________________
GRAM } સત્સંગ-સંજીવની SR SER
વચનામૃતો હતા. તે શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિત વચનામૃતમાં છપાયેલ છે. વ. નં. ૧૦૫
ત્યાર પછી સાહેબજીને નમસ્કાર કરી ઉતારે આવ્યો. ત્યાર પછી એક બે વાર ગયો હતો એવી યાદી છે. સાહેબજી બપોરના વખતમાં પથારીમાં સૂઇ જતા હતા. કાલા રસોઇયાને કહેતા કે અમો અમુક વખતે ઊઠીશું. પછી સાહેબજી તે જ ટાઇમે કહ્યા પ્રમાણે ઊઠતા. એક મિનિટ પણ ફેરફાર થતો નહીં. પાસે ઘડિયાળ કે ઘડી કંઇપણ
રાખતા નહીં. પણ જે વખતે ઊઠે તે તે વખતે કહ્યા પ્રમાણે ટાઇમે ઊઠવું થતું હતું. આ SિI , ત્યાર પછી હું અમદાવાદ ગયો હતો. ત્યાં હું પવિત્ર જૂઠાભાઈને મળ્યો હતો. તે ભાઇ મને વારંવાર પૂછતા () કે ભાઇ તમને શું આપ્યું ? તે તો મને કપા કરી જણાવો તો ખરા ? પછી મેં જે જે વાત અને બીના બની હતી
તે સર્વે કહી સંભળાવી. - શ્રી જૂઠાભાઈની તબિયત નરમ રહેતી હતી તેથી તેમને જોવા માટે હું ફરીથી વૈશાખ માસમાં અમદાવાદ
ગયો. એમના સમાગમથી મને ઘણો જ આનંદ થતો હતો. શ્રી જૂઠાભાઈએ અષાઢ માસમાં સમાધિ સહિત દેહ ii મૂક્યો.
હું તે સાલમાં શ્રાવણ માસમાં મુંબઈ ગયો હતો. ત્યાં નાગદેવીના રસ્તા ઉપર ઉપરના મકાનમાં સાહેબજી Xા રહેતા હતા...દુકાન કરવાની વાતચીત કરતા હતા.
- સાહેબજીએ કેટલાક પત્રો લખેલા મને આપ્યા હતા. આ જનમના જૂઠાભાઈની વિદ્યમાનતામાં શ્રી જૂઠાભાઈ ક્યારે દેહ મૂકશે તે સંબંધી સાહેબજીએ પ્રથમથી જ લખી રાખ્યું હતું તે મને વંચાવ્યું હતું. અને પત્ર અથવા બુક મને આપી હતી. તે પ્રણિત શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાં છપાયેલ છે. વ. ૧૧૬, ૧૧૭.
- પછી સાહેબજી શ્રી વવાણીયા બંદરે પધાર્યા હતા. કેટલાક પત્રો ખંભાત આવ્યા પછીથી ઉતારો કરાવ્યો ITI હતો. તેમ એક પત્રમાં એવું જણાવ્યું હતું કે “તમારો સમાગમ ઇચ્છું છું.” વ. ૧૩૯ અમને આનંદ થયો.
પછી પોતે સંવત ૧૯૪૬માં ખંભાત આસો માસમાં પધારવા સંબંધી પત્ર આવ્યો. શ્રી અંબાલાલભાઈ | આણંદ તેડવા ગયા હતા. સુંદરલાલભાઈ, નગીનદાસ તથા હું ફેણાવ તેડવા સામા ગયા. ત્યાં એક ટેકરી ઉપર સાહેબજી બિરાજ્યા હતા. સાહેબજીને દીઠા કે તુરત અને નમસ્કાર કર્યા. ત્યાં સાહેબજીને છોટાલાલ કપૂરચંદે જમવાને માટે અતિ આગ્રહ કર્યો હતો. તેથી સાહેબજી ત્યાં જમ્યા. પછી ખંભાત તરફ પધાર્યા તે વખતે સાહેબજી એટલો જ બોધ કરતા કે “સત્સંગ શોધો''. મારી પાસે જ્યોતિષનો પાંચ વરસથી વરતારો હતો. તે સંબંધી મેં કીધું હતું. તેમણે માગ્યો. મેં આપ્યો. પછી એ સંબંધી તુચ્છભાવ થાય તેવો સાહેબજીએ બોધ આપ્યો અને પછીથી મને તે ઉપર તીરસ્કાર થયો. અને મેં કીધું કે ફાડી નાખું ?
સાહેબજીએ કીધું “ના, છો રહ્યો” પછી મને સાહેબજીએ ચંદપન્નતિ અથવા સૂર્યપન્નતિ બેમાંથી એક વાંચતા હતા તેમાંથી સાહેબજીએ મારી પાસે છેલ્લા ભાગમાંથી વંચાવ્યું અને કીધું કે “જે કોઇ આ વિદ્યા ફોરવશે તે અનંત કાળ પરિભ્રમણ કરશે.”
ત્યાર પછીથી મને તે જ્યોતિષનો મોહ ઓછો થયો. | એક વખત સાહેબજીએ દશ ઓરડી સંબંધી દષ્ટાંત આપ્યું જે દષ્ટાંત શ્રી મગનલાલભાઈના સાંભળવામાં પણ આવ્યું હતું. જીવ પોતાની ઓરડીને ભૂલી ગયો છે. તેથી નવ ગણે છે. પછી સાહેબજીએ આંગળીના ઇશારાથી એમ કહ્યું કે “આ દશમી હું” (પોતા તરફ).
૧૧૭