________________
RSS સત્સંગ-સંજીવની )
તો સાધુ કરતાં અવળું લાગતું હતું. બીજો દિવસ થયો ને મારા મનમાં તો હતું જ કે હવે પ્રશ્ન પૂછી ખુલાસો કરૂં.
લખનાર - લગભગ ૮ વાગ્યાના સુમારે સવારના હું ગયો. તે વખતે મારા મનમાં એમ હતું કે પ્રશ્ન એવો કરવો કે તેનો ખુલાસો તેમનાથી થઇ શકે જ નહીં.
પછી મેં પ્રશ્ન કર્યો કે આ સૃષ્ટિને બનાવનાર કોણ ? પૂજ્યશ્રી - ‘જગત બનાવનાર કોઇ નથી.” લખનાર - “બનાવનાર વિના બને નહીં.”
પૂજ્યશ્રી - “સૌના કર્મે કરી શભાશુભ ગતિ થાય છે ને તે જીવ તેવા જોગમાં આવે છે. અગ્નિ પાસે આપણે જઇએ તો અગ્નિનો સ્વભાવ બાળવાનો હોવાથી આપણને બાળશે. તે અગ્નિને આપણે બાળવાનું કહ્યું નથી. પણ તે સ્વાભાવિક ગુણે થાય છે.”
| “જગત બનાવનાર કોઇ હોય તો તેને બનાવનાર કોણ હશે ? અને તે નીકળે તો એની પહેલાનો બનાવનાર કોણ હશે ? એ ઉપરથી ચોકકસ થયું કે એનો આદિ અંત છે નહીં. વસોમાં તમે રહો છો તે વસો પહેલું કે તમો પહેલાં હતા તે કહો.’’ ત્યારે મેં કહ્યું કે તેની શરૂઆત હું જાણતો નથી. પણ અરસપરસ રહેલું છે. પછી સાહેબજીએ કહ્યું કે :| ‘વસોમાં તમે રહો છો છતાં તે ગામની શરૂઆતની ખબર નથી. તો આ જગતની આદિ શી રીતે નીકળી શકે ? માટે તે અનાદિ છે.”
લખનાર : પહેલાં જીવ કર્મવાળો હતો કે નહીં ? પૂજ્યશ્રી : “અનાદિથી જીવ કર્મ સહિત છે.”
લખનાર : જ્યારે જીવ કર્મ સહિત છે તો જ્ઞાની પુરૂષની બુદ્ધિ વધારે શી રીતે થઈ ?ને તેમને મોક્ષે જવાની ગમ કેમ પડી ? તેઓ અમારા જેવા કેમ ન રહ્યા ?
પૂજ્યશ્રી : “જગતના જીવો સરખી બુદ્ધિના નથી. પણ ઓછી વધારે બુદ્ધિ સ્વાભાવિક છે. ને તેનું શોધન કરી, જ્ઞાની પુરુષે રસ્તો શોધી કાઢયો છે કે આ જીવ રખડ્યા જ કરવાનો છે? કે એને છૂટવાનો રસ્તો છે ? નદીના પથરા હોય છે તે કોઇ નાનો, મોટો, ગોળ, લાંબો હોય છે. એ કોણે કર્યા ?”
લખનાર : તે સ્વાભાવિક છે.
પૂજ્યશ્રી : “જ્યારે નદીના પથરા સ્વાભાવિક નાના મોટા છે તે જ પ્રમાણે જગતના જીવની બુદ્ધિ ઓછી. વસ્તી છે. પણ કોઇએ કરી નથી અને તે શુભાશુભ કર્મની ગતિ છે. ને તેનો છૂટવાનો ઉપાય પણ છે. તે જ્ઞાની પુરુષે શોધી પણ કાઢયો છે, ને તે ખરો છે.” વસ્તુ સાચી છે એમ વારંવાર કવિરાજ કહેતા હતા. મેં એમ પૂછયું કે ઓછી વધતી બુદ્ધિના પ્રમાણે કરી શાની થાય છે પણ જગતના જીવોને દુઃખસુખ શાથી પડે છે ? જેમ કડિયા સિવાય ઘર ચણાતું નથી, તેમ જીવને સુખ દુઃખ આપ્યા સિવાય કેમ કોઇ જીવ દુઃખી સુખી જોવામાં આવે છે?
પૂજ્યશ્રી : “તમે જે દાખલો ઘરનો ને કડિયાનો આપ્યો તે પ્રમાણે જીવને લાગુ પડે તેમ નથી. પણ વસ્તુનો સ્વભાવ એવો છે કે જે કોઇ માણસ અફિણ ખાય છે તો તે અફિણ ખાધાથી ઝેર ચઢે છે. પણ અફિણ એમ નથી જાણતું કે આ માણસને હું ઝેરરૂપે પરિણમ્. પણ તે સ્વભાવે જ ઝેરી છે. જેથી માણસ મરી જાય છે. તે પ્રમાણે
૧૩૩