________________
6 SS S સત્સંગ-સંજીવની SRH)
સાહેબજીએ ભાઇ શ્રી અંબાલાલભાઇને જણાવ્યું કે અમોએ અમદાવાદ સ્ટેશન પર ચાહ તથા લીલો મેવો વાપરવા માટે ના જણાવી હતી જેથી તે સંબંધમાં તમોએ અમારા માટે શું વિચારો ઘડ્યા હતા. ? તે તો જણાવો. ત્યારે ભાઇ શ્રી અંબાલાલભાઇએ જણાવ્યું કે સાહેબજી, આપનાથી ક્યાંય અજાણ્યું નથી. પછી સાહેબજીએ જણાવ્યું કે તમારું અનુમાન સાચું છે. એ જ કારણથી અમોએ ના જણાવી હતી.
- ત્યાર બાદ આણંદ સ્ટેશન આવ્યું ત્યાં હું તથા સબુરભાઇ રોકાયા અને ભાઇ શ્રી અંબાલાલભાઇ ભરૂચ સુધી સાહેબજીની સાથે ગયા હતા અને ત્યાંથી ભાઇ શ્રી અંબાલાલભાઇ પાછા વળ્યા, અને આણંદ સ્ટેશને આવ્યા. ત્યાર બાદ અમો સર્વે ગાડામાં બેસી ખંભાત આવ્યા.
ઉપર જણાવ્યા પ્રમાણે સઘળો વૃત્તાંત મેં મારી સ્મૃતિ મુજબ ઉતારો કરાવેલ છે, તેમાં મારી શરત-દોષના કારણથી ભૂલચૂક થઈ હોય તેને માટે ક્ષમા ચાહું છું
શ્રી ગાંડાભાઇ ભાયચંદ શ્રી ખંભાતનિવાસી શા ગાંડાભાઇ ભાયચંદ શ્રીમદ્ રાજચંદ્રજીના સમાગમમાં આવેલા અને તે પ્રસંગે જે વાતચીત બીના બનેલી તે હાલ તેમની સ્મૃતિમાં રહેલ તે સંક્ષેપમાં જણાવે છે.
ખંભાતનિવાસી ભાઇ શ્રી નગીનદાસ ગુલાબચંદ તથા ગામ તારાપુરવાલા ભાઇ શ્રી મૂલચંદ ફૂલચંદ એ બન્ને સાથે મારે સ્નેહભાવ હતો. તેઓશ્રીએ મને જણાવ્યું કે પરમકૃપાળુ મહાત્મા ગામ રાળજ પધાર્યા છે, તો તમારે આવવા ઇચ્છા છે ? તે સાંભળી મને કૃપાનાથનાં દર્શન કરવાની ઇચ્છા થઇ અને હું ભાઇ શ્રી નગીનદાસ સાથે સંવત ૧૯૫૨ ની સાલમાં શ્રાવણ વદ ૧૧ની મિતિએ લગભગ પજુસણ બેસતાં તેમની સાથે ગયો. રસ્તામાં જતાં, તે કૃપાનાથના દર્શન ક્યારે થાય તેમ ઇચ્છા હતી. ત્યાં જઇ કૃપાનાથના દર્શન કર્યા. કૃપાનાથને જોયા ત્યારથી મનમાં ઘણો જ પ્રેમ થયો અને એવી ઇચ્છા રહ્યા કરતી કે હમેશા સાહેબજીના સમાગમમાં રહેવાય તો કેવું સારું થાય. તેઓશ્રી બોધ આપે તો તે સાંભળવાની ઇચ્છા રહ્યા કરે અને મનમાં એમ થાય કે તેઓશ્રીની વાણી ક્યારે સાંભળીએ ? આ વખતે મારી ઉમ્મર અગિયાર કે બાર વર્ષની હતી એટલે તે વખતે મને બીજા સંસ્કાર
ઓછા હતા, તેમ બીજી કંઇ વિચાર કરવાની શક્તિ ઓછી હતી. પરમકૃપાળુદેવના વચન સાંભળવા અને તેઓશ્રીની સેવામાં રહેવું એ મને ઘણું પ્રિય લાગતું. તે સિવાય બીજો કોઇ સૂક્ષ્મ વિચાર કરવાની મારી શક્તિ નહોતી. ત્યાર બાદ ભાદરવા સુદ ૫ ને દિવસે સંવત્સરીનો ઉપવાસ કૃપાળુદેવ સમીપે કરેલો અને તે પછી સુદ ૬ ને દિવસે સવારે એમ રહ્યા કરે કે ચાહ-રબડી લેવી છે તે જો કૃપાનાથ વાપરે તો પછી વાપરીએ, કારણ કે ઉપવાસ કરેલ છે. તે વખતમાં તેઓશ્રીએ એવો એકધારા અખંડ બોધ કર્યો કે આ જીવે જે કાંઇ કર્યું છે તે અભિમાન સહિત કર્યું છે. જે જે કાંઇ જીવ ક્રિયા કરે છે તેનું વારંવાર ફુરણ થાય છે એ જ જીવની અજ્ઞાનતા છે. એ સંબંધી જે કૃપાનાથે બોધ કર્યો તે એકધારા અખંડ ત્રણ કલાક સુધી દેશના દીધી જેથી તે વખતે મારા મનમાં જે ઉપવાસ કર્યાની ફુરણા આવી હતી તે તે વખતે ગળી ગઇ અને સમજાયું કે આ જીવે કાંઇ કર્યું નથી. માત્ર ક્રિયાનું જ અભિમાન કર્યું છે. ત્યાર પછી મારું ખંભાત આવવું થયું હતું.
ત્યાર બાદ સંવત ૧૯૫૪ની લગભગમાં કપાનાથશ્રી વસો પધારેલા. ત્યાંના સમાચાર સાંભળી હું ત્યાં ગયો, અને મૂળથી એમ થાય કે તેમની વાણી સાંભળવી અને સેવા કરવામાં રહેવું એમ રહ્યા કરતું હતું. બોધ ઘણો સાંભળ્યો. પણ વધુ વિચાર કરવાની શક્તિ ઓછી, પણ એટલું જ રહ્યા કરે કે અહોરાત્રી તેમની વાણી સાંભળવી. તે વાણી સાંભળવામાં મારું મન ઘણું જ રાજી હતું. ત્યારબાદ મેં કૃપાનાથને પૂછયું કે મારે શું કરવું ?
૧૫ર