________________
સત્સંગ-સંજીવની
ભાઇશ્રી અંબાલાલભાઇ હોલમાંથી બહાર આવ્યા અને જણાવ્યું કે સાહેબજી પાસે જવાની આજ્ઞા મેળવી આવ્યો છું. હવે તમારે જવું હોય તો ખુશીથી જાઓ. એમ કીધા પછી ભાઇશ્રી અંબાલાલભાઇએ મને પૂછ્યું કે તમારી સાથે દલસુખ ગાંધી આવ્યા હતા તે ક્યાં ગયા ? ત્યારે મેં જણાવ્યું કે તેઓ તો નીચે રોકાયા છે, સાહેબજી પાસે આવવામાં સંકોચ પામે છે જેથી નીચે રોકાયા છે. એમ વાતચીત થયા બાદ અમો બન્ને સાહેબજી પાસે ગયા અને નમસ્કાર કરી સાહેબજીના સમીપે બેઠા.
IPE
કિ સાહેબજીના છત્રપલંગ પાસે જમીન પર એક શેત્રંજી બિછાવેલ હતી તે પર અમો બંનેને બેસવા સાહેબજીએ જણાવ્યું જેથી અમો તે શેત્રંજી પર સાહેબજીના સન્મુખે બેઠા અને સાહેબજી પલંગ પરથી ઊભા થયા અને શેત્રંજી પર બિરાજમાન થયા. SHRINE
לום
ત્યાર પછી વાતચીતના પ્રસંગે અમોને સાહેબજીએ જણાવ્યું કે તમે શું ધર્મ પાળો છો ? ત્યારે મેં સાહેબજી પ્રત્યે જણાવ્યું કે અમારે ત્યાં શ્રી રણછોડજીની મૂર્તિ છે તે સ્થાનકે હમેશાં સવારમાં નાહીને સ્વચ્છ કપડાં પહેરીને ઘીનો દીવો કરૂં છું અને ત્યાર પછી પાંચ માળા ગણું છું એમ જણાવ્યું હતું. ત્યાર બાદ સાહેબજીએ જણાવ્યું કે તમો રાત્રિભોજન કરો છો ? મેં કીધું કે હાજી, ત્યારે સાહેબજીએ જણાવ્યું કે તમો હમેશાને માટે રાત્રિભોજનનો ત્યાગ કરી શકતા હો તો તે શ્રેયસ્કર છે. તથાપિ તેમ હમેશાને માટે વર્તવા અશક્ત હો તો અમો છેવટમાં એમ જણાવીએ છીએ કે દર સાલના ચોમાસામાં ચાર માસ પર્યંત રાત્રિભોજન કરશો નહીં. ત્યારે અમો બન્ને જણાએ સાહેબજી સન્મુખે બે હસ્તો વડે અંજલિ જોડી સાહેબજી પ્રત્યે બોલ્યા કે આપશ્રીની કૃપા વડે અમો આજ દિનથી રાત્રિભોજનનો ત્યાગ કરી જિંદગી પર્યંત તે ક્રમને અનુસરી વર્તીશું. (અમો બન્ને જણાએ તે દિવસથી રાત્રિભોજનનો ત્યાગ કર્યો છે તે ક્રમ ૫૨મકૃપાળુદેવની કૃપા વડે આજ દિન પર્યંત અખંડિતપણે વર્તી શક્યા છીએ અને હવે પછીથી પણ જિંદગી પર્યંત તે નિયમને અનુસરીશું.) એમ જણાવ્યા પછી સાહેબજીએ ત્યાગ-વૈરાગ્ય સંબંધી ઘણો જ બોધ કર્યો હતો જે હાલમાં મને ચોક્કસપણે સ્મૃતિમાં રહેલ નથી તેથી અત્રે જણાવી શકતો નથી. ત્યાર પછી અમોને છેવટમાં ભલામણ કરી કે તમો હમેશાં અંબાલાલભાઇ તથા ત્રિભોવનભાઇ આદિ મુમુક્ષુભાઇઓના સમાગમમાં જજો. અમોએ જણાવ્યું કે હાજી, તેમ વર્તીશું. ત્યાર પછી પરમકૃપાળુદેવ નીચે જમવા માટે પધાર્યા હતા. અમો પણ જમવા માટે ગયા હતા. જમ્યા પછી અમો ત્રણે ગાડીમાં બેસી ઘર તરફ આવ્યા હતા. મને સ્મૃતિમાં આવે છે કે તે સમયે પર્યુષણ પર્વ હતાં.
ત્યાર પછી બીજે દિવસે પરમકૃપાળુદેવ શુભસ્થળ શ્રી વડવા મુકામે પધાર્યા હતા ત્યારે હું તથા અમારા બૈરાઓ તથા સબુરભાઇ-અમો ત્રણે સાહેબજીના દર્શનાર્થે શ્રી વડવા મુકામે ચાલીને ગયા હતા. (ગાંડાભાઇની પહેલી વખતની પત્ની હતી તે ગયાં હતાં.)
હું જ્યારે રાળજથી પાછો અમારા મુકામે આવ્યો ત્યારે અમારાં બૈરાંઓએ અમોને પૂછ્યું કે તમોએ ત્યાં ધર્મ સંબંધી શું સાંભળ્યું ? તે તો જણાવો. ત્યારે મેં ઉપર જણાવ્યા પ્રમાણે તથા તે સિવાય તે સમયે સ્મૃતિમાં રહેલ સઘળી હકીકત કહી સંભળાવી હતી. તે પરથી તેઓ ઘણા જ ઉત્સાહથી બોલ્યા કે મારે પણ સાહેબજીના દર્શન કરવા આવવું છે. ત્યારે મેં જણાવ્યું કે તમારાથી શી રીતે આવી શકાશે ? હજુ તો તમારાથી ઘ૨માં જ ફરી શકાય તેટલી પણ શક્તિ નથી અને હજુ પથારીવશ રહો છો, તો પછી ત્યાં સુધી શી રીતે આવી શકાય? અને વળી આવતી કાલે ગાડીનો જોગ આવી શકે તેમ નથી, માટે તમો ત્યાં આવવાનો વિચાર માંડી વાળો અને અત્રે બેઠા ભાવનાઓ ભાવજો. ત્યારે તેઓએ જણાવ્યું કે હું ત્યાં આવી શકીશ, ગાડીમાં બેસવાની જરૂર નથી, ધીમે ધીમે ચાલીને સાહેબજીનું સ્મરણ કરતાં કરતાં પહોંચી શકાશે, માટે હું તો આવીશ જ. આવો જોગ ફરીને ક્યાંથી આવી
૧૪૧