________________
સત્સંગ-સંજીવની
એક વખતે બીજાના મુખથી એમ સાંભળ્યું હતું કે સાહેબજીએ શ્રી અંબાલાલભાઇને કહ્યું કે “બહારથી સ્વચ્છ કર.’’· શ્રી અંબાલાલભાઇએ કેશવને કહ્યું કે બહારથી સ્વચ્છ કર. ત્યારે કૃપાનાથે શ્રી અંબાલાલભાઇને કહ્યું કે,- “અમને નોકર રાખતાં આવડે છે.’’
એક વખતે શ્રી કૃ.દેવ પધાર્યા ત્યારે ખંભાતના કેટલાક ભાઇઓ સમીપમાં બેઠા હતા. ઘણા વખત સુધી શ્રી કૃ.દેવ મૌન રહ્યા. અંગરખું પહેરેલું હતું, અને જાણે પરમયોગી દેખાતા હતા. થોડી વાર પછી બોલ્યા કે,‘“જ્ઞાનીપુરૂષ ૫૦ કે વધુ માણસ બેઠા હોય તે વખતે એમ જાણે કે આમાંથી આટલા જીવ અમુક વખતે આટલા ભવે બોધ પામશે, જ્ઞાન પામશે ને અમુક અમુક જીવોનું આમ ગતિ વિ. ભવિષ્યમાં થશે ઇ. વ્યાખ્યા કરી હતી. શ્રી કીલાભાઇ વિ. હાજર હતા. એક વખતે એવું સાંભળ્યું હતું કે કૃ.દેવ આણંદ વીશીમાં જમવા પધાર્યા. વીશીવાળાએ રસોઇ પિરસી હતી. પછી કેટલાક ભાઇઓ પાછળથી જમવા બેઠા, તેમાંથી કોઇએ શાક-લીલોતરી ખાધું હશે. જમી આવ્યા પછી ધર્મશાળાની ઉપર મેડે સાહેબજીએ પૂછ્યું કે કેમ ? સર્વેએ શાક ખાધા હતા ? તે વખતે ઘણાએ ખાધું હતું તેણે હા, કહી. તેથી તેના ત્યાગ વિષે ઘણો બોધ આપ્યો હતો.
એક વખત રાળજમાં બિરાજેલ. સંવત્સરીના દિવસે કેટલાક ભાઇઓએ ઉપવાસ કરેલો અને બીજે દિવસે રબડી વિ. તૈયાર થઇ ગયેલ પણ પ.કૃ.દેવે સવારે બોધ શરૂ કર્યો તે નવકારશી થયા છતાં બોધ ચાલુ રાખ્યો ત્યારે પૂ.શ્રી. સોભાગભાઇએ વિનંતી કરી કે સાહેબજી, આ બધાને ઊઠવા દ્યો. કાલનો ઉપવાસ છે. ત્યારે પ.કૃ.દેવે કરૂણા કરી કહ્યું કે કોને પૂછીને કર્યો ? ત્યારે આજ્ઞા વગર કર્યાનું ભાન થતાં સર્વે શરમાઇ ગયા. અને ઉપવાસ કર્યાનું માન ગળી ગયું.
સાહેબજી અશાળીયાનું દૃષ્ટાંત આપતા - કે અશાળીયો સેળભેળ થઇ ગયો. એક ગરીબ ભાઇનો છોકરો, નામ અશાળીયો, તેને મેળામાં જોવા જવાનું મન થયું. પણ તે ભૂલકણો હતો તેથી તેની માએ તેને કહ્યું લાવ તને દોરો બાંધી આપું એમ કહી નાડાછડીનો દોરો બાંધી આપ્યો. પછી તે મેળામાં ગયો ત્યાં રમત - ગમ્મતમાં ફરતાં ફરતાં દોરો છૂટી ગયો એટલે ઘેર આવી તેની માને કહે છે કે મા હું ખોવાઇ ગયો, ત્યારે તેની મા – સમજી ગઇ કે આ ભૂલકણો છે તેથી તેને કહ્યું કે લાવ, તને દોરો બાંધી આપું એમ સમજાવી દોરો બાંધ્યો એટલે કહેવા લાગ્યો કે માં હું હવે જડી ગયો. તેમ જીવ દેહમાં સેળભેળ થઇ ગયો છે ને દેહને જ પોતાનો માને છે.
એક પ્રસંગે શ્રી અંબાલાલભાઇને મૂછ ઉપર હાથ ફેરવવાની ટેવ. પ.કૃ.એ જાણ્યું કે આ તેની ટેવ દૂર કરવી જોઇએ. એટલે એક વખત હજામને ખાનગીમાં કહી દીધું કે તે મૂછને બોડી નાંખજે. હજામે તેમ કર્યું ત્યારે અંબાલાલભાઇને જાણ થતાં હજામને ઠપકો આપ્યો કે તેં આ શું કર્યું ? તેણે ધીમેથી કહ્યું કે સાહેબજીના કહેવાથી મેં કર્યું છે.
શાહ છોટાલાલ વર્ધમાન
પ્રથમ સમાગમ છોટાલાલ માણેકચંદના મકાનમાં ૧૯૪૬ની સાલમાં પ.કૃ.દેવ પધારેલા ત્યારે વચલી અગાસીમાં રાતના વખતમાં બેઠેલા તે વખતે થયો હતો. તે વખતે સાથે પ્રેમચંદ દેવચંદ, ફુલચંદ માણેકચંદ, હરજીવન રૂપચંદ જોશી ગીમટીવાળા, તથા રાયચંદ ખીમચંદ, છોટાલાલ છગનલાલ, આટલા સાથે બજારમાં બેઠેલા ને કૃપાળુદેવ પધાર્યાના સમાચાર સાંભળવાથી ત્યાં આવી નમસ્કાર કરી અમે બધા બેઠા. પ્રેમચંદે પ.કૃ. દેવની વ્યાખ્યા કરેલી કે તે બહુ જ્ઞાનવાન છે. તેમની પાસે જવા જેવું છે. એવી વાત સાંભળી અમે બધા ત્યાં આવી નમસ્કાર કરીને બેઠા. ત્યાં ગયા બાદ પ્રેમચંદે પ્રશ્ન પૂછેલો. આયુષ્ય બે પ્રકારનું છે. શિથિલ ને નિકાચિત. બે
૧૨૭