________________
Sિ RE) સત્સંગ-સંજીવની 4) RAM)
તારથી જાણી રવિવારે સવારના અત્રેથી નીકળવા માટે વિચાર કરી તૈયાર થયો હતો. ગાડી તૈયાર રાખીને નીકળવાનો વિચાર હતો. પણ રાતના એક વાગતા સુધી જવું કે નહીં એમ મુંઝવણ થતાં અને જવાને માટે અંતઃકરણ કબુલ નહીં કરવાથી નીકળવાનો વિચાર બંધ રાખ્યો હતો. રવીવારે અત્રેથી આઠ વાગે આણંદ અજંટ તાર કર્યો હતો. કે અડચણના લીધે અવાય તેમ નથી, મળવા દે છે કે કેમ ? તે તાર સોમવારે સવારે પાછો મળ્યો. શનિ, રવિ અને સોમવાર સુધી ૩ પત્રો આણંદ આપની સેવામાં અને ૩ પત્રો રેવાશંકર વીશીવાળા ઉપર લખ્યા હતા. ભાઈ કેશવલાલે લખેલો શનિનો પત્ર સોમવારે સાંજે અત્રે મલ્યો હતો. તે ઉપરથી જાણ્યું કે વ્યવહારિક પ્રસંગથી આપનું મુંબઇ રોકાવું થયું છે. ગઈ કાલે અત્રે મુંબઇથી હેમચંદ ફુલચંદવાળાનું માણસ ખુશાલદાસ આવ્યા તેના મોઢે આણંદની હકીકત જાણવાથી ત્યાં મળવા દેતા નથી અને ભય તો વિશેષ છે, તેમ આણંદથી પગ રસ્તે ખંભાત આવવા દેતા નથી. તેને માટે સવારો (સિપાહી) રોકી દીધા છે. અને આણંદથી અત્રે પાછા આવતાં ૭ દિવસ પેટલાદ રોકાવું પડે છે તેથી આવવાની કંઇ સમજણ પડતી નથી. વળી આપને માટે આણંદમાં મુશીબતો ઘણી છે. કારણકે ખાવા પીવાનો સવડ નથી. પંગતે -૪૦૦-૫૦૦ માણસો જમવા બેસે છે. રસોઇનો સવડ બરાબર નથી એ મુંઝવણ છે. એ આપના વિષેની ઘણી જ ફીકર થયા કરે છે. બીજો કોઇ પણ ઉપાય નથી. ગોદડાં વિ. મળવામાં અડચણો છે. માથાનો ફેંટો વિ. પલાળે છે. રોટલી પણ ઘણી જાડી, રસોઇનો સવડ નહીં તેથી રખેને શરીર-પ્રકૃતિમાં ફારફેર થાય તે ફીકર થાય છે. જેમ આપની આજ્ઞા થશે તે પ્રમાણે વર્તીશ. શ્રી મુંબાઇથી પધારવું થાય તેના ખબર અત્રે જાણવાને ઇચ્છું છું, હું તથા કીલાભાઇ આવવાને તૈયાર છીએ પણ છાવણી સિવાય બીજો ઉપાય નથી. અલ્પજ્ઞ અં...ના વિધિપૂર્વક નમસ્કાર (જવાબ વ. ૮૨૨).
પત્ર-પ૯
શ્રાવણ વદી ૯, ૧૯૫૨ પૂર્ણ બ્રહ્મસ્વરૂપ યોગેન્દ્ર મહાત્મા, શ્રીમદ્ પ્રભુશ્રી રાજ રાજચંદ્ર શ્રી સ્વામિને ત્રિકાળ નમસ્કાર હો ! દીનબંધુ, દીનાનાથ, દયાના સાગર, પરમ પૂજ્ય શ્રીની પવિત્ર સેવામાં
શ્રી સ્વંભતીર્થથી લી. દીનદાસ બાળક અંબાલાલના ત્રિકાળ નમસ્કાર સ્વીકારશોજી. પવિત્ર ભાઇશ્રી મનસુખભાઇનો લખેલો પત્ર આ છોરૂના હિતને અર્થે અનંત કૃપા કરી પાઠવ્યો જે વાંચી અતિ આનંદ થયો છે. તેમ વર્તવું યોગ્ય છે, યથાતથ્ય છે, સત્ય છે. મનસુખભાઇની જિજ્ઞાસા સારી રહે છે અને નિવૃત્તિ લેવાની ઇચ્છા ઉત્તમ છે. સત્યરૂષ પ્રત્યે પ્રીતિભક્તિ વિના જીવનું કલ્યાણ નથી. તેને બાધ કરનાર દોષો મૂક્યા વિના પ્રીતિ ભક્તિ થાય નહીં, અને પ્રીતિભક્તિ થયા વિના જ્ઞાન પ્રાપ્તિ સંભવે નહીં, એ આદિ પ્રકારનું તેમનું વિજ્ઞાપન છે. તે યથાતથ્ય છે, પ્રમાણ છે, પવિત્ર મનસુખભાઇએ જે નિવૃત્ત થવાની ઇચ્છા પ્રતિપાદન કરી છે તેવી ઇચ્છા મારી સર્વથા પ્રકારની નહીં હોવાથી આજ દીન સુધી તે વિષે મેં લખ્યું કે જણાવ્યું નથી તેમ મારી તેવી દશા થંયા વિના મને તે જણાવવું યોગ્ય નહીં લાગવાથી લખ્યું નથી અને વળી અનંત કાળનું પર્યટન તેથી નિવર્યા વિના કર્મથી છૂટાવું નથી. જે જે દોષો પૂર્વે અનાદીકાળથી ગ્રહ્યા છે તે તે મૂકી દીધા એટલે બસ. અને તે દોષો જવાથી એનુંજ સહજપણે રહેવું હશે, અને તેને લગતા જે ગુણો તેમાં સમાવેશ પામશે તે સહજાકારે થશે એમાં આશ્ચર્યતા શી?