________________
સત્સંગ-સંજીવની
જ્યારે અમો અમદાવાદથી ખંભાત આવવાના હતા ત્યારે અમોએ સાહેબજી પ્રત્યે જણાવ્યું હતું ત્યારે સાહેબજીએ અમોને ભલામણ કરી કે મુનિશ્રીના દર્શન કરીને જજો. ત્યારે અમોને વિચાર થયો કે અત્યારે રાત્રીનો વખત છે માટે શી રીતે જઇ શકાશે ? પછીથી જવાનો વિચાર કરી અમોએ સાહેબજીના દર્શન કરી ત્યાંથી ભાઇ શ્રી પોપટલાલભાઇ પાસે ગયા અને અમોએ જણાવ્યું કે મુનિશ્રીના દર્શનાર્થે જવું છે, માટે અમોને એક ગાડી કરી આપો. ત્યારે અમોને એક ગાડી કરી આપી તેનું ભાડું બે રૂપિયા ઠરાવ્યા હતા. પછી અમો ગાડીમાં બેસી ગોમતીપુર દરવાજા બહાર જ્યાં મુનિશ્રી હતા ત્યાં ગયા. રાત્રીના વખતે જવું થવાથી આગમન થયા વિષેના મુનિશ્રીએ અમોને સમાચાર પૂછયા ત્યારે અમોએ સઘળું વૃત્તાંત કહી જણાવ્યું હતું. ત્યાર બાદ અમો મુનિશ્રીના દર્શન કરી ગાડીમાં બેસી સ્ટેશન પર ગયા. ત્યાં સૂઇ રહ્યા અને સવારની ટ્રેનમાં ખંભાત તરફ આવ્યા.
ખંભાત સુબોધક પુસ્તકાલય એ નામ સાહેબજીએ આપેલ છે. જ્યારે સ્થાપન કરવાનો વિચાર ધાર્યો ત્યારે સાહેબજીએ સર્વે ભાઇઓને જણાવ્યું કે શું નામ આપવું ? તે પોતાના વિચારમાં આવે તેમ જણાવો. ત્યારે સર્વે ભાઇઓએ પોતપોતાના વિચારો પ્રમાણે જણાવ્યું હતું. ત્યાર પછી સાહેબજીએ જણાવ્યું કે જે નામ આપવામાં કોઇ પણ પ્રકારના ગચ્છ મત સંબંધી શબ્દ ન આવે તેવું નામ આપવું જોઇએ. એમ જણાવી સાહેબજીએ શ્રીમુખે પ્રકાશ્યું કે આ પ્રમાણે નામ રાખવું ‘શ્રી સુબોધક પુસ્તકાલય’.
આ પ્રમાણે ધવલપત્ર પર સ્વહસ્તાક્ષરે લખી જણાવ્યું હતું જેથી તે પવિત્ર નામ રાખવામાં આવેલ છે.
સાહેબજીએ ભાઇ શ્રી અંબાલાલભાઇને જણાવ્યું હતું કે શ્રી સુબોધક પુસ્તકાલયની સ્થાપન ક્રિયા ગાંડાભાઇના હાથે કરાવજો. જેથી સાહેબજીના વિદ્યમાનપણામાં શ્રી કુમારવાડાના નાકા પર વકીલ મગનલાલ દુલ્લભદાસનું મકાન છે તે મકાનના મેડા પર સંવત ૧૯૫૭ના માહ સુદ ૫ ના દિને મારા હાથે સ્થાપન ક્રિયા થયેલ છે. સાહેબજીના ચિત્રપટની પધરામણી ત્રીજે માળે કરવામાં આવી હતી અને શ્રી પુસ્તકોજીની પધરામણી બીજા માળે થઇ હતી અને વાંચન વિચારની બેઠક ત્યાં જ રાખવામાં આવી હતી. તે મકાનનું વાર્ષિક ભાડું અમુક રૂપિયા નક્કી કરી રાખેલ હતું ત્યાર બાદ કેટલાક વર્ષ વીત્યા બાદ સર્વે ભાઇઓને વિચાર થયો કે એક મકાન બંધાવવું. તેવા વિચારથી તેના ખર્ચ માટે સાધનો મેળવી શ્રી લોકાપુરીની ખડકી મધ્યે મકાન બંધાવ્યું અને મકાનનું કામ સંપૂર્ણપણે તૈયાર થયા બાદ ખંભાત સંસ્થાનના રા. રા. દીવાનસાહેબ માધવરામભાઇ હરીનારાયણભાઇના મુબારક હાથે સંવત ૧૯૬૮ના આસો વદ ૫ ને બુધવારના દિને શ્રી સુબોધક પુસ્તકાલયના નવા મકાનની સ્થાપન ક્રિયા કરવામાં આવેલ છે.
Isesh GIF Elpa & FIS
ઉપર જણાવેલ છે તે સમાગમ અગાઉ સાહેબજીનો એક વખતે સમાગમનો લાભ મળી શક્યો હતો તે સંબંધી વૃત્તાંત પ્રથમ જણાવવું જોઇતું હતું, પરંતુ અત્રે ઉતારો કરાવનાર ભાઇ શ્રી ગાંડાભાઇને તે વખતે સ્મૃતિમાં નહીં આવેલ જેથી પાછળથી ઉતારો કરાવેલ છે તે મુજબ અત્રે નીચે જણાવેલ છે.
અમો ભાઇ શ્રી અંબાલાલભાઇના મકાને સમાગમમાં જતા હતા ત્યારે એક દિવસને વિષે ભાઇ શ્રી અંબાલાલભાઇએ જણાવ્યું કે સાહેબજી કલોલ મુકામેથી મુંબઇ તરફ પધારવાના છે તેવા સમાચાર આજ રોજે મળ્યા છે જેથી અમદાવાદ સ્ટેશન પર સાહેબજીના દર્શનનો લાભ મળી શકે તેમ છે, તે કારણથી મારે આવતી કાલે અમદાવાદ જવાની મરજી છે, તો તમારે પણ આવવા મરજી હોય તો તૈયાર થજો, ત્યારે મેં તથા ભાઇ શ્રી સબુરભાઇએ જણાવ્યું કે અમારે પણ આવવા મરજી છે. તે વખતે ભાઇ શ્રી અંબાલાલભાઇએ સહજ હસમુખે ચહેરે અમોને જણાવ્યું કે તમો આટલો બધો પરિશ્રમ વેઠીને પણ આવવાનું કેમ જણાવો છો ? પ્રથમ તો ખંભાતથી
૧૫૦