________________
સત્સંગ-સંજીવની
હીરાભાઇ પોપટલાલને વાંચવા માટે આપેલ છે. ભાઇ નગીનદાસનો જન્મ સંવત ૧૯૩૨ના આસો સુદ ૫ નો છે અને તેમનો દેહત્યાગ સંવત ૧૯૫૬ના માગશર વદ ૨ શ્રી મુંબઇમાં પ્લેગમાં પરમકૃપાળુદેવની સમક્ષ ત્યાગ કરેલ છે અને તે વખતે પરમકૃપાળુદેવે બોધ કર્યો હતો કે જે માર્ગ અમારી રૂબરૂમાં તમારા સાંભળવામાં આવેલ છે તે વાતો આ વખતે તમારે યાદ કરવા જેવી છે અને તે યાદ રાખશો તો તમોને ઘણો જ સારો લાભ થશે તેવો બોધ પરમકૃપાળુદેવે પોતે તે જ્યાં ઇસ્પીતાલમાં હતા ત્યાં પોતે જાતે જઇને બોધ કરેલ. તે વાત અમારા જાણવામાં નહોતી કારણ કે તે મરણ વખતે અમો ખંભાતમાં જ હતા, પણ તેમના માતુશ્રીનાં માતુશ્રી તે વખતે નગીનદાસની સારવારમાં હતા તેમના કહેવાથી અત્રે આ વાત જાણીએ છીએ અને હાલમાં પણ તેમના માતુશ્રીનાં માતુશ્રી હયાતીમાં છે અને તે પ્લેગ વખતે શ્રી પરમકૃપાળુદેવ જોવા ગયેલ, તે વખતે નગીનદાસના શરીર પર પરમકૃપાળુદેવે હાથ ફેરવ્યો હતો તે વખતે તેમના માતુશ્રીનાં માતુશ્રીએ પરમકૃપાળુદેવને જણાવ્યું કે હાથ ધોવરાવું? પરંતુ પરમકૃપાળુદેવે તે વાત લક્ષમાં લીધી નહીં, તેમ તે બાબતનો ભય પણ ગણ્યો નહીં. ત્યાર બાદ પરમકૃપાળુદેવ તરફથી નગીનદાસના મરણ સંબંધી સમાચારનો પત્ર ભાઇ મનસુખભાઇ રવજીભાઇના હાથે લખાવેલ તે મળ્યો, તેમાં પરમકૃપાળુદેવે લખાવરાવેલું કે અનાદિકાળથી આ આત્મા પુત્રરૂપે થયો, પિતારૂપે થયો તો પણ તે રૂપ ખરું છે એમ જણાતું નથી, તેથી આ ભાઇ નગીનદાસના મરણ વિષે અનાદિકાળથી આ આત્મા મારાપણું માને છે તે ખોટું છે એમ માનવું જોઇએ, કારણ કે તમને નગીનદાસના મોહને લીધે વિશેષ લાગણી થતી હશે પણ જ્ઞાનીનો માર્ગ આ છે એમ ખાસ સમજી રાગાદિના કારણોથી નિવર્તવું એ જ અમારી ભલામણ છે. એ પરથી કેટલીક રાગાદિની પ્રવૃત્તિનો નગીનદાસ તરફનો નાશ થયેલ તે હજુ સુધી રાગાદિના કારણથી ઉત્પન્ન થતી હતી, પણ સરળભાવે કોઇ કોઇ વખતે વાતના સ્વરૂપે વાત થાય છે તે પરથી આ હકીકત લખાવી છે.
શ્રી પરમકૃપાળુદેવની દશા વિષે નીચે મુજબ જોવામાં આવેલ છે ઃ
સંવત ૧૯૪૯ની સાલમાં પરમકૃપાળુદેવ પોતાની દુકાનમાં બેસતા હતા તો પણ પોતાની દશા વહેવારીક પદાર્થ પર નહીં રાખતાં જ્ઞાનીના માર્ગ પ્રત્યે વિશેષ લાગણી દેખાતી હતી એવી ખાતરી અમોને થયેલ છે. ત્યા૨ બાદ સંવત ૧૯૫૧-૫૨માં તે જ રૂપે થયેલ તેમ તેમની તે જ વખતે તેમને પોતાની સ્ત્રી તથા તેમના બે પુત્રો અને એક પુત્રી શ્રી મુંબઇ મકાને હતા છતાં પણ તે વખતની તેમની દશા પુત્રી-પુત્રાદિ-સ્ત્રી પ્રત્યે જોવામાં આવતી નહોતી. ફક્ત શાસ્ત્ર વાંચવું અગર કોઇ મુમુક્ષુ સાથે જ્ઞાનાદિ સંબંધી વાતની ધ્યાનમાં વિશેષ કાળગમન થતો એ અમોને ખાતરીપૂર્વક અનુભવ થયેલ છે. તેમજ તેઓશ્રી હરતા ફરતા હોય તો પણ સત્-ચિત્ આનંદ એવા એવા શબ્દો પોતાના મન સાથે ઉચ્ચારો કરતા જોવામાં આવતા હતા.
DPUSTNO 657-Sle
instr
જે વખતમાં સંવત ૧૯૪૯ની સાલના અરસામાં શા. માણેકચંદ ફતેહચંદના મકાન ઉપર પરમકૃપાળુદેવ રહેલા તે વખતે તેઓશ્રીએ શ્રી ભગવતીસૂત્ર વાંચ્યું હતું. તે વખતે માણેકચંદ ફતેહચંદ પોતે સાંભળતા હતા અને હું પણ ત્યાં હતો.
ત્યાર બાદ રાતના વખતમાં કોઇ કોઇ વખતે શાસ્ત્ર સંબંધીની વાતો ચાલતી હતી તે પણ શ્રવણ થયેલ. એક માણસે એક પ્રશ્ન કર્યો કે સ્થૂળ અને નિકાચિત બે આયુષ્ય જૈનશાસ્ત્રોમાં કહેલ છે તો આયુષ્ય તૂટે એ વાત ખરી કે નહીં ? તે પરથી પરમકૃપાળુદેવે જણાવ્યું કે જેમ એક દોરડી હોય તે વીશ હાથ લાંબી હોય તેને એક છેડેથી સળગાવીએ તો ઘણા વખતે છેડા સુધી બળી રહે, પણ જો તે જ દોરડીનું એક ગૂંચલું વાળી ટુંકો ભાગ કરી નાખી બાળવામાં આવે તો સહજવારમાં પણ તેનો નાશ થાય છે. તેવી રીતે આયુષ્યનું પ્રમાણ પણ શ્વાસોશ્વાસ
૧૫૯