાનું શું કારણ હતું ? હુંડી લખવાનું જણાવ્યું હતું.
પરમકૃપાળુદેવ મુંબઇમાં શિવ હતા ત્યાં મને સમાગમ થયો હતો. તે સમાગમમાં શ્રી લીંબડીવાળા ભાઈ
૧૬૫