________________
Sિ
સત્સંગ-સંજીવની )
(
)(
હશે, અને તેમાં મોક્ષે જવાનો રસ્તો બતાવ્યો છે. તે સાધારણ માણસથી બને જ નહીં.
આ ઉપરથી તે લોકોને બરાબર ખાત્રી થઇ કે વાત સાચી છે. આ પ્રમાણે વાત ચાલતી હતી તે વખતે પૂજ્યશ્રીએ કોઇ મુમુક્ષુ પાસે કહેવડાવ્યું કે : “લોકોને આવી પ્રશંસાની વાતો તમે કહો છો તે અમારી આજ્ઞા નથી. કારણ કે અમારે પ્રશંસા કરાવવી નથી અને પૂજાવું નથી.” - આ ઉપરથી મને લાગ્યું કે આ કવિરાજને પૂજાવાની પ્રશંસા કરાવવાની અપેક્ષા નથી. સાધારણ કોઇ ગોસાઇ, સંન્યાસી કે બાવો હોય તો તે વગર પૂછે જ કહી દે કે તમે અમારી વાત કંઇ જાણો છો ? અમે મોક્ષમાળા ૧૬મે વર્ષે બનાવી છે એમ ફુલાઈ જાય. તો પણ આ કવિરાજને તો તે પ્રશંસા જોઇતી જ નથી. માટે તે ચોક્કસ સંસારી ભાવથી જુદા જ વરતે છે. આ લખનાર : એક વાર સાહેબજી દિશાએ જવા ગયા હતા. અને જે ટાઇમમાં દિશાએ જઇ આવતા હતા તે વખતે તે ખેતરનો માલિક આવતો હતો. તેણે સાહેબજીને વચનનો ઘણો જ પ્રહાર કર્યો હતો અને કહ્યું કે મારૂં એક ડફણું? એમ કહી ઉગામ્યું હતું.
જ આ માણસ જાતે કણબી હતો. અને તે ક્રૂર માણસ હતો. લોકોના ઘરો પણ બાળી મૂકતો હતો છતાં પણ | સાહેબજી તેનાથી નિર્ભય હતા. અને કંઇપણ તે કણબીને જવાબ આપ્યો ન હતો. તેટલામાં ભાઈલાલ જગજીવન આવ્યા ને કહ્યું આ તો કોઇ મહાત્મા છે. માટે તું શું બોલ્યો ? આ મહાત્માને પગે લાગી ક્ષમા માંગ. તે સાંભળી તુરત જ કવિરાજને તે કણબી પગે લાગ્યો. આ વખતે સાહેબજીએ સમતા રાખી. તે વખતે મારા મનમાં ખાત્રી વિશેષ થઇ કે સાહેબજીમાં ક્ષમાનો ગુણ મોટો છે.
ફરીથી એક વખત હું અને અમીન મગનભાઈ ચતુરભાઈના બંગલે સાહેબજીની સાથે આવ્યા હતા અને ઘોઘટીયા વડે સુધી આવ્યા તે વખતે એક કણબી પાડાને ડફણાનો માર ઘણો જ મારતો હતો. તે જોઇ સાહેબજીના મનમાં ઘણો જ ઉદાસી ભાવ થયો હતો. સાહેબજીને મેં કોઇ દિવસ હસતા જોયા નથી. નિરંતર ઉદાસીન ભાવમાં જ પોતે રહેતા હતા. ત્યાંથી આગળ ગયા કેડે મેં છત્રી ઉઘાડી સાહેબજી ઉપર ધરી હતી. પણ તે છત્રીની દરકાર રાખતા નોતા. છત્રીની બહાર નીકળી જતા હતા. આ જોઇ મારા મનમાં લાગતું હતું કે આ પુરૂષનો દેખાવ ઘણો જ એકાગ્ર ચિત્તવૃત્તિનો છે ને તે એકજ વિચારમાં લીન થઈ ગયા છે.
સાહેબજી કારણ વિના બોલતા નહીં. આપણે કંઇપણ પૂછીએ તો જ તેનો જવાબ મળતો હતો. પછી હું અપાસરાની નજીકમાં આવ્યો. તે વખતે મેં સાહેબજીને પૂછયું કે યુરોપીયન લોકો સુખ ભોગવે છે, ગુજરાતી લોકો દુઃખી જોવામાં આવે છે. યુરોપીયન લોકો અનાચારી લાગે છે છતાં એમ કેમ છે ? સાહેબજીએ કહ્યું કે તે પાપાનુબંધી પુન્યનો ઉદય ભોગવે છે. પૂજ્ય શ્રી સાહેબજીએ કહ્યું કે પાપાનુંબંધી પુણ્ય થવાનું કારણ એ છે કે કોઇ જાતની અજ્ઞાન તપસ્યા કરવાથી તે બંધાય છે. જેમાં ઘણાજ પાપ થાય અને માત્ર પુણ્ય કિંચિત્ બંધાતું હોય એવા કારણોથી પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. અને તે લેશ માત્ર પુણ્યના ઉદયે સુખ ભોગવી ફરી તે જીવો મહા અધમ ગતિને પાત્ર થાય છે કારણ કે જ્યાં અનંતી જીવ હિંસા થાય એવી જ જગ્યાએ એ જીવ ઉત્પન્ન થયેલો હોય છે.
જ્યાં ઘણા વધ થતા હોય, મહાઆરંભ થતા હોય, તેવા કારણે પુણ્યનો અંશ ભોગવાઇ રહ્યો કે તરત જ પરભવ પાપનો ઉદય થવાથી તે હિંસક પ્રાણીમાં ઉત્પન્ન થઇ આખરે અધોગતિને પાત્ર થાય છે. આટલું વિવેચન થઇ રહ્યા પછીથી કૃપાળુશ્રી અપાસરે પધાર્યા હતા.
૧૩૬