________________
O GR CROSS સત્સંગ-સંજીવની (GSSS )
કરવા) સંવત્સરીને દિવસે પુષ્પ મંગાવતા હતા. ડુંગરશીભાઈ તથા શ્રી સોભાગ્યભાઇ સાહેબજી સાથે હતા. ડુંગરશીભાઇ તુવેરની દાળ નોતા ખાતા (ભાવતી નોતી તેથી) સાહેબજી તેના ભાણામાં આગ્રહ કરીને પીરસાવતા હતા.
એક દિવસે સાહેબજીએ બુદ્ધના ચરિત્રનું વર્ણન ક્યું હતું. તે વખતે સાંભળનારાના રૂંવાડે-રૂંવાડા ખડા થઇ ગયાં અને ઘણાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી હતી.
પ્રવિણસાગરની કવિતા ગાતા હતા.
જાગી હૈ જોગ કી ધૂની, બરસત અમૃત કી ધૂલી” શ્રીમદ્ ભાગવતમાં ગોપીઓની ભક્તિ જે વર્ણવી છે તે વાંચતા હતા. અને વારંવાર તે પદો બોલતા હતા કે : “વલવલે વૈકુંઠ નાથ, ગોપી, મને મારશે મારી માત; મને જાવા દે આણી વાર, ગોપી તારો બહુ માનીશ ઉપગાર, ગોપી''
એમ કહી આનંદ મુખ કરતા હતા. એક વખત સાહેબજી નાહીને ઉપર જતા હતા ત્યાં સાહેબજીને બારી વાગી.
મેં સાહેબજીને કીધું કે સાહેબજી વાગ્યું ? સાહેબજીએ કીધું કે “નથી વાગ્યું” મેં કીધું, “સાહેબજી વાગ્યું હશે ?” સાહેબજીએ કીધું, “અમે શું ખોટું કહેતા હશું ?” મેં જાણ્યું કે અહો ! સાહેબજીનો કેટલો બધો જાગૃત ઉપયોગ હતો.
એક વખત અસાળીયો સેળભેળ થઇ ગયો છે તેવું દૃષ્ટાંત પણ કહેતા હતા. સાહેબજી જેટલી વાર બોલતા તેટલી વખત નવાઈ જેવું લાગતું. રાળજવાળા શેઠના બંગલાની અગાસીમાં સાહેબજી બેઠા હતા. ત્યાં મારા પિતાશ્રી બેઠા હતા. તે વખતે ચક્રવર્તી સંબંધી વ્યાખ્યા ચાલી હતી, e સાહેબજીએ કીધું એક હાથીનું નવ હાથ શરીરનું માપ હોય એવું કોઇ માપનું પ્રમાણ કહ્યું હતું અને કહ્યું કે ૪૮ ગાઉમાં આટલા હાથી સમાય કે નહીં એ વિચારો.
બીજું સૈન્ય તો જુદું પણ ચક્રવર્તીનું સ્વરૂપ જૂદું સમજવાનું છે. એમ કહી છ ચક્ર વિષે કંઇક વાત કરી હતી. જે મને યાદ રહી નથી.
એક વખત સાહેબજી તળાવ પર બિરાજ્યા હતા. તે વખતે શ્રી સૌભાગ્યભાઇને શ્રી સાહેબજીએ કહ્યું કે એક માણસ અમારી પાસે આવ્યો હતો તેણે અમોને કીધું કે આગળના કાળમાં જુગલીયા મોટી કાયાવાળા હતા. તે વાત મને બેસતી નથી. અમોએ કીધું તારે એની શી જરૂર છે. ત્યારે તેણે કહ્યું કે ‘જ્યાં જઉં છું ત્યાં મને કોઇ સમાધાન કરતું નથી. અને સમાધાન થયા સિવાય મારો જીવ ચોક્કસ બેસતો નથી'. ત્યારે તેમને કહ્યું કે માણસ સવારમાં ઊભો રહે છે ત્યારે તેનો કેટલો પડછાયો પડે છે ? બપોરે કેટલો પડે છે ? અને સાંજના કેટલો પડે છે ? તે પ્રમાણે ફરતા ફરતા કાળમાં તેમ હોય.” તે માણસને તે વાત ઉપરથી તેમનું સમાધાન બરાબર થયું. સંતોષ થયો અને અમને કીધું કે આવી રીતે મારી વાતનું સમાધાન કોઇ પણ કરી શક્યું નોતું.
૧૧૯