________________
O SASREERS સત્સંગ-સંજીવની ) ) )
કર્મથી શુભાશુભ ગતિનું ફળ મળે છે. જેમ અગ્નિ સ્પર્શ કરવાથી બળાય છે. પણ અગ્નિ એમ નથી જાણતી કે આ માણસને બાળું, પણ તેનો સ્વાભાવિક ગુણ અતિશય બાળવાનો છે. તે પ્રમાણે શુભાશુભ ગતિનું ફળ શુભાશુભ કર્મે કરીને છે.’ | ‘અઘોર કર્મ કરનાર જીવોની નિરંતર બુદ્ધિ જ મલિન અધોર કૃત્ય કરવા ઉપર રહે છે. માટે જીવો તે કૃત્યો કરી તેથી દુર્ગતિને શોધી લે છે. જેમ ચમક પાષાણ લોઢાને ખેંચે છે, તેમ કર્મના ઉદયે તે ગતિમાં જીવ જાય છે. એમાં કોઇ કરતું નથી.”
આ ઉપરથી મને ખાત્રી થઈ કે આ કવિરાજ કોઇ પંડિત પણ છે. એમની જોડે કોઇ વાદ કરી શકે તેમ લાગતું નથી. પણ મારા મનમાં એમ રહેતું હતું કે આ કવિરાજ સંસારી તો ખરાને ! તેમનું બોલવું ખરું છે. પણ તે પ્રમાણે ચાલતા કેમ નથી ? એવું મને ઉપલા વ્યવહારથી લાગતું હતું. કારણ કે રાત્રે વાંચતા હતા. જોડા પહેરતા હતા. સંસારી જેવા લુગડા પહેરતા હતા. રસોઇ કરીને જમતા પણ હતા. પોતાને માટે બનાવેલી રસોઇ જમતા. તે રસોઇ અંબાલાલભાઇ બનાવતા હતા. ખાટલામાં પણ સૂતા હતા..
તે દરમ્યાનમાં પોપટભાઇ, કીલાભાઇ, છોટાભાઇ, નગીનભાઇ વિગેરે ઘણા માણસો ખંભાતથી, સાણંદથી, અમદાવાદ વિગેરેથી હંમેશા આવવા લાગ્યા, ને હંમેશા બોધ રાત્રે ૨ વાગે, ૩ વાગે, ૪ વાગ્યા સુધી ચાલતો હતો. વખતનો નિયમ રહેતો નહોતો, ને બીલકુલ ઊંઘતા નો'તા. સાહેબજી માગધી ભાષાના રાગમાં કાવ્ય બોલતા હતા. તે સિવાય બીજું કાંઇ જણાતું નહોતું. કોઇ વ્યાવહારિક વાત કરે તો તેની ચોખ્ખી ના પાડતા હતા.
ત્રીજે દિવસે કોઇ કાઠિયાવાડથી જીવરાજ કરીને વાણીયો આવ્યો હતો. તેણે પ્રશ્ન કર્યો હતો. તે પ્રશ્ન તદ્દન વિરૂદ્ધ પક્ષનો હતો. તેનું પણ સમાધાન સાહેબજીએ કરી નાખ્યું હતું. તે ઉપરથી એણે રાજી થઇને કહ્યું કે સાહેબજી આ મારી સોનાની વીંટી છે. તે તમને ખુશીથી ઇનામ આપું છું. એને લઇ મને પાવન કરો.
ત્યારે સાહેબજીએ તે માણસને ઘણોજ ઠપકો દીધો કે શું અમે વેપાર કરવા નીકળ્યા છીએ ? અને વેપાર કરવો હોય તો ગામડામાં શું કરવા રહીએ ?
કૃપાળુશ્રી નિવૃત્તિનું જ સ્થાનક શોધતા હતા. ઉપરની વાતો ઉપરથી મને ચોક્કસ થયું કે આ સંસારી પુરુષને બિલકુલ લાલચ નથી. માટે તે નિર્લોભી છે, એમ નક્કી થયું.
આ લખનાર : રાત્રે હું તથા મારા પિતાજી બંને સાહેબજીના સમાગમમાં ગયા હતા. તે વખતે મને કહ્યું કે : ‘તમે જે ટેકો દઈને બેસો છો તેથી જ્ઞાનીની આશાતના થાય છે માટે તેમ ન બેસવું જોઇએ.”
ના ત્યારથી મેં ટેકો દઈને બેસવાની ટેવ મૂકી દીધી અને પ્રશ્ન કરવા પણ બંધ કર્યા હતા. કારણ કે મને ખાત્રી થઇ કે આમાં આપણી કંઇ બુદ્ધિ ચાલે તેમ નથી, અને તે કવિરાજ મને કહેતા હતા પણ ખરા કે “અમે જ્ઞાની આવા સામાન્ય પ્રશ્નથી જ અટકી જઇશું તો દિન પ્રત્યે જે પુરુષો હજાર હજાર શ્લોક બનાવતા હતા તે કેવી રીતે બનાવતા હશે !
તે સાંભળી મેં નીચું જોયું અને મનમાં થયું કે જીવ છાનોમાનો બેસી રહે, નહીં તો વખત નકામો જશે. અને કલ્યાણ કરવાનું રહી જશે. અંબાલાલભાઇ કરતાં તો બુદ્ધિ તારામાં વધારે નથી. માટે તેમનું થશે તે આપણું થશે એમ સમજી તે અપેક્ષાએ તું નમસ્કાર કર્યા કર. અને જે કહે તે સાંભળ્યા કરે તો તેથી કલ્યાણ થશે.
૧૩૪